સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર એમ જ પોસ્ટ નથી કરતાં, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરોડો રૂપિયા કમાય છે આ હસ્તીઓ, પ્રિયંકા એક પોસ્ટનાં ૨ કરોડ લે છે

Posted by

સેલિબ્રિટીઓનાં દરેક ટ્વીટને લાખોની સંખ્યામાં રીટ્વિટ કરવાવાળા અને કલાકારોનાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટને ખુબ જ લાઈક કરવા વાળા ખુબજ ઓછા લોકોને આ વાતની જાણકારી હશે કે તેમના દરેક રીટ્વિટ અને લાઈક તે સેલિબ્રિટીની તિજોરી ભરતા જ જાય છે. લાઈક અને રીટ્વિટનાં પૈસા તો મળે જ છે, સાથો સાથ પ્રાયોજિત પોસ્ટ લખવા માટે પણ સ્ટાર કરોડો રૂપિયા લે છે.

સામાન્ય રીતે તો અત્યારે અમેરિકી પોપ સ્ટાર રિહાના ચર્ચામાં છે, પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે બોલીવુડમાં પણ ઘણા એવા સ્ટાર છે કે જે કોઈ વ્યક્તિ, સંગઠન, સ્થાન વિશેનાં આયોજન વિશે પોસ્ટ લખવાના કરોડો રૂપિયા લે છે. ચાલો જાણીએ કે, આખરે આ લિસ્ટમાં કોણ-કોણ સામેલ છે.

પ્રિયંકા ચોપડા

બોલીવુડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડા એવા ભારતીય કલાકારોમાં સામેલ છે જે પોતાની એક પોસ્ટ વિશે લખવાના કરોડો રૂપિયા ચાર્જ લે છે. મીડિયા રિપોર્ટસ વાત માનીએ તો પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ પર એક આયોજિત પોસ્ટ લખવા માટે ૨ કરોડ રૂપિયા થી પણ વધારે લે છે. આ કોઈપણ ભારતીય કલાકારોમાં સૌથી વધારે છે. જણાવી દઈએ કે ફોબર્સની સૌથી ધનવાન ઇન્સ્ટાગ્રામર નાં લિસ્ટ માં પ્રિયંકા ચોપડા સામેલ છે.

નૈના મુકે

એક સમયે મિસ મહારાષ્ટ્ર રહી ચૂકેલી અભિનેત્રી નૈના મુકે ની માંગ ત્યારે વધી ગઈ, જ્યારે મેક ઇન ઇન્ડિયા જેવા કોઈ કાર્યક્રમને લોન્ચ કર્યો હતો. નૈના મુકે એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે પાંચ લાખ રૂપિયા લે છે. તમને તે જાણીને હેરાની થશે કે આટલી રકમ ઘણીવાર હિન્દી સિનેમાની નામચીન અભિનેત્રીઓને નથી મળતી. ખરેખર નૈના મુકે એક ધારાવાહિક માં દેવી લક્ષ્મીનો રોલ ભજવ્યો હતો, જે પછી તેમની કિસ્મત જ બદલાઈ ગઈ.

વિરાટ કોહલી

સોશ્યલ મિડિયા પર ભલે જ બોલીવુડનાં નામચીન લોકોનો ટ્રેડ રહ્યો હોય, પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટનાં માધ્યમથી પૈસા કમાવવામાં ક્રિકેટના ખેલાડીઓ પણ પાછળ નથી રહ્યા. સોશ્યલ મીડિયામાં પ્રાયોજિત પોસ્ટનાં માધ્યમથી પૈસા કમાવવાની બાબતમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. જી હાં, પ્રિયંકા ચોપડા પછી વિરાટ કોહલી બીજા નંબરના સૌથી મોંઘા પ્રભાવક છે. મીડિયા રિપોર્ટસનાં જણાવ્યા મુજબ વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના લગભગ ૧.૫ કરોડ રૂપિયા લે છે.

અમિતાભ બચ્ચન

સુત્રોનાં જણાવ્યા અનુસાર બોલીવુડના બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન પણ પૈસા લઈને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરે છે. સોશ્યલ મીડિયામાં સતત એક્ટિવ રહેવાવાળા અમિતાભ એક ટ્વીટનાં ૫૦ લાખ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટ

પ્રિયંકા ચોપડા, વિરાટ કોહલીની જેમ જ આલિયા ભટ્ટનાં પણ સોશિયલ મીડિયા પર ઘણા જ ફોલોઅર્સ છે. આલિયાની પણ એક પોસ્ટ ની કિંમત ૧ કરોડ રૂપિયા સુધી હોય છે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા અનફ્લુવર્સસ ની સોશિયલ મીડિયા પોસ્ટના રેટ અને ફોલોઅર્સ નક્કી કરતા હોય છે. સાથે જ તે પણ જોવા મળે છે કે કઈ પોસ્ટ ઉપર કેટલા લોકોનું રિએક્શન મળ્યું. હવે તમને લોકોને સમજાઈ ગયું હશે કે આખરે બોલીવુડ સેલિબ્રિટી ફિલ્મ મેકર્સ અને ખેલાડીઓ દિવસ-રાત સોશિયલ મીડિયા ઉપર શા માટે એક્ટિવ રહે છે. હકીકતમાં બધા જ સોશિયલ મિડીયા પર પોતાના ઇન્ટરેક્શન રેટ વધારે છે કે જેથી સોશિયલ મીડિયા મેનેજ કરવાવાળી કંપનીઓ તેમના દરેક ટ્વીટ કે પછી ઇન્સ્ટા પોસ્ટના રેટ વધતા રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *