બોલીવુડની આ ગ્લેમરસ એક્ટ્રેસે રાજ કુન્દ્રા પર બળજબરી કિસ કરવાનો આરોપ લગાવ્યો, કહ્યું – શિલ્પા થી ખુશ નહોતા

Posted by

મશહુર અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને એપ્લિકેશન પર પબ્લિશ કરવાનો આરોપ છે. આ મામલામાં હાલમાં રાજ કુંદ્રા ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં છે. જ્યારે રાજ કુંદ્રા અને અશ્લીલ ફિલ્મ બનાવવાની બાબતમાં ધરપકડ કરવામાં આવી હતી તો તે સમયે તેની સાથે જોડાયેલી ઘણી નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. હાલમાં રાજ કુન્દ્રા ન્યાયિક હિરાસતમાં છે. જણાવી દઈએ કે ૨૮ જુલાઇના રોજ કોર્ટ દ્વારા રાજ કુંદ્રા ની જામીન અરજી નકારી દેવામાં આવી હતી.

રાજ કુંદ્રા સાથે જોડાયેલા મામલો સામે આવ્યા બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ-તેમ ઘણી વાતો સામે આવી રહી છે. એક બાદ એક નવા એંગલ નીકળીને સામે આવી રહ્યા છે. રાજ કુંદ્રા ની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. તેની વચ્ચે એક એવો ખુલાસો થયો છે જેનાથી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનાં ખુશહાલ લગ્નજીવન ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મોડલ અને અભિનેત્રી શર્લિન ચોપડાએ શિલ્પા અને રાજ કુન્દ્રાનાં લગ્ન જીવન સાથે જોડાયેલો મોટો ખુલાસો કર્યો છે.

તમને જણાવી દઈએ કે શર્લિન ચોપડા ઇન્ડસ્ટ્રીમાં પોતાની ગ્લેમરસ ઇમેજ માટે મશહુર છે. હાલના દિવસોમાં શર્લિન ચોપડા એ સાયબર સેલ ને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમને આ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુંદ્રા છે. શર્લિન ચોપડાએ પોતાના નિવેદનમાં રાજ કુંદ્રાની સાથે બિઝનેસ કોન્ટ્રાક્ટ, શર્લિન ચોપડા એપ અને શિલ્પા શેટ્ટી સાથેના તેમના સંબંધો વિશે પણ વાત કરી હતી.

શર્લિન ચોપડા જણાવ્યું હતું કે રાજ તેમની ઘરે તેમની સાથે બળજબરી કરવાની કોશિશ કરતા હતા. તેમણે એપ્રિલ ૨૦૨૧માં રાજ કુંદ્રા વિરુદ્ધ શોષણ કરવાનો આરોપ લગાવીને એફઆઈઆર દાખલ કરાવી હતી. શર્લિન ચોપડાએ આગળ જણાવ્યું હતું કે રાજ કુંદ્રા ૨૭ માર્ચ, ૨૦૧૯નાં રોજ બિઝનેસ મીટિંગ બાદ કોઈ પણ જાણ કર્યા વગર તેમના ઘરે આવ્યા હતા. શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા પર બળજબરી કિસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે હું રાજ કુન્દ્રાને તેના માટે મનાઈ કરતી રહી હતી.

શર્લિન ચોપડાએ આગળ જણાવ્યું હતું કે કોઈ પરિણીત વ્યક્તિ સાથે સંબંધ રાખવો જોઈએ નહીં. આ વાત તેમણે રાજ કુન્દ્રાને પણ જણાવી હતી. તેના પર રાજ કુંદ્રા જણાવ્યું હતું કે તેની પત્ની શિલ્પા સાથે તેના સંબંધો કોમ્પ્લિકેટેડ છે અને તે ઘરે મોટાભાગના સમયમાં તણાવમાં રહે છે અને રાજ કુંદ્રા પર કિસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તે તેનો વિરોધ કરતી રહી અને તેણે રાજ કુન્દ્રાને અટકી જવા માટે કહ્યું કારણ કે તે ડરી ગઈ હતી. પરંતુ જ્યારે તેઓ માન્યા નહિ તો તે ધક્કો આપવામાં સફળ રહી અને તેણે પોતાને વૉશરૂમમાં જઈને બંધ કરી લીધી હતી.

તમને જણાવી દઈએ કે શર્લિન ચોપડાનો શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુંદ્રા સાથે કોન્ટ્રાક્ટ હતો. શર્લિન રાજ કુંદ્રા બધા પ્રોજેક્ટ માટે કામ કરી ચૂકી છે, જેના માટે તેને ખૂબ જ સારી રકમ પણ આપવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે શર્લિન ચોપડા અને એક પ્રોજેક્ટ માટે લગભગ ૩૦ લાખ રૂપિયા મળતા હતા અને તેમણે ૧૫ થી ૨૦ પ્રોજેક્ટ રાજ કુંદ્રા માટે કરેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *