રિઝર્વ બેંક દ્વારા નાણાની લેવડદેવડ બાબતે સુરક્ષા પ્રદાન કરવાનાં આશયથી કાર્ડની જગ્યાએ ટોકનનો ઉપયોગ કરવાં માટે ગાઇડલાઇન જારી કરાઇ છે. આમાં ડેબિટ-કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મારફત થતાં ટ્રાન્ઝેક્શનનો પણ સમાવેશ થાય છે.
ભારતિય રિઝર્વ બેંકે કાર્ડની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિસ્ટમને વધું મજબૂત બનાવવાંનાં હેતુથી નવી ટોકન સીસ્ટમને માટે મંગળવારનાં રોજ ગાઇડલાઇન જારી કરી છે. જેમાં ડેબિટ-કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે સિસ્ટમને વધું મજબૂતી પ્રદાન કરશે.
કઇ રીતે કામ કરશે આ સિસ્ટમ? :
આ માટે કાર્ડનાં વાસ્તવિક વિવરણને એક કોડ‘ મારફત બદલી આપવામાં આવશે. પોઈંટ ઓફ સેલ (પીઓએસ) ટર્મિનલો, ક્વિક રિસ્પોન્સ (ક્યુઆર) કોડથી સંપર્ક રહિત લેવડદેવડ માટે કાર્ડ નાં વાસ્તવિક વિવરણનાં સ્થાન પર ટોકનનો ઉપયોગ કરવામાં આવે છે. અધિકૃત કાર્ડ નેટવર્ક આપશે ટોકન : કેંદ્રીય બેંક નાં જણાવ્યા અનુસાર ટોકન કાર્ડ મારફતની લેવડદેવડની સુવિધા જોકે મોબાઈલ ફોન અને ટેબલેટ મારફત ઉપલબ્ધ થશે. એનાં થકી થનાર અનુભવનાં આધારે બાદમાં એનો વિસ્તાર અન્ય ડિવાઇસ માટે કરવામાં આવશે. રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું હતું કે કાર્ડનાં ટોકનાઇજેશન અને ટોકન વ્યવસ્થાને હટાવવાની કામગીરી ફક્ત અધિકૃત નેટવર્ક મારફતે જ કરવામાં આવશે.
મફતમાં મળશે આ સુવિધા :
આમાં મૂળ ખાતા નંબર (પીએએન)ની રિકવરી પણ ઓથોરાઇઝડ કાર્ડ નેટવર્ક મારફત જ થઈ શકશે. ગ્રાહકે આ સેવા પ્રાપ્ત કરવા માટે કોઈ રકમ આપવી નહીં પડે. રિઝર્વ બેંકે કહ્યું કે, કાર્ડ માટે ટોકન સેવાઓ શરું કરતાં પહેલાં ઓથોરાઇઝડ કાર્ડ પેમેન્ટ નેટવર્કે નિશ્ચિત મુદતમાં ઓડિટ પ્રણાલી સ્થાપિત કરવી પડશે.
ઉપભોક્તાની સહમતી જરૂરી :
આ ઓડીટ વર્ષમાં ઓછામાં ઓછું એકવાર થવું જોઈએ. કેંદ્રીય બેંકે જણાવ્યું હતું કે કોઈ કાર્ડનું ટોકન વ્યવસ્થા માટે રજીસ્ટ્રેશન કરવાં ઉપભોક્તાની વિશિષ્ટ મંજુરી લેવી જરૂરી છે. આ રીતની નવી વ્યવસ્થાને જનતા તરફથી વ્યાપક આવકાર મળે એવી શક્યતા છે કેમકે, જુની સિસ્ટમમાં ફ્રોડ થવાની ફરિયાદો મળતી હતી. પરંતુ નવી વ્યવસ્થામાં આવી ફરિયાદને કોઈ અવકાશ નહીં રહે એવું માનવામાં આવે છે.
લેખસંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)