બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાન પોતાની એક્ટિંગને લઈને તો ખૂબ જ મશહૂર છે, તેની સાથે સાથે પોતાના લુકને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. જોકે આમિર ખાનનાં ફેન્સ તેમના દરેક લુકને ખૂબ જ પસંદ કરે છે. આમિર ખાન એટલી વખત પોતાનો લૂક ચેન્જ કરી ચૂક્યા છે કે તેમની પત્ની પણ ક્યારેક ક્યારેક કન્ફ્યુઝ થઇ જાય છે. જી હાં, કિરણ રાવ કહે છે કે હું પણ ઘણી વખત ભૂલી જાઉં છું કે અસલી આમિર ખાન કોણ છે અને કેવા દેખાય છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેમની અસલી તસવીર વાયરલ થઇ રહી છે. તો ચાલો જોઈએ કે હવે આમિર ખાન કેવા દેખાઈ રહ્યા છે.
૫૫ વર્ષની ઉંમરમાં પણ ડેશિંગ અને હેન્ડસમ છે આમિર
હકીકતમાં કોરોના કાળ દરમિયાન લોકડાઉનને કારણે આમિર ખાનની હકીકત સામે આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે આમિર ખાનની ઉમર ૫૫ વર્ષથી વધારે થઈ ચૂકી છે, એટલે હવે ૫૫ વર્ષીય આમિર ખાન કોઈ વૃદ્ધ વ્યક્તિ જેવા નજર આવી રહ્યા છે. વાળ બધા જ સફેદ દેખાઈ રહ્યા છે. પરંતુ સફેદ વાળમાં પણ આમિર ખાન ખૂબ જ ડેશિંગ અને હેન્ડસમ નજર આવી રહ્યા છે. જણાવી દઈએ કે તેમના આ લુકને તેમને દીકરી ઈરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરેલ છે. તમે પણ અમીર ખાનનાં આ લુકને અહીં જોઈ શકો છો.
હકીકતમાં ૨૧ જૂનના રોજ ફાધર્સ ડે હતો. આ અવસર પર દરેક વ્યક્તિ સોશિયલ મિડીયા પર પોતાના પિતાની તસવીર લગાવીને ફાધર્સ ડે ને પોતાના પિતા માટે ખાસ બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ કડીમાં ઇરા ખાને પણ પોતાના પિતા આમિર ખાનની એક તસવીર શેયર કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ તસવીર લોકડાઉનનાં તે સમયની છે, જ્યારે દરેક વ્યક્તિ પોતાના ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યો હતો.
આ તસવીરમાં આમીર ખાન ખુરશી પર આરામથી બેસીને હસી રહ્યા છે. વળી તેમની દીકરી ઇરા પણ તેમની પાછળ બેસીને હસી રહી છે. બંને આ તસવીરમાં ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. આ ફોટોને શેયર કરતાં ઇરાએ લખ્યું, “ફાધર્સ ડેની શુભકામનાઓ મારી સાથે હોવા માટે આભાર.”
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ઇરા ખાન
મહત્વપૂર્ણ છે કે આમિર ખાનની દિકરી ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટોઝ ફેન્સની સાથે શેયર કરતી રહે છે. સોશિયલ મીડિયામાં તો ઘણી વખત તેમના ફિલ્મ ડેબ્યુને લઈને પણ અફવા ઊડી ચૂકી છે. પરંતુ અત્યારે ઈરા ખાન ની કોઈપણ ફિલ્મ આવી રહી નથી અને આમિર ખાન પણ પોતાની દીકરીને ફિલ્મમાં લોન્ચ કરવાના મૂડમાં નથી. આમિરની દિકરી સિવાય તેમનો દીકરા જુનેદ પણ હજુ ફિલ્મોથી દૂર છે.
આમિર ખાનના વર્કફ્રન્ટ ની વાત કરીએ તો આ વર્ષે ડિસેમ્બરમાં તેમની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થવાની હતી. પરંતુ હવે કોરોના મહામારીને કારણે બોલિવૂડમાં ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઉથલ-પાથલ મચી ગઇ છે. તેવામાં લાલ સિંહ ચઢ્ઢા ની રિલીઝ ડેટને પણ આગળ ખસેડી દેવામાં આવી શકે છે.