બોલીવુડની આ સુંદર એક્ટ્રેસનાં પ્રેમમાં ક્લીન બોલ્ડ થઈ ગયા હતા કપિલ દેવ, આવી રીતે તુટી ગયો સંબંધ

ક્રિકેટ ઇતિહાસનાં સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માંથી એક પુર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ ૬૨ વર્ષના થઈ ચુક્યા છે. જી હાં, તેમનો જન્મ ૬ જાન્યુઆરી, ૧૯૫૯નાં રોજ ચંડીગઢમાં થયેલો હતો. કપિલદેવની ગણતરી તે ખેલાડીઓમાં થાય છે, જેમણે ભારતીય ક્રિકેટને એક અલગ સ્થાન પર પહોંચાડેલ છે અને વર્ષ ૧૯૮૩માં પહેલી વખત વર્લ્ડકપ જીતવાનું ભારતીયોનું સપનું પુરું કર્યું હતું.

પોતાની રમતથી તો કપિલદેવે બધા લોકોને પ્રભાવિત કર્યા છે, પરંતુ તે સિવાય પણ તેમની લવ લાઈફ ખુબ જ ચર્ચામાં રહી હતી. વળી કપિલદેવે વર્ષ ૧૯૮૦માં પોતાની ગર્લફ્રેન્ડ ભાટિયા સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ કપિલના જીવનમાં એક કિસ્સો એવો પણ છે જેના વિશે ખુબ જ ઓછા લોકોને જાણકારી છે. તો આજે અમે તમને અમારા આર્ટિકલમાં કપિલ દેવનાં તે ચેપ્ટર વિશે જણાવીશું, જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે.

આ એક્ટ્રેસનાં પ્રેમમાં હતા કપિલ દેવ

કપિલદેવ એક એવું વ્યક્તિત્વ છે, જેમણે ક્રિકેટને બધા લોકોની ફેવરિટ રમત બનાવી દીધી. વળી કપિલદેવની પ્રોફેશનલ લાઈફ તો ખુબ જ શાનદાર રહી છે, પરંતુ તમને જાણ નહિ હોય કે તેનું અફેર બોલિવુડ એક્ટ્રેસ સારિકા સાથે પણ રહેલું હતું. જી હાં, બંને પહેલી જ નજરમાં એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. પહેલી મુલાકાત બંન્ને એકબીજાના મિત્ર બન્યા હતા અને ધીરે ધીરે એકબીજાની નજીક આવવા લાગ્યા હતા.

તે સમયે કપિલ દેવ અને સારિકાની લવ સ્ટોરી ખુબ જ ચર્ચામાં છવાયેલી રહેતી હતી. જણાવવામાં આવે છે કે બંનેએ લગ્ન કરવાનો પણ પ્લાન બનાવી લીધો હતો, જેના માટે કપિલ દેવ સારિકાને પોતાના ઘરે માતા-પિતા સાથે મુલાકાત કરાવવા માટે પણ લઈ આવ્યા હતા.

બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ કોઈ કારણને લીધે બંનેના સંબંધોમાં તિરાડ આવી ગઈ અને અચાનક તેમના બ્રેકઅપનાં સમાચાર આવવા લાગ્યા. ત્યારબાદ બંનેની એકબીજા સાથે ક્યારેય પણ મુલાકાત થઈ નથી અને બંને એ ક્યારેય પણ મીડિયા સામે પોતાના બ્રેકઅપ ને લઈને કોઈ સ્પષ્ટતા કરેલી છે. રિપોર્ટનું માનવામાં આવે તો સારિકાને સાથે રિલેશનશિપમાં હોવા છતાં પણ કપિલ દેવને અન્ય એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.

આ યુવતી માટે કપિલે સારિકાને આપ્યો દગો

કપિલ દેવને અન્ય કોઈ યુવતી સાથે નહીં પરંતુ રોમી ભાટિયા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેના માટે તેમણે સારિકાને દગો આપ્યો હતો. રોમી ભાટિયા હવે કપિલ દેવની પત્ની છે. જણાવવામાં આવે છે કે એની સુંદરતા જોઈને કપિલદેવ તેમની ઉપર ફિદા થઇ ગયા હતા.

રોમી સાથે તેઓ એટલા પ્રેમમાં ગળાડુબ બની ગયા હતા કે તેમણે સારિકાને છોડીને રોમી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. એક તરફ જ્યાં કપિલ દેવ રોમી સાથે લગ્ન કરી લીધા તો સારિકાએ સાઉથ અભિનેતા કમલ હાસન સાથે રિલેશનશિપમાં આવી ગઈ હતી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કપિલ દેવનાં જીવન પર આધારિત ફિલ્મ “83” ખુબ જ જલદી રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કપિલ દેવનાં રોલમાં રણવીર સિંહ તો રોમી ભાટિયા નાં રોલમાં દીપિકા પાદુકોણ નજર આવનાર છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શુંટિંગ પુર્ણ થઇ ચુકયું છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. ફેન્સ હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આખરે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.