ચેતેશ્વર પુજારા એક ભારતીય ક્રિકેટર છે, જે સૌરાષ્ટ્ર અને ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. તેમનો જન્મ ૧૯૮૮માં રાજકોટ નાં એક હિન્દુ લોહાણા પરિવારમાં થયેલો હતો. તેમણે ૨૦૦૫માં સૌરાષ્ટ્ર માટે ડેબ્યુ કર્યું હતું અને વર્ષ ૨૦૧૦માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરેલું હતું. ચેતેશ્વર પુજારા એ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૩નાં રોજ રાજકોટમાં પુજા પાબારીની સાથે લગ્ન કરેલા છે. પુજા ગુજરાતનાં જામનગર જિલ્લા ની રહેવાસી છે અને તેણે મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કરેલ છે. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૮નાં રોજ બંને માતા-પિતા બન્યા હતા અને તેમની દીકરીનું નામ અદિતિ છે.
ગુજરાતનાં જામનગરમાં રહેવાવાળી પુજા સુંદરતાની બાબતમાં બોલીવુડની કોઈ એક્ટ્રેસ થી બિલકુલ પણ ઓછી નથી. અન્ય ક્રિકેટર્સની વાઈફની જેમ તે લાઈમલાઈટથી દુર રહે છે, પરંતુ તે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે. સમય સમય પર તે પોતાની તસ્વીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતી રહે છે.
પુજા મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ છે. રાજસ્થાનનાં માઉન્ટ આબુના એક પ્રાઇવેટ સ્કુલમાં તેણે અભ્યાસ કરેલો છે. બાદમાં એમબીએ કર્યું અને ત્યારબાદ મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં એચઆર હેડ પણ રહી ચુકેલ છે.
ચેતેશ્વર પુજારા અને પુજા નાં એરેન્જ મેરેજ થયેલા છે. કોઈ પારિવારિક મિત્રએ સંબંધની વાત આગળ વધારી તો બંનેના પરિવારજનો એ મુલાકાત નો દિવસ નક્કી કરેલો. શરમાળ સ્વભાવનાં ચેતેશ્વર માતા-પિતાની સાથે યુવતી જોવા માટે પહોંચ્યા. બંનેને એકાંતમાં વાત કરવા માટે મોકલવામાં આવેલ. કહેવામાં આવે છે કે બંને વચ્ચે બે કલાકથી વધારે વાતચીત ચાલી હતી.
આ પહેલી મુલાકાતમાં જ બંને એકબીજાને એટલા પસંદ આવી ગયા હતા કે તેમણે તુરંત લગ્ન માટે હાં પાડી દીધી હતી. લગ્નનાં દિવસે રિસેપ્શનમાં સમગ્ર ઇન્ડિયન ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલ, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની તૈયારી ને લીધે કોઈપણ તેમના રિસેપ્શનમાં પહોંચી શકેલ ન હતું.
લગ્ન પહેલા પુજા ચેતેશ્વર વિશે વધારે જાણતી ન હતી, પરંતુ હવે તેનો સંબંધ એક એવા પરિવારમાં થયો હતો જ્યાં ક્રિકેટ તેમના દિલમાં વસે છે. ચેતેશ્વર ની જેમ તેના પિતા પણ ક્રિકેટર જ હતા. ધીરે ધીરે પુજા પણ હવે આટલા વર્ષોમાં ક્રિકેટની બારીકીઓને સમજી ચુકી છે.
લગ્ન દરમિયાન પુજારા ભારત તરફથી ૯ ટેસ્ટ મેચમાં ૫૮ ની સરેરાશથી ૭૬૧ રન બનાવી ચુકેલા હતા. દ્રવિડના સંન્યાસ બાદથી જ તેમને ટીમ ઈન્ડિયાની નવી દિવાલ કહેવામાં આવે છે. અમુક હદ સુધી તેમણે આ જવાબદારીને નિભાવેલ પણ હતી, પરંતુ પાછલા અમુક વર્ષોથી તેમના પ્રદર્શનમાં કમી જોવા મળી છે. ખરાબ ફોર્મ ને કારણે ટીમ ઇન્ડિયા માંથી બહાર થયા તો ઇંગલિશ કાઉન્ટીમાં જઈને રનનો પહાડ ઉભો કરી દીધો હતો.
ચેતેશ્વર પુજારાને વર્ષ ૨૦૦૬માં અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ રમવા માટે પસંદ કરવામાં આવેલ. તેમણે એફ્રો એશિયા અંડર-19 કપ દરમિયાન ૪ ઇનિંગ્સમાં ૩ અર્ધશતક બનાવેલ. પુજારા વર્ષ ૨૦૦૬નાં અંડર-19 વિશ્વ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા. પુજારા એ એક વર્ષમાં ૨૦૦૦ રન બનાવ્યા હતા. તેમણે વર્ષ ૨૦૧૩નાં પ્રથમ શ્રેણી મેચમાં ૧૦૨.૧૫ ની સરેરાશથી ૨૦૪૩ રન બનાવ્યા હતા. પુજારાને નેટવર્થ ભારતીય ટીમના અન્ય મહત્વપુર્ણ ખેલાડીઓથી થોડી ઓછી છે. ચેતેશ્વર પુજારા ગુજરાતમાં એક લક્ઝરી ઘરના માલિક પણ છે.