ચહેરા પરનાં અણગમતા વાળ હટાવવા માટે બેસ્ટ છે “કટોરી વેક્સ”, જાણો તેને ઘરે બનાવવાની અને લગાવવાની રીત

Posted by

પુરુષોનાં ચહેરા પર લાંબી લાંબી મુછ અને દાઢી ઉગી આવી તો તે વધારે હેન્ડસમ લાગે છે. વળી જો સ્ત્રીઓના ચહેરા ઉપર થોડી પણ મુછ આવી જાય તો તેમની સુંદરતામાં ડાઘ લાગી જાય છે. ઘણી બધી એવી મહિલાઓ છે જે પોતાના ચહેરા ઉપર અણગમતા વાળ થી પરેશાન રહે છે. તેનાથી તેમનો મોઢું કાળું અને અજીબ લાગે. એવામાં પોતાના ચહેરાને ક્લીન કરવા માટે સ્ત્રીઓ વેક્સ અથવા થ્રેડિંગ નો આશરો લે છે.

અત્યારે થ્રેડિંગ દ્વારા વાળ દુર કરવામાં મુશ્કેલી એ છે કે તે ખુબ જ પીડાદાયક હોય છે. તેવી જ રીતે જો ચહેરા પર વેક્સિન કરાવીએ તો તે લટકી જાય છે. આવી સ્થિતિમાં ચહેરા પરથી વાળ દુર કરવાનો સૌથી સરળ ઉપાય કટોરી વેક્સ છે. તેની મદદથી તમે સારી રીતે ચહેરા ઉપરનાં અણગમતા વાળ થી છુટકારો મેળવી શકો છો.

આવી રીતે બનાવો કટોરી વેક્સ

ઘરમાં કટોરી વેક્સ બનાવવા માટે એક વાસણમાં ૫ ચમચી ખાંડ, અડધી ચમચી લીંબુનો રસ, ૩ ચમચી મધ અને ૪ ચમચી પાણી લેવું. આ બધી વસ્તુઓને ધીમા તાપ ઉપર ગરમ કરો. જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી ચમચી હલાવતા રહો. ત્યાર પછી ખાંડ અને બાકીનું મિશ્રણ સારી રીતે મિક્સ કરી લો.

આવી રીતે લગાવો કટોરી વેક્સ

જ્યારે પણ મોઢા ઉપર વેક્સ લગાવવું હોય તો પહેલા કટોરી વેક્સને સામાન્ય તાપમાન પર ગરમ કરી લેવું. હવે તેને થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ ફેસ ઉપર ટેલ્કમ પાઉડર લગાવો. હવે અપર લીપ્સ ઉપર કટોરી વેક્સ એપ્લાય કરો. જો તમારા ચહેરાનાં અન્ય કોઈ ભાગ ઉપર વાળ હોય તો ત્યાં પણ વેક્સ લગાવી શકો છો. તે વાતનું ધ્યાન રાખો કે તમે વેક્સની લેયર જાડી રાખવી. હકીકતમાં તો વેક્સ ને પછી ખેંચવા માટે હાથનો ઉપયોગ કરવાનો રહેશે, એટલા માટે વેક્સની લેયર થોડી જાડી રાખવી જરૂરી છે.

વેક્સ ને હાથ થી લગાવતી વખતે તેને હળવા હાથે થપથપાવો. હવે તેને થોડા સેકન્ડ માટે એમ જ રહેવા દો અને પછી હાથથી ખેંચી લો. ચહેરા પર વેક્સ હમેશા થોડી-થોડી માત્રામાં લગાવવું. ધીમે ધીમે કરીને બધો ભાગ કવર કરી લેવો. એકવારમાં એક જ ભાગ કરો. વેક્સ નીકળ્યા પછી ચહેરા પર એલોવેરા જેલ લગાવવાનું ભુલવું નહીં.

કટોરી વેક્સનાં ફાયદા

કટોરી વેક્સનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. તેને ચહેરા પર લગાવ્યા પછી લાંબા સમય સુધી વાળ નથી આવતા. તે ચહેરાની હેર ગ્રોથ ઓછી કરવામાં પણ કામ કરે છે. તેને કર્યા પછી ફેસનું ટૈનિંગ પણ ઓછું થઈ જાય છે. તેવી જ રીતે ચહેરા પર બ્લેકહેડ હોય તો તે પણ નથી દેખાતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *