બોલીવુડની લેટ નાઇટ પાર્ટીઓમાં શું-શું થાય છે? હકીકત જાણીને તમે વિશ્વાસ નહીં કરો

Posted by

બોલીવુડની લેટ નાઈટ પાર્ટીઓનું રહસ્ય તમને ચોંકાવી દેશે. બોલીવુડ ઇંડસ્ટ્રી ગ્લેમરથી ભરેલી છે. અહીંયા ની ઝાકઝમાળ ભરેલી લાઈફ દરેક લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. દરેક લોકો આ ઇન્ડસ્ટ્રી નો હિસ્સો બનવા માંગે છે. પરંતુ ખુબ જ ઓછા લોકો ઇન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડ ને જાણે છે. ખાસ કરીને જ્યારે બોલીવુડની પાર્ટીઓ થાય છે તો અહીંયા ઘણું બધું એવું થાય છે જેના વિશે સામાન્ય વ્યક્તિ વિચારી પણ શકતો નથી. બોલીવુડની આ પાર્ટીઓમાં એવા રહસ્ય છુપાયેલા હોય છે, જેની જાણ મીડિયાને પણ થતી નથી. તેવામાં આજે અમે તમને ફિલ્મી દુનિયામાં થતી આ પાર્ટીઓના ઊંડા રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ.

પાર્ટી હંમેશા લેટનાઇટ શરૂ થાય છે

તમે નોટિસ કર્યું હશે કે બોલીવુડની લગભગ દરેક પાર્ટી ૧૧ વાગ્યા બાદ શરૂ થાય છે. તેનું કારણ એ છે કે આ સમયે સિતારાઓ પબ્લિકની નજરોથી સરળતાથી બચી શકે છે. આ દરમિયાન તેમને સરળતાથી જોઇ શકાતા નથી અને તેમના લિંક અપની કારણ વગરની ચર્ચાઓ પણ થતી નથી. વળી અન્ય એક કારણ એવું છે કે દિવસની સરખામણીમાં રાત્રિના સમયે ટ્રાફિક ઓછો હોય છે. તેવામાં સિતારાઓ પોતાનો સમય બરબાદ કર્યા વગર વધુ સમય પાર્ટીને એન્જોય કરે છે.

બોલીવુડની પાર્ટીઓમાં મીડિયાને “નો એન્ટ્રી”

બોલીવુડની પાર્ટીઓનો બીજો નિયમ છે કે તેમાં મીડિયાને એન્ટ્રી આપવામાં આવતી નથી તેનું મુખ્ય કારણ છે કે ફિલ્મી સિતારા આ પ્રકારની પાર્ટીમાં ઘણા પ્રકારની ગોસિપ અને અંદરના રહસ્યની વાતો કરે છે. તેવામાં તેઓ ઇચ્છતા નથી કે તેમની આ વાતો મીડિયાના માધ્યમથી પબ્લિક સુધી પહોંચે. હકીકતમાં આ પાર્ટીઓમાં ઘણા કામ ખુલ્લેઆમ થતા હોય છે. ઘણા બધા ટોપીક પર જે પ્રકારની વાતો થાય છે તે સામાન્ય જનતાને માનવામાં આવતી નથી. એટલા માટે તે પોતાની ઇમેજને પબ્લિકની વચ્ચે જાળવી રાખવા માટે મીડિયાને આ પાર્ટીથી દુર રાખે છે.

ન-શો અને સે-ક્સ

બોલીવુડની પાર્ટીમાં ન-શો પણ થાય છે. શરાબ તો અહીંયા જરૂરથી હોય છે. વળી શરાબનાં ન-શામાં સ્ટાર્સ ભાન ગુમાવી બેસે છે અને એવી હરકતો કરે છે જે મીડિયામાં તેમની છબી બગાડી શકે છે. તે સિવાય લવર અફેર, બ્રેકઅપ અને સે-ક્સ સાથે જોડાયેલા ટોપીક ઉપર પણ વાતો થતી હોય છે. અહીંયા નોન-વેજ જોક્સ પણ સંભળાવવામાં આવે છે. ક્યારેક-ક્યારેક ન-શાની હાલતમાં સિતારાઓ એકબીજા સાથે ઝઘડો પણ કરી બેસે છે. વળી તમને મિકા સિંહનો નશામાં રાખી સાવંતના તેમના બર્થ ડે પર કરેલી કિસ તો યાદ હશે. બસ આવા પ્રકારના કિસ્સા અહીંયા બનતા હોય છે.

આ પાર્ટીઓમાં ઘણા લવ અફેર ની શરૂઆત થાય છે. શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાનું લવ અફેર પણ આવી પાર્ટીઓને લીધે જ થયું હતું. અહીંયાં એક સાથે ઘણા બધા સિતારાઓ પરસ્પર મળે છે અને અમુક એકબીજાની ખુબ જ નજીક પણ આવી જાય છે. બસ એ જ કારણ છે કે બોલીવુડ પોતાની પાર્ટીઓના રહસ્ય ઉજાગર કરવાનું પસંદ કરતું નથી. જો તેમના રહસ્ય બહાર આવી જાય તો તેની ખરાબ અસર તેમની ફિલ્મો પર પડવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *