કેમેરાની દુનિયામાં અચરજ ભરી ક્રાંતિ : ૪૫ કિ.મિ.દુરથી ધુમ્મસ અને પ્રદુષણ રહિત ઉત્તમ ફોટો ખેંચી શકાશે

નવી દિલ્હી : એક ચીની સંશોધકે નવાં પ્રકારનાં કેમેરાની શોધ કરી છે. જે કેમેરો ૪૫ કિલોમીટર દૂરથી મનુષ્યનાં આકારનો ફોટો લઈ શકે છે. આ શોધ બાબતે સંશોધકનો એક રિપોર્ટ ઓપન સોર્સ જનરલમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. આ કેમેરો ધુમ્મસ અને પ્રદુષણ મુક્ત હોવાનો દાવો કરવામાં આવે છે. નવી ટેકનોલોજી યુક્ત કેમેરાની શોધ દુનિયામાં હલચલ મચાવી દેનાર હોવાનું મનાય છે.

તાજેતરમાં ચાઇનીઝ સંશોધક જેન-પીંગ લી નાં પેપર ઓપન સોર્સ જનરલ arXiv માં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ એક ખાસ AI કેમેરા ટેક્નોલોજી વિકસાવાઇ છે. એ કેમેરો મનુષ્યનાં આકારનો ફોટો ૪૫ કિલોમિટર દુરથી લઇ શકે છે. અહેવાલ જણાવે છે કે, ખાસ ટેક્નોલોજીનો કેમેરો ધુમ્મસ અને પ્રદુષણથી પ્રભાવિત થશે નહીં. નવી ટેકનિકથી કેમેરો લેઝર અને સ્માર્ટ AI સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઉત્તમ ફોટો ખેંચી શકશે.

નવી ટેકનોલોજીથી અગાઉના પુરાણા કેમેરાં LIDAR મતલબ લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જીંગ ટેકનિકનો ઉપયોગ કરતાં હતાં. સંશોધકનાં કહેવા પ્રમાણે નવો સોફ્ટવેર ફોટામાં સામેલ ધુમ્મસ અને પ્રદુષણ થકી આવતાં અવાજને દુર કરી શકે છે. એમાં ‘gating’ ટેકનિકની મદદથી સોફ્ટવેર બાકી માધ્યમથી રિફ્લેક્ટ થનારી ફોટોન્સને કેમેરા માંથી હટાવી લેશે. કોઈ પણ નિશ્ચિત વિષયનું અંતર અને આકાર સમજવાં માટે કેમેરો લેઝરનો ઉપયોગ કરશે. એ રીતે કેમેરામાં નિશ્ચિત અંતર પણ સેટ કરી શકાય છે.

MIT TECHNOLOGY રિવ્યુનાં રિપોર્ટ મુજબ એનો એક ફાયદો એ છે કે કેમેરો 1550 નેનોમિટર વેવલેન્થનાં ઇન્ફ્રારેડ લેઝરનો ઉપયોગ કરે છે. આ વેવલેન્થ ફોટાને સોલાર ફોટોન્સથી પણ બચાવે છે જે હંમેશા કેમેરાનાં રીઝોલ્યુશન અને ફોટાની ગુણવત્તા ને પ્રભાવિત કરે છે. સાથોસાથ કેમેરો એક નવાં અલ્ગોરીઝનો પણ ઉપયોગ કરે છે જેની મદદથી એકઠા કરેલ ડેટાને મેળવીને એક તસવીર તૈયાર કરવામાં આવે છે. હાલમાં આવેલાં થ્રીડી ઇમેજ ટેકનોલોજીની મદદથી નાનાં ડેટા એકઠાં કરવાનું સહેલું બન્યું છે. મહત્વની વાત એ છે કે, આ ટેકનોલોજીથી લૈસ કેમેરા ફક્ત જોડા(બુટ)નાં ખોખાની સાઇજનાં છે. અને તેને નાનકડા એરક્રાફ્ટ કે માનવરહિત વાહનમાં આસાનીથી લગાવી શકાય છે.

લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)