કાર માં આવતી દરેક વોર્નિંગ લાઇટ તમને શુ કહેવા માંગે છે, ચાલો સરળ ભાષામાં સમજીએ

Posted by

કાર આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ચુકેલ છે. કાર ખરીદવી લોકો માટે ગર્વની વાત બની ગઈ છે. પરંતુ કાર ચલાવવાની સાથે કારને સમજવી પણ જરૂરી છે. જો તમે કારના ઈશારા ને સમજશો તો કાર પણ લાંબો સમય સુધી તમારો સાથ આપશે અને ક્યારેય પણ રસ્તામાં દગો આપશે નહીં. અમે તમને જણાવી રહ્યા છીએ કારની વોર્નિંગ લાઈટ વિશે, જેને જોઈને આપણે મોટાભાગે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. પરંતુ તેના ફ્લેશ થવા પાછળ મોટું કારણ પણ હોય છે.

કાર ડ્રાઇવિંગ કરવી નિશ્ચિત એક શાનદાર પેશન છે. દરેક વ્યક્તિ ખુલ્લા રસ્તા પર પોતાની કારને ઝડપથી ચલાવવાનું પસંદ કરે છે. વળી કાર નિર્માતા તમારા આ શોખને શ્રેષ્ઠ બનાવવા માટે ઘણા શાનદાર ફીચરને પણ સામેલ કરે છે. આ ફીચર નું લિસ્ટ તો લાંબુ હોય છે પરંતુ અમે તેમાંથી એક ખાસ જેને વોર્નિંગ લાઈટ કહેવામાં આવે છે, તેની પસંદગી કરી છે.

કાર ચલાવતા સમયે કાર ચાલકની સામે લગાવવામાં આવેલા સ્પીડોમીટર, ડેશબોર્ડ અથવા તો અન્ય ડિસ્પ્લેસિસ સિસ્ટમ પર તમને હંમેશા કંઈક ને કંઈક વોર્નિંગ લાઈટ જરૂર જોવા મળતી હશે. પરંતુ શું તમે ક્યારેય તેના ઉપર ધ્યાન આપેલું છે કે નહીં? કારમાં જેટલી પણ વોર્નિંગ લાઈટ દર્શાવવામાં આવે છે, તેમાંથી તમે કેટલી વોર્નિંગ લાઈટ વિશે જાણો છો? જો તમે નથી જાણતા તો ચાલો તેના વિશે તમને જણાવીએ.

એન્જિન લાઈટ

મોટાભાગે કાર શરૂ કરતાં સમયે તમે આ પોપઅપ ડેસ્કબોર્ડ ઉપર જરૂર જોયું હશે. પીળા રંગની આ લાઈટ અને આ ખાસ સાઇન એન્જિનને દર્શાવે છે. જો એક વખત ચાલુ થઈને આ લાઈટ બંધ થઈ જાય છે તો કારમાં કોઈ પરેશાની નથી. પરંતુ જો ડ્રાઇવિંગ દરમિયાન પણ આ લાઈટ સતત ચાલુ રહે છે તો તેનો મતલબ છે કે એન્જિનમાં કોઈ સમસ્યા છે અથવા તો કારમાં લો ઓઇલ પ્રેસરની પરેશાની છે અથવા તો ઓવર હીટિંગ થઈ રહી છે. વળી ગેસ પાઇપ તુટવા અથવા તો તેમાં તિરાડ પડવાથી પણ આ લાઈટ શરૂ થઈ શકે છે. તેવામાં યોગ્ય રહેશે કે આ લાઈટ સતત તમને જોવા મળે તો તમારે તુરંત કંપની અથવા મિકેનિકનો સંપર્ક કરવો જોઈએ.

એન્જિન ટેમ્પરેચર વોર્નિંગ

કારના એન્જિન ને ચલાવવા માટે એક ખાસ તાપમાનની જરૂરિયાત હોય છે. ડેશબોર્ડ ઉપર ટેમ્પરેચર ગોઝ ની સાઇન હોય છે. જેના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે ગાડીનું ટેમ્પરેચર કેટલું છે. પરંતુ જો આ લાઈટ સતત ચાલુ રહે છે તો તેનો મતલબ છે કે એન્જિન ઓવર હીટિંગ થઈ રહ્યું છે. તેની પાછળ ઓછા લેવલ, કુલિંગ સિસ્ટમમાં લીકેજ, થર્મોસ્ટેટમાં ગડબડ અથવા તો રેડીએટરમાં લીકેજ જેવી સમસ્યા હોઈ શકે છે.

ઓઇલ પ્રેસર વોર્નિંગ લાઈટ

એન્જિન ઓઇલ કારનું મહત્વનો હિસ્સો છે, જે એન્જિનના પાર્ટ્સને ચીકણા રાખે છે. પરંતુ જો ડેશબોર્ડ ઉપર લાલ રંગની સાઇનની સાથે આ લાઈટ સતત ચાલુ રહેતી હોય તો સમજી લેવું જોઈએ કે ઓઇલ પ્રેસર ઓછું છે અને એન્જિનને જરૂરિયાત અનુસાર ઓઇલ મળી રહ્યું નથી. ગાડીનું બોનેટ ખોલીને એન્જિન ઓઇલ નું લેવલ ચેક કરો.

ટાયર પ્રેશર વોર્નિંગ લાઈટ

આજકાલ હેચબેક, સેડાન અથવા એસયુવી નાં ટોપ વેલિએન્ટમાં ટાયર પ્રેશર માપવા માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આવી રહી છે. જ્યારે કારના ટાયરમાં હવાનું પ્રેશર ઓછું થાય છે આ વોર્નિંગ લાઈટ શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે આ લાઈટ શરૂ થાય તો તુરંત નજીકના એર ફિલિંગ સેન્ટરમાં હવા ચેક કરાવી લેવી જોઈએ.

એબીએસ વોર્નિંગ લાઈટ

એબીએસ અથવા એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ વોર્નિંગ લાઈટ હકીકતમાં ગાડીઓમાં આપવામાં આવતી એક સેફટી ફીચર છે. હાર્ડ બ્રેકિંગ દરમિયાન તે ગાડી ઉપર કંટ્રોલ જાળવી રાખે છે. પરંતુ જો એમબીએસ વોર્નિંગ લાઈટ શરૂ છે તો સમજી લેવું જોઈએ કે એબીએસ માં કોઈ સમસ્યા છે અને તેને ખુબ જ જલ્દી રીપેર કરાવવાની જરૂરિયાત છે.

બ્રેક એલર્ટ ઇન્ડિકેટર

ઘણી વખત લોકો પાર્કિંગમાં ગાડી ઉભી રાખ્યા બાદ હેન્ડબ્રેક લગાવી દેતા હોય છે, તેમાં કોઈ પરેશાની નથી. પરંતુ ગાડી ચલાવતા પહેલા હેન્ડબ્રેક ની નીચે કરી લેવી જોઈએ. જો તમે આવું નથી કરતા તો ડેશબોર્ડ ઉપર બ્રેક એલર્ટ ઇન્ડિકેટર શરૂ થઈ જાય છે. વળી જો બ્રેક ફ્લુઈડ લીક હોય છે તો પણ આ લાઈટ શરૂ રહે છે.

એરબેગ વોર્નિંગ લાઈટ

એરબેગ આજકાલની ગાડીઓમાં આપવામાં આવતું મહત્વનું સેફટી ફીચર છે. એરબેગ કારમાં બેસેલા લોકોને ઈજા થવાથી બચાવે છે. આ લાઈટ શરૂ થવાનો મતલબ છે કે કોઈ એરબેગમાં સમસ્યા છે અથવા તો સંપુર્ણ એરબેગ સિસ્ટમમાં કોઈ મોટી પરેશાની ઉભી થયેલ છે.

સીટ બેલ્ટ રિમાઇન્ડર

બેસ્ટ બોર્ડ ઉપર દેખાતી આ સૌથી કોમન લાઈટ છે. આ લાઈટ તમને યાદ અપાવે છે કે ડ્રાઇવિંગ દરમિયાન તમારે સીટ બેલ્ટને બાંધવાનું ભુલવું જોઈએ નહીં. સીટ બેલ્ટ તમારી સુરક્ષા માટે છે.

બેટરી એલર્ટ લાઈટ

કારના ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને કારને શરૂ કરવા માટે બેટરી જરૂરી હોય છે. જો આ લાઈટ શરૂ છે તો તેનો મતલબ છે કે ચાર્જિંગ સિસ્ટમમાં કોઈ સમસ્યા છે અથવા તો બેટરી કેબલ ખરાબ થઈ ગયેલ છે અથવા અલ્ટરનેટરમાં કોઈ પરેશાની આવેલ છે.

લો ફ્યુલ ઇન્ડિકેટર

લગભગ બધા લોકો જેમની પાસે કાર હોય છે તે આ ઇન્ડિકેટર થી પરિચિત હોય છે. આ લાઈટ દેખાય તો તુરંત ગાડી પેટ્રોલ પંપ તરફ વાળી લેવી જોઈએ. આ લાઈટ દેખાવાનું મતલબ છે કે કાર રીઝર્વમાં આવી ચુકી છે અને સીમિત અંતર સુધી તે ચાલી શકે તેમ છે.

ઓબીડી ઇન્ડિકેટર

જો તમારી કારના ડેશબોર્ડ ઉપર ઓબીડી ઇન્ડિકેટર જોવા મળે તો તમારે સજાગ થઈ જવાની જરૂરિયાત છે. આ ઇન્ડિકેટર તમારા એન્જિનની પરિસ્થિતિ વિશે જણાવે છે. એટલે કે તમારી કારને બની શકે એટલી જલ્દી સર્વિસિંગ ની જરૂરિયાત છે. જોકે આ સંકેત ભારતીય કારમાં ખુબ જ ઓછો જોવા મળે છે.

કાર ડોર ઇન્ડિકેટર

જો ડેશબોર્ડ ઉપર તમને આ પ્રકારનું ચિન્હ જોવા મળે તો તેનો મતલબ છે કે તમારી કારનો કોઈ દરવાજો ખુલેલો છે અથવા તો યોગ્ય રીતે બંધ થયેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *