ગજબ ની ઓફર : આ જગ્યાએ મકાન ખરીદવાની સાથે ફ્રી માં મળશે સુંદર પત્ની, જાણો આખી ડિટેલ

Posted by

ચીજો ને વેચવા માટે તેની સાથે મોટાભાગે ગ્રાહકોને ફ્રીમાં કંઈકને કંઈક આપવાની લાલચ આપવામાં આવતી હોય છે. તમે પણ ઘણી વખત ખુબ જ મોટી અને આશ્ચર્યજનક ઓફર વિશે સાંભળેલું હશે. પરંતુ આજે અમે તમને મકાન વેચવાની એક એવી એડવર્ટાઇઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમારા હોશ ઊડી જશે. આ જાહેરાતમાં મકાનની સાથે પત્ની ફ્રીમાં આપવાની વાત કહેવામાં આવી રહી છે.

Advertisement

અત્યાર સુધી તમે ઇન્ટરનેટ ઉપર ફક્ત સામાન્ય ખરીદી વિશે જ સાંભળ્યું હશે, પરંતુ ઇન્ડોનેશિયાની એક મહિલાએ પોતાના ઘરની જાહેરાતમાં ખુબ જ અનોખી ઓફર આપેલ છે. આ ઓફરમાં મહિલાએ કહ્યું છે કે, “જે પણ વ્યક્તિ આ ઘર ખરીદશે, તે મારી સાથે લગ્ન પણ કરી શકે છે.” આ ઓફર બાદ આ એડવર્ટાઇઝ વાયરલ થવા લાગી છે.

શરૂઆતમાં તો આ એડવર્ટાઇઝ દેખાવમાં તમને સામાન્ય લાગશે, જેમાં લખવામાં આવ્યું છે કે, “એક માળનું મકાન વેચવાનું છે. તેમાં બે બેડરૂમ છે, બે બાથરૂમ છે, એક પાર્કિંગ માટેની જગ્યા છે અને એક ફીશ પાઉન્ડ પણ છે.” પરંતુ તેની સાથોસાથ આ એડવર્ટાઇઝની નીચે એક આશ્ચર્યજનક ઓફર આપવામાં આવેલ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે તમે આ ઘર ખરીદશો તો તમે મકાનની માલકીન ને લગ્ન માટે પ્રપોઝ પણ કરી શકો છો. એટલે કે જો તમે ઈચ્છો તો મકાનની માલકીન સાથે લગ્ન પણ કરી શકો છો.”

તેની સાથો સાથ એડવર્ટાઇઝમાં ૪૦ વર્ષની એક મહિલા ઘરની બહાર કારની સામે પોઝ આપતી નજર આવી રહેલ છે. આ મહિલાનું નામ Wina Lia છે. તે એક બ્યુટી પાર્લર ચલાવે છે તથા તે એક વિધવા મહિલા છે. ઇન્ડોનેશિયાનાં Sleman શહેરમાં તે રહે છે.

આ એડવર્ટાઇઝની અંતમાં લખવામાં આવ્યું છે “નિયમ તથા શરતો લાગુ”, જેના અનુસાર જે લોકો ગંભીર ખરીદદાર છે તેમણે જ સંપર્ક કરવો તથા ભાવતાલ કરવામાં આવશે નહીં. આ ઘરને વેચવાની કિંમત લગભગ ૭૫ હજાર ડોલર રાખવામાં આવેલ છે.

આ અનોખી ઓફર ખુબ જ જલ્દી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તેને લઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જેમ કે એક યુઝરે લખ્યું હતું કે, “આ મહિલા ખુબ જ સ્માર્ટ છે. ઘર વેચાઈ ગયા બાદ પણ તે પોતાના ઘરની માલકીન જ રહેશે.”

એડવર્ટાઇઝ વાયરલ થયા બાદ તે મહિલાના ઘરે ઇન્ટરવ્યુ લેવા માટે જર્નાલિસ્ટ ની લાઇન લાગવા લાગી. વળી તેના ઘરે પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની એડવર્ટાઈઝ આપવી બિલકુલ પણ યોગ્ય નથી. પરંતુ તે મહિલાએ સમજાવ્યું કે આ આઈડિયા મારો નથી.

બે બાળકોની વિધવા માં જણાવે છે કે તેનો મિત્ર એક પ્રોપર્ટી એજન્ટ છે. તે મહિલાએ પોતાના આ મિત્રને ઘર વેચવા માટે કહ્યું હતું. આ વાતચીતમાં તેણે પોતાના માટે એક પતિ શોધવાની વાત પણ પોતાના મિત્રને જણાવી હતી. જોકે તે મહિલાએ વિચાર્યું હતું કે આ ચીજ અમુક લોકો સુધી જ જશે. તેને કોઈ અંદાજો ન હતો કે તેની આ એડવર્ટાઇઝમેન્ટ ઇન્ટરનેટ ઉપર આટલી વાયરલ થઈ જશે.

તે જણાવે છે કે મેં પોતાના પ્રોપર્ટી એજન્ટ મિત્રને ફક્ત એટલું જ જણાવ્યું હતું કે જો ઘરની ખરીદી માટે કોઈ વ્યક્તિ મળે છે અને તે સિંગલ અથવા વિદુર પુરુષ હોય અને આ ઘર ખરીદવાની સાથો સાથ તે પોતાના માટે એક પત્નીની તલાશ કરી રહેલ હોય તો મને જણાવશો. જો કે આ એડવર્ટાઇઝ એવી રીતે સામે આવી કે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

વળી જો તમને મકાનની સાથે પત્ની ફ્રીમાં મળે તો શું તમે તે મકાન ખરીદવા માંગશો? તે અમને જરૂરથી જણાવશો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *