બોલીવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા બોબી દેઓલ હાલના દિવસોમાં પોતાની વેબ સીરીઝ આશ્રમને લઇને ચર્ચામાં છે. જણાવી દઈએ કે આ વેબ સીરિઝના માધ્યમથી બોબી દેઓલ ને અપાર સફળતા પ્રાપ્ત થયેલી છે. જોકે તે પહેલા બોબી દેઓલ ફિલ્મ દુનિયામાં કામ ન મળવાને લીધે પરેશાન હતા. એટલું જ નહીં પરંતુ ઘણા મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી ચુક્યો છે કે બોબી દેઓલ ની કારકિર્દી લગભગ બરબાદ થઈ ચુકી હતી, પરંતુ એકવાર ફરી તેમણે આશ્રમમાં પોતાની એક્ટિંગ બતાવી અને પછી તેઓ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાને સ્થાપિત કરવામાં સફળ રહ્યા.
કારકિર્દીની શરૂઆતમાં બોબી દેઓલે ઘણી સુપરહિટ ફિલ્મો આપી, પરંતુ તેની વચ્ચે તેઓ ધીરે ધીરે ફ્લોપ અભિનેતાના લિસ્ટમાં સામેલ થવા લાગ્યા અને તેની પાછળ બોલીવુડ ઇંડસ્ટ્રી ની જાણીતી અભિનેત્રી હોવાનું જણાવવામાં આવે છે. તો ચાલો જાણીએ બોબી દેઓલ નાં જીવન સાથે જોડાયેલ કિસ્સો શું છે.
જણાવી દઈએ કે બોબી દેઓલે વર્ષ ૧૯૯૫માં રિલીઝ થયેલી ફિલ્મ “બરસાત” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પોતાની પહેલી જ ફિલ્મથી લોકોની વચ્ચે ઓળખ મેળવવામાં સફળ બન્યા હતા. એટલું જ નહીં તેમને પહેલી ફિલ્મ માટે ફિલ્મફેર ડેબ્યુ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ. ત્યારબાદ તેમણે “સોલ્જર” અને “અજનબી” જેવી ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની એક અલગ ઓળખ બનાવી. પરંતુ તેની વચ્ચે તેમને સુપરહિટ ફિલ્મ માંથી બહાર કરી દેવામાં આવેલ.
હકીકતમાં વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ “જબ વી મેટ” હિન્દી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક રહી હતી. આ ફિલ્મમાં મશહુર અભિનેત્રી કરિના કપુર ખાન અને અભિનેતા શાહિદ કપુરે કામ કર્યું હતું. જેમાં બંનેની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવેલ. જોકે આ ફિલ્મની પહેલી પસંદગી શાહિદ કપુર નહીં, પરંતુ બોબી દેઓલ હતા. આ વાતનો ખુલાસો બોબી દેઓલે પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.
બોબી દેઓલે કહ્યું હતું કે તેમને શાહિદ કપુર પહેલા જબ વી મેટ માટે પસંદ કરવામાં આવેલ હતા અને આ ફિલ્મનું નામ જબ વી મેટ નહીં પરંતુ “ગીત” હતું. પરંતુ આ ફિલ્મમાંથી તેમને એવું કહીને બહાર કરી દેવામાં આવેલ કે ફિલ્મ વધારે બજેટની છે. જોકે બાદમાં આ ફિલ્મ બની અને તેમાં અભિનેતાનાં રૂપમાં શાહિદ કપુરને લેવામાં આવેલ. તેની પાછળનું કારણ કરીના કપુર જણાવવામાં આવે છે.
હકીકતમાં તે દરમિયાન કરીના કપુર ખાન અને શાહિદ કપુરનું અફેર ખુબ જ ચર્ચામાં હતું અને કરીના શાહિદની સાથે કામ કરવાનો એક પણ અવસર છોડતી ન હતી. તેવામાં તેમણે ફિલ્મના ડાયરેક્ટર ને કહીને બોબી દેઓલ ની ફિલ્મ માંથી બહાર કરાવી દીધેલ અને અભિનેતા શાહિદ કપુરને આ રોલ આપવામાં આવેલ.
બોબી દેઓલ નું કહેવું છે કે જો તેઓ જબ વી મેટ જેવી ફિલ્મોમાં કામ કર્યું હોત તો આજે તેમની કારકિર્દી કંઈક અલગ હોત. જો કે એકવાર ફરીથી બોબી દેઓલ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા છે. તેમણે ઘણા વર્ષો બાદ સલમાન ખાનની સાથે ફિલ્મ “રેસ-૩” માં કામ કર્યું અને આ ફિલ્મમાં તેમની એક્ટિંગ પસંદ કરવામાં આવેલ. ત્યારબાદ આશ્રમ જેવી વેબ સીરીસ થી પોતાના નામનો સિક્કો જમાવવા માં સફળતા મેળવેલ છે.