ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) હવે બીજા BSNL નંબર રિચાર્જ કરવા પર ૪% નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. આ ઓફર ૩૧ મે સુધી વેલિડ છે. આ ઓફર અંતર્ગત બીએસએનએલના રજીસ્ટર યુઝર્સ પોતાના મિત્રો અને સંબંધોનું રિચાર્જ કરીને ૪% ડિસ્કાઉન્ટ કમાઈ શકે છે. આ પહેલા ભારતી એરટેલ, વોડાફોન અને જીયો દ્વારા પણ આવી સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. એરટેલે એપ્રિલની શરૂઆતમાં એરટેલ થેન્ક્સ એપ દ્વારા આ સર્વિસ શરૂ કરી હતી. જેમાં એરટેલના બીજા નંબર રિચાર્જ કરવા પર ૪% સુધી ક્રેડિટ મળતું હતું.
BSNL ની સ્કીમ
BSNL એપ્રિલના બીજા સપ્તાહમાં “ઘર બેઠે રિચાર્જ” અને “અપનો કી મદદ સે રિચાર્જ” સ્કીમ લાવ્યું હતું. જેનાથી તમે પોતાના ફ્રેન્ડને રિચાર્જ માટે રિક્વેસ્ટ મોકલી શકો છો. જોકે તે સમયે કંપનીએ કેશબેક અથવા ડિસ્કાઉન્ટની ઘોષણા કરી હતી નહીં.
કમાણી માટે જીયો પણ લાવ્યું એપ
એરટેલ ની જેમ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જીયો પણ JioPOS Lite એપ રજૂ કરી છે. જેના દ્વારા યુઝર જીયો પાર્ટનર બનીને દરેક રીચાર્જ પર વધારાનો કેશબેક કમાઈ શકે છે. આ એપમાં યુઝરને સાઇનઅપ કરવાનું હોય છે. ત્યારબાદ પૈસા લોડ કરીને બીજા જીયો યુઝરનું રિચાર્જ કરી શકાય છે. એપમાં લોડ થતા પૈસા વોલેટમાં જાય છે. એનરોલ કરવા વાળા યુઝર દર મહિને રિચાર્જ કરીને કમિશન મેળવે છે અને તે એપ દ્વારા પોતાને દરરોજની કમાણી મોનીટર કરી શકે છે.
વોડાફોન આઇડિયા યુઝર માટે પણ કમાણીનો અવસર
કંપની હવે આ પ્રોગ્રામને Recharge For Good નામ આપ્યું છે. ગ્રાહકને હવે રિચાર્જ કરવા પર ૬% સુધી કેશબેક મળી શકે છે. એટલે કે યુઝર્સ પોતાના મિત્રો અથવા પરિવારના સદસ્યોના નંબર પર રીચાર્જ કરીને કમાણી પણ કરી શકશે. કંપનીનો ઇરાદો છે કે લોકડાઉનના આ મુશ્કેલ સમયમાં ગ્રાહકોને રીચાર્જ કરવામાં કોઇ પરેશાની ન થાય. આ ઓફર ૩૦ એપ્રિલ ૨૦૨૦ સુધી લાગુ છે.