બીએમડબલ્યુ કાર લઈને શોપિંગ પર નીકળી હતી જાડેજા ની પત્ની, પોલીસ કોન્સ્ટેબલે કરી મારઝુડ

Posted by

રવિન્દ્ર જાડેજા ક્રિકેટની દુનિયાના ચમકતા સિતારા છે. તેમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય જબરજસ્ત છે. ભારતીય ટીમના એક શાનદાર ઓલરાઉન્ડર ની શ્રેણીમાં આવે છે. શું તમે તેમનું આખું નામ જાણો છો? જો તમે તેમનું આખું નામ નથી જાણતા તો ચાલો તમને જણાવી દઈએ. તેમનું આખું નામ રવિન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા છે. તેમનો જન્મ ૨૬ ડિસેમ્બર, ૧૯૮૮નાં રોજ ગુજરાતનાં જામનગરમાં થયો હતો. તે ભારતીય ક્રિકેટ ટીમના ડાબોડી બેટ્સમેન છે. તે બેટિંગની સાથે બોલિંગનો મોરચો પણ સંભાળે છે. જાડેજા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હતા.

અહીં અમે તમને જણાવી દઈએ કે જાડેજા શ્રેષ્ઠ રમતની સાથે એક શાહી જીવન પણ જીવે છે. જાડેજાની સાથે તેમની પત્ની રીવા પણ ખુબ જ ચર્ચામાં રહે છે, પરંતુ રીવા નું નામ એક વખત ફરીથી મોટા વિવાદમાં આવી ગયું છે.

જી હાં, આજથી થોડા વર્ષ પહેલા જાડેજા ની પત્ની સાથે એક પોલીસ કોન્સ્ટેબલે માથાકુટ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જાડેજા ની પત્ની ની કાર એક પોલીસકર્મીની બાઈક સાથે ટકરાઇ ગઇ હતી. ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ ગઈ હતી અને વાત એટલી વધી ગઈ હતી એ તે પોલીસ કોન્સ્ટેબલે રીવા ને જાહેરમાં માથાકુટ કરી હતી. જણાવી દઈએ કે રવિવારે પોતાની બી.એમ.ડબલ્યુ કાર ચલાવી રહી હતી, ત્યારે તેની કાર રોડ પર એક પોલીસકર્મીની બાઈક સાથે ટકરાઇ ગઇ હતી. ત્યારબાદ બંને ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને બાદમાં પોલીસકર્મીએ માથાકુટ કરી હતી. આ વિવાદ બાદ તે પોલીસકર્મી ઉપર ખુબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં તે પોલીસકર્મીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

પ્રત્યક્ષદર્શીઓનું તે દરમિયાન આવું કહેવું હતું

ત્યાં હાજર રહેલ લોકોનું માનવામાં આવે તો ભુલ કોન્સ્ટેબલની હતી, રીવા ની નહીં. રીવા જામનગરનાં જોગસ પાર્ક સ્થિત પોતાના ઘરેથી સેકસન રોડ તરફ બીએમડબલ્યુ ગાડીમાં શોપિંગ કરવા માટે નીકળી હતી. પોલીસ કોન્સ્ટેબલ રોંગ સાઇડથી પોતાની પલ્સર બાઈક પર આવેલ અને રીવા સોલંકીની ગાડી સાથે ટકરાઈને ત્યાં પડી ગયેલ. ત્યારબાદ રીવા એ પોતાની ગાડીનો કાચ નીચે કર્યો અને પોલીસવાળાને હાલચાલ પૂછ્યા તો કોન્સ્ટેબલે અચાનક તેની ઉપર હુમલો કરી દીધો અને તેની સાથે માથાકુટ કરવા લાગેલા.

વળી રીવા એ એપ્રિલ ૨૦૧૬માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ ૨૦૧૭માં આ કપલે એક બાળકને જન્મ આપ્યો હતો. આ કપલ એકબીજા ને સાથે સોશિયલ મીડિયા પર ફોટો હંમેશા શેર કરતા રહે છે. રીવા ને ઘણી વખત સ્ટેડિયમમાં પણ જાડેજા ને સપોર્ટ કરતા જોવામાં આવેલ છે.

રવિન્દ્ર જાડેજા આજે ભલે ભારતીય ટીમના ચમકતા સિતારા છે અને શાહી જીવન જીવે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમણે ખુબ જ સંઘર્ષ કરેલ છે. રવિન્દ્ર જાડેજા ક્રિકેટ પ્રેમીઓના દિલમાં પોતાની એક ખાસ જગ્યા ધરાવે છે. ભારતીય ક્રિકેટરને નવી ઊંચાઈ સુધી લઇ જનાર રવિન્દ્ર જાડેજાનું બાળપણ ખુબ જ ગરીબીમાં પસાર થયું છે, પરંતુ આજે તેમણે જે નામ પ્રાપ્ત કરી લીધું છે, ત્યાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમને “સર” કહીને સંબોધિત કરે છે.

જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાનું બાળપણ ખુબ જ ગરીબીમાં પસાર થયું છે. તેમના પિતા અનિરુધ્ધ એક પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડની નોકરી કરતા હતા. તે જાડેજા ને એક આર્મી ઑફિસર બનાવવા માગતા હતા, પરંતુ જાડેજા ની રૂચી ક્રિકેટ તરફ હતી અને તેમની માં લતા પણ ઈચ્છતી હતી કે તેમનો દીકરો ક્રિકેટર બને. પરંતુ પોતાના સપનાને પૂર્ણ થતાં જોતા પહેલા જ તે ૨૦૦૫માં એક એક્સિડન્ટમાં ચાલ્યા ગયા હતા. માં નાં નિધન બાદ ૧૭ વર્ષનાં જાડેજા હિંમત હારી ગયા હતા અને તેમણે ક્રિકેટ છોડી દેવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમની મોટી બહેને તેને સંભાળેલ અને આગળ રમવા માટે તૈયાર કરેલ.

ત્યારબાદ ધીરે-ધીરે આગળ વધીને વર્ષ ૨૦૦૯માં રવિન્દ્ર જાડેજાએ પોતાની માં નું સપનું પુરું કર્યું હતું. આ વર્ષે તેને ટીમ ઇન્ડિયા તરફથી વન-ડે અને ટી-20 રમવાની તક મળી હતી અને ૨૦૧૨માં તેમણે પોતાનું ટેસ્ટ ડેબ્યું પણ કર્યું હતું. ત્યારબાદ થી જાડેજા નાં સિતારાઓ બુલંદીઓ પર પહોંચવા લાગ્યા. જેને જોઈને ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૫નાં રોજ પ્રધાનમંત્રી મોદીએ પણ તેમને “સર” કહીને સંબોધિત કર્યા હતા. એક ટ્વિટ દ્વારા મોદીએ કહ્યું હતું કે, “સર જાડેજા તમારું ફેન વળી કોણ નથી?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *