સામાન્ય રીતે તો મગજ દરેક લોકો પાસે હોય છે. પરંતુ દરેક ની બુદ્ધિ એક જેવી હોતી નથી. અમુક લોકો ઈન્ટેલિજન્ટ કહેવામાં આવે છે, તો અમુક લોકો સામાન્ય બુદ્ધિ વાળા અને અમુક લોકો મંદબુદ્ધિનાં માનવામાં આવે છે. તેમાંથી જે લોકો બુદ્ધિશાળી હોય છે તે લોકો પાસે દરેક સમસ્યાનો સમાધાન રહેતું હોય છે અને તેઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરતા હોય છે. બુદ્ધિશાળી લોકોની અમુક ખરાબ આદતો પણ હોય છે. તો ચાલો તમને આજે અમે બુદ્ધિશાળી લોકોને ખરાબ આદતો વિશે જણાવીએ.
સાંભળવામાં અને વાંચવામાં અજીબ જરૂર લાગે છે, પરંતુ તે હકીકત છે કે બુદ્ધિશાળી લોકોમાં અમુક ખરાબ આદતો હોય છે અને તે વાતથી પણ તમને આશ્ચર્ય થશે કે જ્યારે તમે જાણશો કે આ ત્રણ ખરાબ આદતો તેમના દિમાગને વધારે તેજ જાળવી રાખવામાં તેમનો સાથ આપે છે. એક રિસર્ચ અનુસાર ઇન્ટેલિજન્ટ લોકોની અમુક ખામીઓ સામે આવેલી છે, જેને તેઓ જાણતા હોવા છતાં પણ બદલી શકતા નથી. તો ચાલો જાણીએ તે ખરાબ આદતો વિશે જે બુદ્ધિશાળી લોકોમાં હોય છે. બની શકે છે કે તમારામાં પણ કોઈ આવી ખરાબ આદત રહેલી હોય.
વાત વાતમાં સોગંદ ખાવાની આદત
વાત વાતમાં સોગંદ ખાવાવાળા લોકોથી જો તમે દુર રહો તો તે વધારે સારું છે. કારણ કે આવા લોકો ઉપર ભરોસો કરવો જોઈએ નહીં. તેનું કારણ છે કે આવા લોકો પોતાને બચાવવા માટે જ સોગંદનું કવચ ઓઢી લેતા હોય છે. એક રિપોર્ટનું માનવામાં આવે તો નાની નાની વાતો ઉપર સોગંદ ખાનારા લોકો દિમાગથી તેજ હોય છે. તેમનું વર્તન આસપાસના લોકોથી સૌથી અલગ હોય છે. તમે તેમને સરળતાથી ઓળખી શકો છો.
તેમને રાત્રે ઊંઘ ઓછી આવે છે
બુદ્ધિશાળી લોકોની બીજી ખામી હોય છે કે તેમને ઊંઘ ઓછી આવતી હોય છે. રાત્રે તેમને મોડેથી સુવાની આદત હોય છે. વળી તેનાથી ઉલટુ જો વડીલોનું માનવામાં આવે તો રાત્રે જલ્દી સુવા વાળા અને સવારે જલ્દી ઊઠવા વાળા લોકો સમજદાર હોય છે, પરંતુ અહીંયા તો સમગ્ર મામલો ઊલટો છે. એક રિસર્ચ અનુસાર તે લોકો જેનો આઇક્યુ ૭૫ ની આસપાસ હોય છે. તે લોકો રાત્રે ૧૧ વાગ્યા પહેલા સુઈ જાય છે, પરંતુ જેનું આઈક્યુ ૧૨૫ થી પણ વધારે હોય છે, તે લોકો રાત્રે ૧ વાગ્યા પહેલા સુતા નથી.
આ પણ એક ખરાબ આદત છે
ઈન્ટેલિજન્ટ લોકોની વધારે એક ખરાબ આદત છે કે તેમના રૂમમાં જ્યારે પણ તમે જશો ત્યારે તેમનો રૂમ તમને ક્યારેય પણ સુવ્યવસ્થિત નજર આવશે નહીં. તેમના રૂમનો સામાન આમતેમ વિખરાયેલો જોવા મળશે. કહેવામાં આવે છે કે આવા લોકો પોતાના સામાન અને ક્યારેય પણ સુવ્યવસ્થિત રીતે રાખતા નથી. તેની પાછળ પણ એક લોજીક છે, રિસર્ચ અનુસાર તેમની આસપાસ વિખરાયેલી ચીજો તેમને કંઈક અલગ વિચારવાની ક્ષમતા પ્રદાન કરે છે.