ચમચી થી નહીં પરંતુ હાથ થી ભોજન કરો, જાણો તેના વૈજ્ઞાનિક ફાયદાઓ

Posted by

વેસ્ટર્ન કલ્ચરને કારણે રેસ્ટોરન્ટ અથવા અન્ય જગ્યા પર ચમચી કાંટા વગર ભોજન કરવું ખરાબ આદત માનવામાં આવે છે. પરંતુ જો તમને બધાને એક સવાલ પૂછવામાં આવે કે ચમચી કાંટા થી ખાવું સરળ લાગે છે કે હાથથી થવું સરળ લાગે છે? તો જરૂરથી દરેક વ્યક્તિ એ માની લેશે કે હાથથી ખાવું વધારે સરળ છે. તમને જણાવી દઈએ કે હાથથી ખાવું ફક્ત સરળ નથી, પરંતુ સ્વાસ્થ્ય વર્ધક પણ હોય છે.

હાથ થી જમવાના ફાયદાઓ

ભોજનને હાથથી ઉઠાવતા સમયે તેનો સ્પર્શ મગજને એલર્ટ કરી દે છે અને મષ્તિસ્ક પહેલાથી જ ભોજન પચાવવા માટે પેટને સંકેત આપી દે છે. જેનાથી પેટ ગેસ્ટ્રિક જ્યૂસને રિલીઝ કરવાનું શરૂ કરી દે છે અને ભોજન યોગ્ય રીતે પચી જાય છે. ચમચીથી ખાવાથી માઇંડફૂલ ઇટિંગ થઈ શકતી નથી. કારણ કે ભોજન કરતાં વધારે આપણું ધ્યાન ચમચી પર હોય છે. જ્યારે હાથથી ખાવાથી આપણું ધ્યાન યોગ્ય રીતે ભોજન પર હોય છે. જેને જોઈને જ પેટ ભરાઈ જવાનો અહેસાસ થવા લાગે છે.

અમેરિકામાં થયેલા એક રિસર્ચ અનુસાર હાથથી ખાવાથી સંતુષ્ટિ મળે છે અને ઓવરઇટિંગ થી પણ બચી શકાય છે. ઓવરઇટીંગ ન કરવાથી સ્થૂળતા થી પણ છુટકારો મળે છે અને તેના વધવાનો ખતરો રહેતો નથી.

હાથથી ખાવાથી જીભ દાઝી જવાનો પણ ખતરો રહેતો નથી. કારણ કે હાથથી ભોજન ઉઠાવતા સમયે અંદાજ લાગી જાય છે કે ભોજન કેટલું ગરમ છે, જ્યારે ચમચીથી આ સંકેત દિમાગ સુધી પહોંચી શકતો નથી

ધ્યાન આપો

જમતા પહેલા અને જમી લીધા બાદ હાથ ને પાણી અને સાબુ અથવા એન્ટીબેક્ટેરિયલ હેન્ડવોશ યોગ્ય રીતે ધોઈ લેવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *