કાર ની કિંમત ૩.૫ લાખ રૂપિયા, પાની ભરાઈ જવાથી રિપેરિંગનું વર્કશોપમાં બિલ બન્યું ૮ લાખ, જાણો હવે શું કરી રહ્યો છે માલિક

Posted by

જે કારની કિંમત ઇન્શ્યોરન્સ કંપની અનુસાર અંદાજે ત્રણ લાખ રૂપિયા છે, તેમાં પાણી ભરાઇ જવાથી આવેલ ખરાબીને રીપેર કરવા માટે વર્કશોપ દ્વારા આઠ લાખ રૂપિયાનું બિલ બનાવી દેવામાં આવ્યું હતું. આ વર્કશોપનાં આ બિલને જોઈને માલિક પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં તેમને જાણ હતી નહીં કે તેમની જે કારની કિંમત ઇન્શ્યોરન્સ કંપની નજરમાં ત્રણ લાખ રૂપિયા છે, તેમાં આટલા કિંમતી પાર્ટ્સ લગાવેલા છે. હવે કાર માલિકે ઇન્શ્યોરન્સ કંપની નો દરવાજો ખખડાવ્યો છે.

સહારનપુર ની સુંદર વિહાર કોલોનીમાં રહેવાવાળા મનોજ નારંગે જણાવ્યું હતું કે ચંડીગઢ થી સહારનપુર પરત ફરી રહ્યા હતા. એક દુર્ઘટનામાં તેમની કાર હાઈવેના કિનારાનાં ખાડામાં ઉતરી ગઈ. કારમાં તે પોતાના દીકરા સાથે મુસાફરી કરી રહ્યા હતા. તે બન્નેને કોઇ ઇજા થઇ નહીં, પરંતુ કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને સમગ્ર કારમાં પાણી ભરાઈ ગયું. રાત્રિના સમયે ક્રેનનાં માધ્યમથી કારને બહાર કાઢવામાં આવી અને ટોઈંગ કરીને વર્કશોપ સુધી લઇ જવામાં આવી.

આગલા દિવસે જ્યારે મનોજ વર્કશોપ પહોંચ્યા તો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં તેઓ તે જાણવા માટે વર્કશોપ પહોંચ્યા હતા કે જે કારે તેમને તથા તેમના દીકરાને ઇજા પણ ન થવા દીધી તેને રિપેર કરવામાં કેટલો સમય અને કેટલા પૈસા લાગશે. વર્કશોપ દ્વારા જે એસ્ટીમેટ બિલ જણાવવામાં આવ્યું, તેને જાણીને ખુબ મનોજ પણ દંગ રહી ગયા હતા. હકીકતમાં વર્કશોપનું એસ્ટીમેન્ટ બિલ આઠ લાખ રૂપિયા હતું. વળી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ બિલ દસ લાખ સુધી પણ જઈ શકે છે.

વર્કશોપનાં આ બિલને જાણી લીધા બાદ જ્યારે મનોજે પોતાની કારનો ઈન્સ્યોરન્સ ચેક કર્યું તો જાણવા મળ્યું કે ઇન્સ્યોરન્સ કંપની અનુસાર તેની કારની વર્તમાન કિંમત ૩.૫ લાખ રૂપિયા જ છે. વર્કશોપનું બિલ જોઈને મનોજ દંગ રહી ગયા. હવે તેમણે ઇન્શ્યોરન્સ કંપની નો દરવાજો ખખડાવ્યો છે. એક્સપર્ટ જણાવે છે કે આ પ્રકારના મામલામાં ઇન્શ્યોરન્સ કંપની પણ કારને રીપેર કરાવવા માટે હાથ ઊંચા કરી દે છે. મોટાભાગનાં મામલામાં ઇન્શ્યોરન્સ કંપની માલિક ને ટોટલ લોસ એટલે કે કારને પુરી કિંમત આપી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *