બ્રમ્હાચારી હનુમાનજીએ ખાસ પરિસ્થિતિમાં કરવા પડ્યા હતા આ ૩ વિવાહ, જાણો તેના વિશે વિસ્તારપુર્વક

Posted by

હનુમાનજીને હિન્દુ ધર્મમાં ખુબ જ માનવામાં આવે છે. હનુમાનજીની ભક્તિ કરવાથી તેમના ભક્તો હંમેશા દુઃખ અને સંકટથી દુર રહે છે. તેમને આ કારણને લીધે સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાનજીનાં ઘણાં નામ છે. ભલે બજરંગ બલી કહે લો કે પછી રામભક્ત કહી લો, હનુમાનજી ભગવાન શ્રીરામનાં પરમ ભક્તનાં રૂપમાં પણ ઓળખવામાં છે. શાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસા વાંચવાથી વ્યક્તિનાં દિવસ ઉજ્જવળ બનવા લાગે છે. કોઈપણ વ્યક્તિનાં જીવનમાં આવેલી દરિદ્રતા દુર થવા લાગે છે.

હનુમાનજી એક બાળ બ્રહ્મચારી અને રામભક્તનાં રૂપમાં પણ પુજવામાં આવે છે. આ વાત તો પ્રચલિત છે. પરંતુ શું તે અવિવાહિત હતા, તે કદાચ સંપુર્ણ રીતે સાચું નથી. પૌરાણિક કથા અનુસાર જોવામાં આવે તો એમના કુલ 3 લગ્ન થયા હતા. પરંતુ આ ત્રણ ની પરિસ્થિતિ અને કાળ એકદમ અલગ અને રોચક રહ્યા છે.

અમુક રીતે તેની પુષ્ટિ આંધ્રપ્રદેશના એ મંદિરમાં પણ થાય છે, જ્યાં હનુમાનજીની એમની પત્ની સાથે એક મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે આ મંદિરની માન્યતા ખુબ જ દુર સુધી છે. અહીં ઘણા કપલ પોતાના લગ્નજીવનને સુખમય બનાવવા માટે દર્શન કરવા આવે છે. આજે અમે તમને જણાવીએ કે બાલ બ્રહ્મચારી રહેલા હનુમાનજીનાં ૩-૩ વિવાહ કેમ અને કેવી રીતે કરવામાં આવ્યા હતા.

પહેલા સુર્યદેવ પુત્રી સુર્વચલા

પરાશર સંહિતા અનુસાર બજરંગ બલી ની પહેલી પત્ની સુર્યપુત્રી સુર્વચલા હતી. માન્યતા છે કે રુદ્રાવતાર હનુમાનજી સુર્યનાં શિષ્ય હતા. તેવામાં સુર્યદેવને તેમને વિદ્યાઓનું જ્ઞાન આપવાનું હતું. એવામાં હનુમાનજી પાંચ વિદ્યાઓ શીખ્યા હતા. પરંતુ બાકીની ૪ વિદ્યા ફક્ત કોઇ વિવાહિત વ્યક્તિ જ શીખી શકતું હતું. તેવામાં સુર્યદેવે હનુમાનજીને વિવાહ માટે કહ્યું હતું. એમના માટે એમણે પોતાની દીકરી સુર્વચલા પસંદ કરી. કહેવાય છે કે સુર્વચલા હંમેશા જ તપસ્યામાં બેસી રહેતી હતી. જેનાં લીધે પોતાની શીક્ષા પુરી કરવા માટે  હનુમાનજીએ સુર્વચલા સાથે વિવાહ કરવા પડ્યા. હનુમાનજી સાથે વિવાહ કર્યા બાદ સુર્વચલા સદા માટે તપસ્યામાં મગ્ન થઈ ગઈ.

બીજા લગ્ન રાવણ પુત્રી અનંગકુસુમા

પઉમચરીતના એક પ્રસંગ અનુસાર રાવણ અને વરુણદેવ વચ્ચે જ્યારે યુદ્ધ થયું તો વરૂણ દેવ અને હનુમાનજી રાવણ સાથે લડ્યા હતા. સાથે જ એમના બધા પુત્રોને બંદી બનાવવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે યુદ્ધમાં હાર્યા બાદ રાવણે પોતાની દુહિતા અનંગકુસુમા નાં વિવાહ હનુમાન સાથે કરી દીધા હતા. આ વિવાહની જાણકારીનો ઉલ્લેખ શાસ્ત્ર પઉમચરીત માં મળી આવે છે કે સીતાહરણનાં સંદર્ભમાં ખરદુષણ વધનાં સમાચાર લઈને રાક્ષસદુત હનુમાનની સભામાં પહોંચ્યા તો અંત:પુરમાં શોક છવાઈ ગયો હતો અને અનંગકુસુમા મુર્છિત થઇ ગઇ હતી.

વરુણ ની પુત્રી સત્યવતી

વરુણદેવ અને રાવણ વચ્ચે થયેલા યુદ્ધમાં હનુમાનજીએ પ્રતિનિધિ તરીકે લડીને વરુણદેવને જીત અપાવી હતી. ત્યારબાદ તેનાથી પ્રસન્ન થઈને વરુણદેવે પુત્રી સત્યવતીનાં લગ્ન હનુમાન સાથે કરી દીધા હતા. આપણા શાસ્ત્રોમાં ભલે હનુમાનજીનાં આ લગ્ન વિશે ખબર નથી પડતી, પરંતુ આ ત્રણેય લગ્ન વિશેષ પરિસ્થિતિમાં થયા હતા. સાથે જ આ વાતથી જાણવા મળે છે કે હનુમાનજી એ ક્યારેય પણ પોતાની પત્ની સાથે વૈવાહિક સંબંધોનો નિર્વાહ કરેલ નથી. હનુમાનજી આજીવન બ્રહ્મચારી જ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *