બ્રહ્માજી દ્વારા સિદ્ધ કરેલ આ મંત્ર ખોલી દેશે તમારા ભાગ્યના દરવાજા

Posted by

આજના સમયમાં પૈસો કોને વહાલો નથી હોતો. લોકો પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે છે. આજના સમયમાં સારી નોકરી મળવી પણ મુશ્કેલ છે. સારું ભણેલા હોવા છતાં પણ ક્યારેક સારી નોકરી ના મળવાથી વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું એક ચમત્કારિક મંત્ર વિશે જેનો રાત્રે સુતા પહેલા જાપ કરવાથી યશ, ધન-સંપત્તિ, નામના બધું જ મળી રહેશે. તમારી જિંદગીમાં કોઈ સુખની કમી નહી રહે. તો જાણીએ એ ચમત્કારિક મંત્ર વિશે વિસ્તારમાં.

અમે તમને જે મંત્ર વિશે જણાવી રહ્યા છીએ એ છે ગણેશજી નો મંત્ર. ગણેશજી રિદ્ધિ સિદ્ધિ, બુદ્ધિના દાતા તેમજ આઠ સિદ્ધિઓ અને નવ નિધીઓના દાતા છે. આપણે કોઈપણ શુભ કાર્યનો આરંભ કરીએ ત્યારે ગણેશજીની આરાધના કરવામાં આવે છે. આપણે જે મંત્રની વાત કરી રહ્યા છીએ તે મંત્ર ગણેશજીના બધા મંત્રો માનો એક મહાન સિદ્ધ મંત્ર છે. કારણકે આ સિદ્ધ મંત્રને બ્રહ્મદેવે પોતે ભગવાનની ભક્તિ માટે પ્રગટ કરેલો છે. માત્ર ૭ જ અક્ષરનો ગણેશજીના આ મંત્રને પુરી શ્રદ્ધા થી જો રટણ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી રહેતી નથી. સાથે સાથે વિઘ્નહર્તા ગણેશજી આપણા જીવનમાં આવતા તમામ વિઘ્નો પણ દુર કરે છે અને સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

રાત્રે જ્યારે તમે પથારીમાં સુતા હોય અને ઊંઘ આવવાની તૈયારી હોય એના થોડા સમય પહેલા જ તમારે આ મંત્રનો જાપ કરવાનું શરૂ કરી દેવાનું છે અને જાપ ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી તમને ઊંઘ ના આવી જાય. તમારે રોજ આવી રીતે આ મંત્રનો જાપ કરવાનો છે. એકદિવસ પણ ભૂલ્યા વગર. તમે મુસાફરીમાં કરતા હોય કે, સ્નાન કર્યું હોય કે ના હોય સુતા સમયે તમારે આ મંત્રનો જાપ કરવાનો રહેશે. આ મંત્રનો જાપ કરતા કરતા જ તમારે સુઈ જવાનું છે.

આ મંત્રનો જાપ તમારે મનમાં કોઈ ખરાબ વિચારો કર્યા વગર આંખ બંધ કરીને કરવાનો છે. આંખ બંધ કર્યા વગર આ મંત્રનો જાપ કરવો નહિ. આ મંત્રનો જાપ કરતી વખતે મનને પણ શાંત રાખવું ખુબ જ જરૂરી છે. આ મંત્રનો જાપ શરૂ કર્યા બાદ એકદિવસ પણ મંત્રનો જાપ કર્યા વગર સુવાનું નથી. જો તમે રોજ આ મંત્રનો જાપ કરશો તો એકદિવસ જ્યારે તમારો મંત્ર પરમ સિદ્ધિને પામશે ત્યારે તમારું નસીબ ખુલી જશે.

આ મંત્રનો જાપ કરતા કરતા તમને નીંદર આવી ગઈ તો આખી રાત મંત્રનો જાપ કરો એટલું ફળ તમને મળશે. આ મંત્રનો જાપ કરીને સૂવાથી રાત્રે ખરાબ સપના નહિ આવે સાથે સાથે નીંદર પણ સારી આવશે અને તણાવથી પણ તમે દૂર રહેશો અને જ્યારે તમે બીજા દિવસે ઉઠશો ત્યારે તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે.

“ઓમ વક્રતુંડાય નમઃ” આ મુજબ મંત્રનો જાપ આંખ બંધ કરીને જ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *