સુશાંત સિંહ રાજપુત કેસમાં CBI તપાસ થવી લગભગ નક્કી, ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત !

Posted by

બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસનુ રહસ્ય પોલીસ હજુ સુધી ઉકેલી શકી નથી. જોકે મુંબઇ પોલીસે આ મામલામાં ૩૦ થી વધારે લોકોની પૂછપરછ કરી ચૂકી છે અને પૂછપરછ થી મળેલી જાણકારી અનુસાર પોલીસ આ કેસને આત્મહત્યા માનીને ચાલી રહી છે. વળી બીજી તરફ તેમના ફેન્સ સહિત બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ તેને આત્મહત્યા નહીં પરંતુ એક પ્લાન્ડ મર્ડર જણાવી રહ્યા છે. દેશભરમાંથી સુશાંત ના શુભચિંતકો અને ફેન્સ માગણી કરી રહ્યા છે કે આ મામલાની સીબીઆઈ તપાસ થવી જોઇએ.

સુશાંત આત્મહત્યા કેસમાં અમિત શાહે ઉપાડ્યું મોટું પગલું

દેશભરમાંથી ઉઠી રહેલી સીબીઆઈ તપાસની માંગની વચ્ચે ગૃહમંત્રી અમીત શાહે એક મોટી પહેલ કરી છે. આ કેસને સીબીઆઈને સોંપવા માટે સંબંધિત વિભાગને કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. હકીકતમાં પાછલા દિવસોમાં બિહારના પૂર્વ સાંસદ પપ્પુ યાદવ દ્વારા ગૃહમંત્રીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી હતી. પપ્પુ યાદવની આ માગણી પર કેન્દ્રીય ગૃહમંત્રીએ સુશાંત આત્મહત્યા કેસની તપાસ આગળ વધારવા માટે સંબંધિત વિભાગને આદેશ આપ્યા છે.

આ વાતની જાણકારી પૂર્વ સાંસદ પપ્પુ યાદવને પોતાના ટ્વિટર એકાઉન્ટ થી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “અમીત શાહજી જો તમે ઈચ્છો તો એક મિનિટમાં સુશાંત આ મામલાને સીબીઆઈ તપાસ થઈ શકે છે. તેને ટાળો નહીં. બિહારના ગૌરવ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુની સીબીઆઈ તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રીજીને પત્ર લખીને આગ્રહ કર્યો હતો. તેમણે કાર્યવાહી માટે પત્ર મોકલ્યો છે.

રિયા ચક્રવર્તીએ ગૃહ મંત્રી પાસે સીબીઆઈ તપાસની માંગણી કરી

બીજી તરફ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ ગૃહમંત્રી પાસે આ મામલાની સીબીઆઇ તપાસની માગણી કરી છે. રિયાએ ગૃહમંત્રીને ટેગ કરતા સતત બે ટ્વિટ કર્યા અને પોતાની વાત કહી. રિયાએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે, “અમિત શાહ સર હું સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. સુશાંતનાં મૃત્યુને એક મહિનાથી પણ વધારે સમય થઈ ગયો, ન્યાય ની તલાશમાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મામલાની સીબીઆઈ તપાસ કરાવવામાં આવે.”

પોતાના આગલા ટ્વીટમાં રિયા એ લખ્યું કે, “હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આ મામલાની સીબીઆઈ તપાસ કરવામાં આવે. હું બસ એટલું ઇચ્છું છું કે એવું ક્યુ દબાણ હતું જેના કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી.”

સુબ્રમણ્યમ સ્વામી પણ ઇચ્છે છે સીબીઆઈ તપાસ

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર સુશાંત આત્મહત્યા મામલાની સીબીઆઈ તપાસની માંગણી સતત થઈ રહી છે. આ કડીમાં કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ મામલાની ગંભીરતાને સમજતા એક વકીલ નિયુક્ત કરેલ છે. જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વકીલ આ સમગ્ર મામલાને સીબીઆઈને સોંપવા માટે બધી જરૂરી કાર્યવાહી પૂરી કરી રહેલ છે. જણાવી દઈએ કે આ વકીલે પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખીને આ મામલા તરફ ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ પણ કરી હતી.

બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વીતેલ ૧૪ જૂનના રોજ બપોરના સમયે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં અચાનક ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો. દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ આવી રહ્યો હતો કે, સુશાંતે આખરે આટલું મોટું પગલું શા માટે ઉઠાવ્યું? જણાવી દઈએ કે આ સવાલનો જવાબ હજુ સુધી મળી શક્યો નથી. સુશાંતની આત્મહત્યાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી, જ્યારે પોલીસ ૩૦ થી વધારે લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેની વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે મુંબઈ પોલીસ એક નિષ્કર્ષ પર પહોંચીને મામલાને રફા-દફા કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *