ડિસેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાનમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા બાદ વૈજ્ઞાનિકોએ આ વાયરસની ઉત્પત્તિ વિશે શોધ શરૂ કરી હતી. શરૂઆતના રિસર્ચમાં ખુલાસો થયો હતો કે વાઈરસ કોઈ ઝેરીલા જીવથી નીકળેલો હોઈ શકે છે. એક ખુબજ ઝેરીલા સાપને લઈને શંકા જાહેર કરવામાં આવી હતી. પછી પૈગોલિન્સ પર પણ રિસર્ચ થયું. કારણ કે ચીનના વેટ માર્કેટમાં માસને વેચવાની ખબરો પણ સામે આવી હતી. પરંતુ આખરે તે સ્પષ્ટ થયું કે આ બીમારી ચામાચીડિયા માંથી જ ફેલાય છે. આ પહેલા કોરોના વાયરસ પરિવારનો જ સભ્ય સાર્સ ચીનમાં થોડાં વર્ષ પહેલાં ખૂબ જ તબાહી મચાવી ચૂક્યો હતો.
ત્યાર બાદ એકાએક વૈશ્વિક મીડિયામાં ચામાચીડિયાં લઈને ઘણા રિપોર્ટ્સ આવી ગયા. કહેવામાં આવ્યું કે ચામાચીડિયાના શરીરની અંદર કોરોના વાયરસ જેવા હજુ વધારે વાયરસ છે. ચામાચીડિયા પર લાંબા સમયથી રિસર્ચ કરી રહેલ વૈજ્ઞાનિક પીટર ડેસ્જેક એ સીએનએન સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ચામાચીડિયા ના શરીરમાં અમે અત્યાર સુધી ફક્ત ૫૦૦ કોરોના વાયરસ શોધી કરી શક્યા છીએ. તેમના જણાવ્યા અનુસાર ચામાચીડિયા ના શરીરમાં વાયરસથી સંખ્યા ૧૫ હજાર સુધી હોઈ શકે છે. હજુ સુધી દુનિયા તો ફક્ત થોડા જ વાયરસથી વાકેફ થઇ છે.
પીટર ડેસ્જેક અમેરિકી સંસ્થા ઇકો હેલ્થ કેર ના પ્રેસિડેન્ટ છે. તે પાછલા ૧૫ વર્ષોથી ચામાચીડિયા ના સેમ્પલ એકઠા કરી રહ્યા છે. જેનાથી દુનિયાને ભવિષ્યમાં મહામારીઓથી બચાવી શકાય. પીટર ડેસ્જેક કહે છે કે અમે દરેક પ્રકારના સેમ્પલ એકઠા કરીએ છીએ, જેનાથી આગળના રિસર્ચમાં મદદ મળી શકે. તેઓ અત્યાર સુધીમાં ૨૦ દેશોમાં ફરીને ચામાચીડિયા ના સેમ્પલ એકઠા કરી ચૂક્યા છે. જેનાથી તે જણાવી શકાય છે કે આગળ હવે કઈ મહામારી ફેલાઈ શકે છે.
પીટર અને તેમની જેવા અન્ય શોધકર્તાઓની મદદથી તે જાણવામાં સરળતા થાય છે કે ચામાચીડિયા માંથી કયો વાઇરસ મનુષ્યમાં પણ પહોંચી શકે છે. પીટર કહે છે કે, “મેં અત્યાર સુધીમાં અંદાજે ૧૫ હજાર ચામાચીડિયા ના સેમ્પલ એકઠા કર્યા છે. જેના લીધે અત્યાર સુધીમાં દુનિયામાં અંદાજે ૫૦૦ નવા કોરોના વાયરસની માહિતી મેળવી શકાય છે. તેમાંનો એક તેમણે ૨૦૧૩માં મળ્યો હતો, જે માનવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસના પરિવારનો જ હિસ્સો હતો.
વર્ષ ૨૦૦૩માં સાર્સ મહામારી ફેલાવવાથી પહેલા સુધી કોરોના વાયરસને લઈને વધારે રિસર્ચ કરવામાં આવતી ન હતી. સિંગાપુરની વાયરોલોજીસ્ટ Wang Linfa ના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કોરોના વાયરસને લઈને મોટા પ્રમાણમાં રિસર્ચ થયેલ ન હતી. આ પહેલા મનુષ્યમાં ટ્રાન્સફર થઇ શકતા ફક્ત ૨ કોરોના વાયરસ શોધવામાં આવ્યા હતા. તેમની શોધ પણ ૧૯૬૦નાં દશક દરમિયાન થઇ હતી.
પીટર જે અમેરિકાની સંસ્થામાં કામ કરે છે તે મોટાભાગે સાઉથ-ઈસ્ટ ચાઇના પર જ ફોકસ કરે છે, તે યુનાન પ્રાંત છે. તે ચામાચીડિયાઓને મોટી સંખ્યામાં હાજરી માટે ઓળખવામાં આવે છે. પીટર કહે છે કે આ જગ્યા પર વધારે ધ્યાન એટલા માટે આપવામાં આવ્યું, કારણ કે અહીંયા થી સાર્સની પણ શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.