મોંઘવારીના આ જમાનામાં પૈસા ખૂબ જ મહત્વ રાખે છે. એ જ કારણ છે કે દરેક વ્યક્તિ દિવસ-રાત તેની પાછળ ભાગતો ફરે છે. જોકે ઘણી વખત સખત મહેનત કરવા છતાં પણ તમને સફળતા પ્રાપ્ત થતી નથી. વળી તમે એવું પણ જોયું હશે કે અમુક લોકો થોડી મહેનત કરીને અથવા સંઘર્ષ કરીને પણ કરોડપતિ બની જતા હોય છે. હકીકતમાં પૈસા કમાવા માટે તમારી મહેનત અને આવડતની સાથે સાથે ભાગ્યની પણ મુખ્ય ભૂમિકા હોય છે. એક સારું ભાગ્ય તમને રોડ પરથી ઉઠાવીને મહેલોના રાજા પણ બનાવી શકે છે. વળી એક ખરાબ ભાગ્ય તમને કરોડપતિમાંથી રોડપતિ પણ બનાવી શકે છે.
એટલા માટે જો તમે પોતાની મહેનત અને આવડતમાં સારું ભાગ્ય પણ ઉમેરી શકો તો તમને અમીર બનવાથી કોઈ રોકી શકતું નથી. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા બધા માટે ૩ ખાસ ઉપાય લાવ્યા છીએ. આ બધા જ ઉપાય ગણેશજીને સાથે સંબંધિત છે. મહત્વપૂર્ણ છે કે ગણેશજીને આપણે બધા ભાગ્ય વિધાતાનાં નામથી ઓળખીએ છીએ. કહેવામાં આવે છે કે જો તમે ગણપતિ બાપાને પ્રસન્ન કરવામાં સફળ થઈ જાઓ છો તો તમારું ભાગ્ય દસ ગણું વધી જાય છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આ ઉપાય પર એક નજર નાખીએ.
ગણેશજીને ઇષ્ટદેવ બનાવો
ગણેશજીને પોતાના ઇષ્ટદેવ બનાવીને દરેક બુધવારે સાંજના સમયે તેમની પૂજા કરો. આ દરમિયાન તમે તેમના સમક્ષ ઘીનો દીવો પ્રજ્વલિત કરો. હવે બંને હાથ જોડી વિનંતી કરો અને બોલો કે, હે દેવ કૃપા કરીને અમારા ઇષ્ટદેવ બની જાઓ. ત્યારબાદ ૧૦૮ વખત ગણેશજીના મંત્રનો જાપ કરો. સાથે જ ગણેશ ચાલીસાના પાઠ કરો અને ગણેશજીની આરતી કરો. અંતમાં તેમના ચરણોમાં માથુ ટેકવીને પોતાની ધન સંબંધિત સમસ્યાઓ અને મનોકામનાઓ જણાવો. ગણેશજીના આશીર્વાદથી તમે ક્યારે ગરીબીનું મોઢું જોશો નહીં.
શ્રીફળથી નજર ઉતારો
ઘણી વખત લોકોને ખરાબ નજર, ઈર્ષા અથવા દુશ્મનના ષડયંત્રને કારણે પણ સફળતા મળી શકતી નથી. તેવામાં આ ઉપાય તમને દરેક ખરાબ નજરથી બચાવશે. બુધવાર સાંજના સમયે પૂજાના દોરાથી વીંટાળેલું એક નાળિયેર લો. હવે પોતાના માથાથી પગ સુધી લઈને તેને સાત વખત ફેરવો. ત્યારબાદ આ શ્રીફળને મંદિરમાં ગણેશજીનાં ચરણોમાં રાખીને વધારી દો. હવે આ શ્રીફળ તમારે ત્યાં મંદિરમાં જ છોડી દેવાનું છે. તેને સાથે ઘરે લઈ જવાનું નથી. આવું કરવાથી તમારા કાર્યોમાં કોઈપણ અડચણ ઊભી થશે નહીં.
નાડાછડી અને સિંદૂરનો ઉપાય
બુધવારના દિવસે સૂર્યાસ્તના સમયે આ ઉપાય શરૂ કરો. એક નાળાછડી લઈને તેમાં ગણેશજીનાં ચરણોનું સિંદૂર લગાવો. હવે તેને ગણેશજીના ચરણોમાં જ રાખી દો. ત્યારબાદ ૐ શ્રી ગણેશાય નમઃ ૧૦૮ વખત જાપ કરો. હવે આ નાડાછડીને ઉઠાવી લો અને આ મંત્રનો જાપ કરતા તેને ૭ ગાંઠ બાંધી લો. તમારો આ દોરો હવે ચમત્કાર માટે તૈયાર છે. તેને તમે પોતાના કાંડા પર બાંધી લો અથવા ગળામાં પહેરી લો. તે સિવાય તેને પર્સ અથવા તિજોરીમાં પણ રાખી શકો છો. તેનાથી તમારી ધનની આવક ઝડપથી વધવા લાગશે.