ભાઈ બહેનોના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પુનમ તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ૧૧ ઓગસ્ટ ગુરૂવારના દિવસે આવી રહેલ છે. પુનમની તિથિ નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. માન્યતા છે કે શુભ કાર્યો માટે પુનમ ઉત્તમ હોય છે. રક્ષાબંધનના દિવસે બહેન શુભ મુહુર્તમાં ભાઈના હાથ ઉપર રાખડી બાંધે છે અને તેની લાંબી આયુષ્યની ભગવાનને પ્રાર્થના કરે છે.
વળી ભાઈ પણ બહેનને ગિફ્ટ અને તેની રક્ષા નું વચન આપે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે રાખડી બાંધતા સમયે અમુક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આ વાતોને નજરઅંદાજ કરવાથી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો ચાલો જાણીએ કે ભાઈને રાખડી બાંધતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
રક્ષાબંધન ૨૦૨૨ શુભ મુહુર્ત
હિન્દુ પંચાંગ અનુસાર ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ નાં રોજ રાખડી બાંધવા માટે શુભ મુહુર્ત સવારથી શરૂ થઈ જશે. આ દિવસે સવારે ૧૧ વાગ્યાને ૩૮ મિનિટથી લઈને રાત્રે ૯ વાગ્યા સુધી રાખડી બાંધવાનો સમય શુભ છે. તમે આ શુભ મુહુર્તમાં પોતાના ભાઈના હાથ ઉપર રાખડી બાંધી શકો છો. જણાવી દઈએ કે બપોરે ૧૨ વાગ્યાને ૦૬ મિનિટથી લઈને બપોરે ૧૨ વાગ્યાને ૫૭ મિનિટ સુધી અભિજીત મુહુર્ત રહેશે અને અમૃત કાલ સાંજે ૬ વાગ્યાને ૫૫ મિનિટથી રાત્રે ૮ વાગ્યા ને ૨૦ મિનિટ સુધી રહેશે.
રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો
૧૧ ઓગસ્ટ રક્ષાબંધનનાં દિવસે સૌથી મોટી સમસ્યા ભદ્રાના સમયને લઈને છે. ૧૧ ઓગસ્ટ નાં રોજ ભદ્રા સવારે ૯ વાગ્યા ને ૩૪ મિનિટથી લઈને સાંજે ૪ વાગ્યાને ૨૬ મિનિટ સુધી છે. હવે સમગ્ર ભદ્રાકાળમાં રાખડી બાંધવામાં આવી શકે નહીં. તેવામાં તમારે ૧૧ ઓગસ્ટનાં રોજ ૪ વાગ્યાને ૨૬ મિનિટ બાદ જ રાખડી બાંધવી જોઈએ અથવા બંધાવવી જોઈએ.
કાશી પંચાંગ અનુસાર શ્રાવણ માસની પુનમ તિથિ ૧૧ ઓગસ્ટના દિવસે ગુરુવારના દિવસે સવારે ૯ વાગ્યાને ૩૪ મિનિટ થી પ્રારંભ થઈને બીજા દિવસે ૧૨ ઓગસ્ટ શુક્રવારના સવારે પ વાગ્યાને ૫૮ મિનિટ સુધી માન્ય છે. ૧૨ ઓગસ્ટ નો સુર્યોદય થતા પહેલા જ પુનમ તિથિ સમાપ્ત થઈ રહી છે. શ્રાવણ પુર્ણિમાની તિથિમાં જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. તેવામાં ૧૧ ઓગસ્ટના આખા દિવસે શ્રાવણ પુર્ણિમા છે, તો રક્ષાબંધન આ દિવસે ઉજવવી વધારે યોગ્ય છે.
બહેનોએ રાખવું આ વાતનું ધ્યાન
જ્યોતિષશાસ્ત્રમાં રક્ષાબંધનને લઈને અમુક નિયમો વિશે જણાવવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ તમારે ચોખ્ખા કપડાં પહેરી લેવા. આ દિવસે સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું. તેની સાથે જ શુભ મુહુર્તમાં વિધિપુર્વક પુજા કરો. ભાઈ માટે રાખડીની થાળીને યોગ્ય રીતે સજાવટ કરો. રાખડીનાં દિવસે ભુલથી પણ ક્રોધ અથવા અહંકાર ન કરો. ભાઈ-બહેને રક્ષાબંધનના દિવસે ભુલથી પણ ઝઘડો કરવો જોઈએ નહીં. રક્ષાબંધનનો તહેવાર સંપુર્ણ શ્રદ્ધા ભાવની સાથે ઉજવવો જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ.