બુધ્ધિ અને વાણીનાં પ્રતિક બુધ ગ્રહનું કન્યા રાશિમાં થશે ગોચર, આ ૪ રાશિવાળા લોકોને થઈ જશે બલ્લે બલ્લે

હિન્દુ ધર્મમાં જ્યોતિષનું ખુબ જ મહત્વ છે અને જ્યોતિષ અનુસાર ૧૨ રાશિઓ હોય છે. આ રાશિનાં અલગ અલગ સ્વામી ગ્રહ હોય છે. આ બધી ૧૨ રાશિ માંથી મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે. જણાવી દઇએ કે બુધ ને વાણી અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે અને બુધ ગ્રહ ૨૬ ઓગસ્ટે રાશિ પરિવર્તન કરશે. બુધ ગ્રહ ૨૬ ઓગસ્ટ દિવસ ગુરુવારે પોતાની જ રાશિ કન્યામાં ગોચર કરવા જઈ રહ્યો છે. જ્યાં તેની મુલાકાત શુક્ર ગ્રહ સાથે થશે, જે પહેલાથી આ રાશિમાં રહેલ છે. તેવામાં એક રાશિમાં બે ગ્રહનો સંયોગ બની રહ્યો છે. વળી બુધ આ રાશિમાં ૨૨ સપ્ટેમ્બર સુધી રહેશે. ત્યારબાદ તે તુલા રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહનું વિશેષ મહત્વ છે અને તેને ગ્રહનાં રાજકુમારનો દરજ્જો પ્રાપ્ત છે. સાથે જ કન્યા બુધની ઉચ્ચ રાશિ પણ છે એટલા માટે આ ગોચરને વધારે મહત્વ અને ફળદાયી માનવામાં આવી રહ્યું છે.

એટલું જ નહીં જ્યોતિષ પ્રમાણે તો બુધ જ્યાં સુધી કોઈ રાશિમાં ગોચર કરે છે તો તેની અસર બધી રાશિ પર જોવા મળે છે. તેનાથી અમુક રાશિનું ભાગ્ય ઉદય થાય છે અને જીવનમાં  સંપન્નતા આવે છે. તો વળી અમુક રાશિઓને ઉતાર-ચઢાવનો સામનો કરવા પડે છે.

આજે અમે તમને જણાવીશું કે કઈ રાશિના જાતકો માટે બુધ ગ્રહનો આ ગોચર નસીબદાર સાબિત થશે. તે પહેલા જણાવી દઈએ કે  બુધ પોતાની જ રાશિ કન્યામાં ૨૬ ઓગસ્ટ ૨૦૨૧ ગુરુવારે પ્રાતઃ ૧૧ કલાક ૨૦ મિનિટ પર પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બુધનું આધિપત્ય વ્યાપાર, વ્યવસાય, જ્ઞાન, બુદ્ધિ, નિર્ણય ક્ષમતા વગેરે પર પ્રભાવ પાડે છે. તેવામાં આવો હવે જાણીએ કઇ રાશિ પર તેની અસર શું થશે અને બુધની મજબુતી માટે કયા ઉપાય કરવા જોઈએ.

મેષ રાશિ

છઠ્ઠા ભાવમાં બુધનો ગોચર હોવાથી આ રાશિના જાતકોને રોગમાંથી રાહત મળશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. સાથે જ પરાક્રમ અને શક્તિમાં વૃદ્ધિ થશે.

વૃષભ રાશિ

જણાવી દઇએ કે બુધ ગ્રહના રાશિ પરિવર્તન નો આ રાશિના જાતકો પર પ્રભાવ એવો પડશે કે સંતાનનાં કાર્ય કુશળતાથી થશે. શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે. શિક્ષકોનું વિશેષ સન્માન મળશે અને આર્થિક લાભ થશે. વ્યાપારમાં વૃદ્ધિ થશે.

મિથુન રાશિ

રોગથી મુક્તિ, સર્વત્ર લાભ સુખની પ્રાપ્તિ. નિર્ણય લેવામાં સફળ થશો. ઉત્તમ વ્યાપાર અને નોકરીમાં પ્રગતિ થશે.

કર્ક રાશિ

ધનલાભનાં સંકેત છે. સાહસ પરાક્રમમાં વૃદ્ધિ થશે. ખર્ચની સ્થિતિ બનશે. વ્યાપારનો વિસ્તાર કરશો. નોકરીમાં લાભ.

સિંહ રાશિ

જણાવી દઇએ કે આ રાશિના દ્વિતિય ભાવમાં બુધ ગ્રહ ગોચર કરશે. બુધ વાણી અને સંચારનાં કારક ગ્રહ છે અને તમારા દ્વિતીય ભાવ પણ વાણી અને સંચારના જ ભાવ કહેવામાં આવે છે. તેવામાં બુધ ગ્રહ તમારા માટે સારા ફળ લઈને આવશે.આ દરમિયાન તમને સામાજિક સ્તર પર પ્રતિષ્ઠા મળી શકે છે. જે લોકો રાજનીતિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમના જીવનમાં ઘણા મોટા બદલાવ જોવા મળી શકે છે. આ સિવાય જો તમે કોઈ સંપત્તિ કે જમીનમાં નિવેશ ની યોજના બનાવી રહ્યા છો તો બુધ ગ્રહ તમને શુભ ફળ આપશે.

કન્યા રાશિ

બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી કન્યા રાશિના જાતકોનો શારીરિક-માનસિક પક્ષ મજબુત બનશે. એટલું જ નહીં આ રાશિના જાતકો માટે પૈસાની આવક થશે. કાર્યમાં પ્રગતિ થશે. દાંપત્યજીવનમાં પ્રેમ વધશે.

તુલા રાશિ

આ રાશિનાં જાતકોનાં ખર્ચ વધવાની સંભાવના છે. અચાનક પારિવારિક જરૂરિયાત પર પૈસા ખર્ચ થઈ શકે છે. ભાગ્ય મજબુત થશે અને રોગ દુર થશે.

વૃશ્ચિક રાશિ

બુધ ગ્રહના રાશિ પરિવર્તનનાં વૃશ્ચિક રાશિના જાતકો પર એવો પ્રભાવ પડશે કે આ રાશિના જાતકોની આવકના નવા સ્ત્રોત મળશે. વ્યાપારમાં લાભ, નોકરીમાં પ્રમોશન, સંપત્તિમાં વધારો થશે. આ સિવાય સ્વાસ્થ્યમાં નરમાઈ પણ જોવા મળશે.

ધન રાશિ

નવા કાર્ય પ્રાપ્ત થશે. પારિવારિક અને દામ્પત્ય જીવનમાં થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે. સ્વાસ્થ્યમાં પહેલાથી સુધાર આવશે.

મકર રાશિ

જ્યોતિષ અનુસાર બુધ ગ્રહનું કન્યા રાશિમાં ગોચર થવાને કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય મજબુત થશે. સર્વત્ર સફળતા અને સુખ પ્રાપ્ત થશે. રોગમાં કમી આવશે. ખર્ચમાં પણ કમી આવશે. તે સિવાય લાભ મળશે.

કુંભ રાશિ

શિક્ષણ ક્ષેત્રમાં સફળતા, સન્માન મળી શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આર્થિક લાભ મળશે.

મીન રાશિ

સુખની પ્રાપ્તિ થશે. શારીરિક સુખ, દાંપત્ય સુખ ભરપુર મળશે. આર્થિક સ્થિતિ પ્રબળ થશે અને નોકરીમાં પ્રગતિ મળશે.

ઉપયોથી બુધ ગ્રહને આ ઉપાયથી મજબુત કરી શકાય છે

જણાવી દઇએ કે બુધનાં કન્યા રાશિમાં ગોચર દરમિયાન બધી રાશિના જાતકોએ અમુક વિશેષ ઉપાય કરવા જોઈએ. જેથી જેના માટે ગોચર સારું નથી તેમને લાભ મળવા લાગે અને જેમના માટે ઉત્તમ છે તેમના સુખમાં વધારે વૃદ્ધિ થાય. આવો જાણીએ આવા સમયમાં બધી રાશિના જાતકોએ શું કરવું જોઈએ. જેનાથી તેમનો બુધ ગ્રહ મજબુત બની શકે.

પ્રત્યેક રાશિના જાતક બુધનાં કન્યા રાશિમાં ગોચર દરમિયાન પ્રતિદિન પોતાના ઘરમાં કે આસપાસ લાગેલા ઝાડની સેવા કરો. તુલસી, પીપળા, લીમડા, વડ, શમી વગેરેના ઝાડ માં નિયમિત રૂપથી જળ અર્પિત કરો. સાથે જ સંધ્યાકાળનાં સમયે તુલસીની નજીક દીપક પ્રજ્વલિત કરો. તેનાથી બુધ ગ્રહ તમારી રાશિમાં મજબુત થશે અને તમને મનોવાંછિત ફળ પ્રાપ્ત થશે.

  • તે સિવાય પ્રત્યેક રાશિના જાતક નિયમિત રૂપથી ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરો. સંભવ હોય તો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો.
  • બુધ ગ્રહને મજબુત બનાવવા માટે ગણેશજીને પ્રત્યેક બુધવારે ૧૦૮ દરોઈ કે શમીપત્ર અર્પિત કરો.
  • આ બધાથી અલગ પ્રત્યેક બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • જ્યારે ઉભા લીલા મગનું દાન કરો. તેનાથી પણ ફાયદો મળે છે.