બોલીવુડની આ ટોપ એક્ટ્રેસ સાથે થવાનાં હતા કપિલ દેવનાં લગ્ન, એકબીજાનાં પ્રેમમાં હતા પાગલ પરંતુ…

Posted by

ભારત માટે ૨૫ જુન, ૧૯૮૩ ઐતિહાસિક દિવસ હતો. જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવ રામલાલ નિખાંજ એ પહેલી વાર ફાઈનલમાં ધુરંધર ટીમ વેસ્ટ ઇન્ડીઝને ૪૩ થી રનથી હરાવીને ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. આ કપિલદેવની હતી ઇનિંગ હતી, જેણે ભારતને પહેલી વખત આ પળનો અનુભવ કરાવ્યો હતો. પુર્વ કેપ્ટન કપિલ ની ગણતરી ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ કેપ્ટન કરવામાં આવે છે. ઘણા લોકોને આ વાતની જાણકારી હશે કે કપિલદેવ એકમાત્ર એવા ખેલાડી છે જેમના નામે ૪૦૦ વિકેટ લેવા અને ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ છે.

કપિલ દેવે પોતાના જીવનમાં બધું જ પ્રાપ્ત કર્યું છે અને તે હંમેશા એવા વ્યક્તિના રૂપમાં પણ ઓળખવામાં આવશે, જેમણે ક્રિકેટની રમતને આખા દેશમાં ફેવરિટ બનાવી દીધી. જો કપિલની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેમણે ૧૯૮૦માં પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ૧૯૯૬માં કપિલનાં ઘરે એક દીકરીએ જન્મ લીધો, જેનું નામ તેમણે આમિય દેવ રાખ્યું. જોકે કપિલના જીવનમાં એક એવું પણ ચેપ્ટર છે, જેનાથી ઘણા લોકો અજાણ છે.

હકીકતમાં હાલના સમયમાં સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર કમલ હસનની એક્સ વાઈફ તથા બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં સામેલ સારિકા એક સમયમાં કપિલના પ્રેમમાં પાગલ હતી અને બન્ને એકબીજા સાથે લગ્ન કરવાના હતા. પરંતુ પછી બંનેના લગ્ન થતાં થતાં રહી ગયા.તો આવો જાણીએ કે આખરે કેમ કપિલ અને સારીકાનો સંબંધ મુકામ સુધી પહોંચી શક્યો નહીં?

ક્રિકેટર કપિલ દેવ અને સારિકાની જ્યારે પહેલી મુલાકાત થઈ ત્યારે એ બંને  સિંગલ હતા. ઘણા રિપોર્ટ પ્રમાણે બંનેની મુલાકાત કરાવવાનો આઈડિયા મનોજકુમાર નો હતો. ફર્સ્ટ મીટીંગ પછી બંનેની અંગતમાં વાત શરૂ થઈ ગઈ અને ધીરે ધીરે બંનેનાં સંબંધો મિત્રતામાં બદલાઈ ગયો.

તે દરમિયાન કપિલ અને સારિકા વિશે ચારો તરફ વાતો શરૂ થવા લાગી અને તે દિવસોમાં આ બંને મીડિયાની હેડલાઇન્સ માં છવાયેલા રહેતા હતા. “હિન્દુસ્તાન ટાઇમ્સ” ની એક રિપોર્ટ પ્રમાણે તો કપિલ દેવ તે સમયે સારિકાને પોતાના પેરેન્ટ્સનાં ઘર પંજાબ પણ લઈને ગયા હતા. કારણ કે બંનેનું જલ્દી જ લગ્ન કરવાનું પ્લાનિંગ હતું.

બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક થી એક દિવસ બન્નેનાં બ્રેકઅપનાં સમાચારથી દેશભરમાં સનસની ફેલાવી દીધી. જોકે બંનેએ ક્યારેય પોતાના બ્રેકઅપ વિશે પબ્લિકલી કોઇ સ્પષ્ટતા ન આપી, પરંતુ અમુક રિપોર્ટ જણાવે છે કે સારિકા સાથે રિલેશન દરમિયાન કપિલને કોઈ બીજી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. કપિલનો લેડી લવ બીજું કોઈ નહીં પરંતુ તેમની વાઈફ રોમી ભાટિયા છે. જેની ક્રિકેટર સાથે મુલાકાત તેમના ક્લોઝ ફ્રેન્ડ સુનિલ ભાટિયાએ કરાવી હતી. કપિલ રોમીની સુંદરતાના દિવાના થઈ ગયા હતા અને એટલા માટે તેમણે સારિકાને છોડીને તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

વળી એક તરફ કપિલે રોમી ભાટિયા સાથે લગ્ન કરી પોતાની મેરિડ લાઈફ શરૂઆત કરી ત્યાં સારિકાએ તે સમયે સૌથી પોપ્યુલર એક્ટર કમલ હસનમાં પોતાનો પ્રેમ મેળવ્યો. કમલ એ દરમિયાન વાણી ગણપતિ સાથે લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ તે છતાં સારિકાની તરફ આકર્ષિત થવાથી તે પોતાને રોકી શક્યા નહીં. જોકે સમય સાથે સારિકાએ કમલ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો. કારણકે તે તેમની પર્સનલ લાઈફને ખરાબ કરવા ઈચ્છતી ન હતી, પરંતુ એવું કરવામાં તે અસફળ રહી.

કમલ અને સારિકાને એકબીજા થી ઘણો પ્રેમ થઈ ગયો હતો અને બંનેને એકબીજા વગર રહેવું મુશ્કેલ થઇ રહ્યું હતું. આ બધા વચ્ચે સારીકાનાં પ્રેગનેન્ટ થવાનાં સમાચાર પણ સામે આવવા લાગ્યા. ત્યારબાદ વર્ષ ૧૯૮૮માં કમલ એ વાણી સાથે પોતાના લગ્નસંબંધની તોડવાનો નિર્ણય કર્યો અને સારિકા સાથે લગ્ન કરી લીધા. પરંતુ આ બંનેનો સંબંધ પણ વધારે સમય ટકી શક્યો નહિ અને બંને વર્ષ ૨૦૦૪માં એકબીજાથી અલગ થઈ ગયા.

હાલમાં તે વાત સ્પષ્ટ છે કે કપિલની પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ લાઇફ પણ ઈન્ટરેસ્ટિંગ છે. તો તમને કપિલ અને સારિકાની લવ સ્ટોરી કેવી લાગી? અમને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવો. સાથે જ કોઇ મંતવ્ય હોય તો અવશ્ય આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *