દિમાગ તો બધા પાસે હોય છે પરંતુ બુદ્ધિ બધા પાસે નથી હોતી. બુદ્ધિવાળા લોકોમાં પણ ત્રણ કેટેગરી હોય છે. પહેલી ઈન્ટેલિજન્ટ, બીજી સામાન્ય બુદ્ધિ વાળા અને ત્રીજી મંદબુદ્ધિ વાળા લોકો. બુદ્ધિમાન લોકો દરેક સમયે પોતાનું કામ અને લક્ષ્ય પર ફોકસ કરતા રહે છે અને કોઈપણ રીતે સફળ થાય છે. તેમના માટે સફળતા તે ઝુનુન હોય છે. બુદ્ધિમાન લોકો પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બુદ્ધિશાળી લોકોમાં થોડી ખરાબ આદતો પણ હોય છે. જોકે આ ખરાબ આદત તેમની ઓળખાણ હોય છે, તેમની કમજોરી નહીં. તો આવો તમને બતાવી દઈએ કે બુદ્ધિમાન લોકોમાં ૩ ખરાબ આદતો કઈ કઈ હોય છે.
શું હોય છે ઈન્ટેલિજન્ટ લોકોની ઓળખાણ
ભલે તમને સાંભળવામાં અને વાંચવામાં થોડું અજીબ લાગે પરંતુ તે સંપુર્ણ રીતે સત્ય છે. બુદ્ધિશાળી લોકોમાં ૩ ખરાબ આદતો હોય છે, જે તેમને અન્ય લોકોથી એકદમ અલગ બનાવે છે. ઈન્ટેલિજન્ટ લોકોની આ ખરાબ આદતો એમને બીજાથી અલગ બનાવે છે. આજે અમે તમને બતાવશું કે બુદ્ધિશાળી લોકોમાં ત્રણ ખરાબ આદતો કઈ કઈ હોય છે, જે એમના દિમાગને તેજ બનાવી રાખવામાં સાથ આપે છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં ઈન્ટેલિજન્ટ લોકોની થોડી ખામીઓ સામે આવી છે. એ તેમની ખામી છે જે એમને બુદ્ધિમાન બનાવે છે.
પહેલી ખરાબ આદત
સામાન્ય રીતે તો જે લોકો વાત-વાતમાં “કસમ” ખાતા હોય છે તે બુદ્ધિશાળી માનવામાં આવે છે. રિસર્ચ પ્રમાણે વાત-વાતમાં કસમ ખાવા વાળા લોકો ભરોસને લાયક નથી હોતા. પરંતુ એવા લોકો ઘણો બુદ્ધિશાળી માનવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે તે લોકો પોતાના બચાવ માટે જ કસમનો આશરો લે છે. રિસર્ચ પ્રમાણે કસમ ખાવા વાળા લોકો દિમાગી રૂપથી ઘણાં તેજ હોય છે. બુદ્ધિશાળી લોકોની આ સૌથી મોટી ખુબી માનવામાં આવે છે.
બીજી ખરાબ આદત
બુદ્ધિશાળી લોકોનાં 3 ખરાબ આદતો હોય છે. જેમાં બીજી ખરાબ આદત બુદ્ધિશાળી લોકોમાં એ હોય છે કે એ લોકો રાત્રે જલ્દી સુતા નથી. જ્યાં સામાન્ય લોકો ૧૦ વાગ્યા સુધીમાં સુઈ જાય છે, તો બુદ્ધિશાળી લોકો લગભગ ૧ વાગ્યા પહેલા સુધી સુઈ શકતા નથી. ૧ વાગ્યા બાદ આ લોકો કામ કરવાનું પસંદ કરે છે. એવા લોકોનો આઇક્યુ લેવલ ઘણો હાય હોય છે. રિસર્ચ અનુસાર જે લોકોનો આઇક્યુ ૭૫ની આસપાસ હોય છે, તે સામાન્ય હોય છે, પરંતુ ૧૨૫ આઇક્યુ વાળા લોકો ઘણા બુદ્ધિશાળી માનવામાં આવે છે.
ત્રીજી ખરાબ આદત
બુદ્ધિશાળી લોકોની ત્રીજી ખરાબ આદત એ છે કે એમનો સામાન વિખરાયેલો હોય છે. ઈન્ટેલીજન્ટ લોકોનો રૂમ ક્યારેય ચોખ્ખો નહીં મળશે. એમની આ ત્રીજી સૌથી મોટી ખરાબ આદત છે. એમનો રૂમ હંમેશા વિખરાયેલો રહે છે. એટલા માટે જો તમને કોઈ એવો વ્યક્તિ મળે જેના રૂમનો સામાન વિખરાયેલો હોય તો એને મુર્ખ સમજવાની ભુલ ન કરો. કારણ કે હવે આ વાત રિસર્ચમાં સાબિત થઇ ચુકી છે કે એ લોકો ઘણા બુદ્ધિશાળી હોય છે. ભલે તમને આ વાતો થોડી અજીબ લાગે પરંતુ એ સંપુર્ણ રીતે સત્ય છે.