કેક કટિંગ કરતાં સમયે કૃતિ સેનન પાસે ફોટોગ્રાફર્સે કરી એવી માંગણી કે એક્ટ્રેસ કન્ફ્યુઝ થઈ ગઈ, જુઓ વિડીયો

Posted by

બર્થ-ડે ગર્લ કૃતિ સેનન માટે હાલમાં બમણી ખુશીનો અવસર છે. હાલમાં તેમનો જન્મદિવસ હતો, સાથે જ તેમની મચ અવેઇટેડ ફિલ્મી “મિમી” પણ તેમના જન્મ દિવસનાં અવસર પર રિલીઝ કરવામાં આવી છે. જો કે આ ફિલ્મને ઘણા મિક્સ રિએક્શન મળી રહ્યા છે. પરંતુ ફિલ્મના ગીતનાં ખુબ જ વખાણ થઈ રહ્યાં છે. પોતાના જન્મદિવસ પર કૃતિને દુનિયાભર થી ઘણી વધામણીઓ અને શુભકામનાઓ આવી રહી છે. આ વચ્ચે એક્ટ્રેસે ફોટોગ્રાફર્સ સાથે પણ પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને કેક કટ કરી. પરંતુ આ વચ્ચે કંઈક એવું થયું જેને લઇને એક્ટ્રેસ થોડી અચકાતી નજર આવી. કૃતિ નો વિડીયો હવે વાયરલ થઇ રહ્યો છે.

કૃતિ સેનન નાં જન્મદિવસને  ખાસ બનાવવા માટે મુંબઈના ફોટોગ્રાફર્સ તેમના માટે કેક લઈને પહોંચ્યા હતા. એક્ટ્રેસે પણ આ અવસર પર તેમને નિરાશ ના કરતા તેમની સાથે કેક કટ કરવા પહોંચી ગઈ. કેક કટિંગ પછી ફોટોગ્રાફર્સ કહેતા સંભળાય છે કે – “ખવડાવી દો મેમ. કેક ખવડાવી દો.”ત્યારબાદ કૃતિ ઘણી શોક થતા કહે છે- “હું તમને ખવડાવવું? હું તમને બધાને પ્લેટમાં સર્વ કરી દઉં છું.” જેના પર એક ફોટોગ્રાફર કહેતો સંભળાય છે- “મેમ હું તમને ખવડાવું છું ને.” બસ પછી શું હતું કૃતિનું મોઢું બગડી જાય છે. જેના પર ફોટોગ્રાફર્સ કહેતા સંભળાય છે- “મેમ વેક્સિન લઈ લીધી છે.”

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

કૃતિ સેનન નાં આ વિડિયોને કોઈમોઇ એ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. જેના પર ફેન્સ પણ પોતાની ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાત કરીએ એક્ટ્રેસના લુકની તો આ દરમિયાન તેમણે નિયોન ગ્રીન કલરની શોર્ટ બોડીકોન ડ્રેસ પહેરી રાખી હતી. સાથે જ ડ્રેસ મેચિંગનાં સ્ટ્રેપ હિલ અને વેવી હેર સાથે એક્ટ્રેસ ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. વાત કરીએ મેકઅપ ની તો તેમણે લાઈટ બેસ ની સાથે આંખોને હેવી અને ગ્લિટરી લુક આપ્યો. આ સાથે લિપસ્ટિક તેમના લુકને કમ્પ્લીટ કરી રહી છે.

વાત કરીએ એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની તો “મિમી” પછી તે હવે તે આગલી ફિલ્મ જલ્દી લઈને આવી રહી છે. તેમણે ફિલ્મ “ભેડીયા” ની શુટિંગ સમાપ્ત કરી લીધી છે. જેની શુટિંગ અરુણાચલ પ્રદેશમાં થઈ છે. આ ફિલ્મમાં કૃતિ સાથે એકટર વરુણ ધવન નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *