બોલીવુડની આ ટોપ અને સુંદર એક્ટ્રેસનાં પ્રેમમાં પાગલ બન્યા હતા રાજ ઠાકરે, પરંતુ આ કારણથી લગ્ન કરી શક્યા નહીં

Posted by

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં ચીફ અને બાળ ઠાકરેનાં ભત્રીજા રાજ ઠાકરેએ હાલમાં જ પોતાનો ૫૩મો જન્મદિવસ ઉજવ્યો હતો. મહારાષ્ટ્રનાં રાજકારણમાં પ્રમુખ ચહેરા બનીને ઉભરેલા રાજ ઠાકરે બાલ ઠાકરેના નાના ભાઈ શ્રીકાંત ઠાકરેનાં દીકરા છે. રાજ ઠાકરે રાજનીતિમાં પોતાની ભાષા માટે જાણીતા છે. સાથે જ એમના અંગત જીવન પણ હંમેશાથી જ મશહૂર રહ્યું છે. ભલે તે ઉત્તર ભારતીયો સાથે મારપીટ કરવાનો વિષય હોય કે પછી કોઈ બોલીવુડ એક્ટ્રેસ પર એમનું દિલ આવી જવું.

તમને બતાવી દઈએ કે રાજ ઠાકરે પહેલાથી જ વિવાહિત હતા, તેમ છતાં એમનું દિલ સોનાલી બેન્દ્રે પર આવી ગયું હતું. બંને એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા હતા. પરંતુ એમના લગ્ન આ કારણે થઈ શક્યા નહીં. આ બંનેના અફેરની વાત જ્યારે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેને ખબર પડી તો એમણે બંનેના લગ્નથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. રાજ ઠાકરેનાં તાઉ અને શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરે એ રાજને કહ્યું કે, જો વિવાહિત હોવા છતાં પણ તે સોનાલી બેન્દ્રે સાથે લગ્ન કરશે તો એનાથી પાર્ટીની ઇમેજને નુકસાન થશે. સાથે જ એમણે કહ્યું, ભવિષ્ય માટે એ સારું નહીં રહેશે.

રાજ ઠાકરેએ ચુપચાપ બાલ ઠાકરેની વાત સાંભળી અને લગ્નનો નિર્ણય બદલી દીધો. એવું એટલા માટે થયું કારણ કે રાજ ઠાકરેને લાગતું હતું કે બાલ ઠાકરેનાં ગયા બાદ એમને જ પાર્ટીની કમાન મળશે, એટલા માટે એમણે કંઈ કહ્યા વગર બાલ ઠાકરેની વાત માની લીધી અને પોતાની પાર્ટી માટે પોતાનાં પ્રેમની કુરબાની આપી દીધી. પરંતુ પછી બાળ ઠાકરેના ગયા બાદ પાર્ટીની કમાન ઉદ્ધવ ઠાકરેને મળી અને રાજ ઠાકરેએ પોતાની બીજી પાર્ટી બનાવી લીધી.

બતાવી દઇએ કે રાજ ઠાકરેએ મરાઠી ફિલ્મોના ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર ડાયરેક્ટર રહેલા મોહન વાઘ ની દીકરી શર્મિલા સાથે લગ્ન કર્યા છે. આજે રાજ અને શર્મિલાનાં બે બાળકો છે. એમના દીકરાનું નામ અમિત અને દીકરીનું નામ ઉર્વશી છે. શર્મિલા હંમેશા જ પોતાના પતિ સાથે ઘણા અવસર પર એક સાથે નજર આવે છે. તે ફિલ્મોના પ્રીમિયર પર પણ સેલિબ્રિટી સાથે નજર આવે છે. રાજ ઠાકરે અને શર્મિલા ની લવ સ્ટોરીનો કિસ્સો પણ ખુબ જ  દિલચસ્પ છે. રાજ ઠાકરેનાં માતા બીમારીના કારણે હોસ્પિટલમાં દખલ હતી. આ વચ્ચે શર્મિલા એમને જોવા ગઈ હતી. શર્મિલાને પહેલી જ નજરમાં રાજ ઠાકરેની માતાએ વહુનાં રૂપમાં પસંદ કરી લીધી. પછી બંનેનાં લગ્ન કરવામાં આવ્યા.

આજે રાજ ઠાકરેની પત્ની ન માત્ર ઘર પરિવાર સાથે પરંતુ રાજકારણમાં પણ પતિ સાથે ઉભી રહે છે. મુંબઈ પોલીસે રાજ ઠાકરેને એકવાર ટોલ મુદ્દા પર ધરપકડ કરી લીધી હતી. પોતાના પતિને છોડાવવા માટે શર્મિલા પોલીસ સ્ટેશન ની સામે  બેસી ગઈ હતી. એટલા માટે પોલીસે પણ રાજ ઠાકરેને છોડવા પડ્યા હતા.

જણાવી દઈએ કે રાજ ઠાકરેના પિતા શ્રીકાંત ઠાકરે એક મ્યુઝીક ડાયરેક્ટર હતા. એટલા માટે એમણે પોતાના દીકરાનું નામ સ્વરરાજ રાખ્યું હતું. પરંતુ રાજ ને પોતાના પિતાના મ્યુઝિક થી વધારે તાઉ બાળ ઠાકરેના કાર્ટુન માં રસ હતો. બાલ સાહેબ ઠાકરે એ જ તેનું નામ સ્વરરાજ થી રાજ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *