દિલ્હી : લોકસભાની ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા અને મેસેજીંગ ખુબ અગત્યનો રોલ ભજવે છે. આપ જાણો છો કે, લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું 11 એપ્રિલે મતદાન થઈ ચૂક્યું છે. હવે છ ચરણોમાં મતદાન બાકી છે. આગળ જણાવ્યું તેમ સોશિયલ મીડિયા ચુંટણી વખતે બહું અગત્યનો ભાગ ભજવે છે. અને તેજ કારણોસર એનાં પર ફેક ન્યુઝ કે આપત્તિજનક ટિપ્પણીને રોકવા માટે સખત પગલાંઓ ભરવાં માટે ફેસબુકની ઓનરશિપ ધરાવતાં વોટસએપ દ્વારા જુઠાં ખબરો કે આપત્તિજનક ટિપ્પણી ફેલાવનારનાં નંબરો બ્લોક કરી દેવાયાં છે.
વોટસએપે અસંખ્ય યુઝર્સનાં ફિચર ડિસેબલ કર્યા હતા. જો તમે પણ વોટસએપ ઉપર ચુંટણી સંબંધિત ગલત અથવાં મેસેજ કરશો તો એ ચાર કારણોસર આપને બ્લોક અથવાં એમ કરતાં અટકાવી શકે છે.
વોટ્સએપે પોતાની FQA ઉપર સ્પષ્ટ જણાવ્યું છે કે, ઉપભોક્તાએ વોટસએપ ઉપર ઓટોમેટેડ મેસેજ, બલ્ક મેસેજ અથવા ઓટોડાયલ કરવાનું ટાળવું જોઈએ. વોટ્સએપ મશીન લર્નિંગ ટેકનોલોજી અને યુઝર્સનાં રિપોર્ટ એમ બન્નેનો ઉપયોગ કરતાં હોય છે. એવું બનતું હોય કે, તમે કોઈ ઉપભોક્તાને આપત્તિજનક મેસેજ મોકલતાં હોવ અને તે રિપોર્ટ કરી શકે છે આમ, તમારાં એકાઉન્ટ પર જોખમ ઉભું થઈ શકે છે. અનાધિકૃત કે ઓટોમેટેડ મેસેજ માટે એકાઉન્ટ અને ગૃપ બનાવશો નહીં. એ માટે વોટસએપનાં મોડિફાઇડ વર્જનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વોટ્સએપની યુઝર્સ માટે સલાહ છે કે, તેમણે ક્યારેય પણ બીજાની સહમતી વિના એમનાં નંબરનો ઉપયોગ કરવો નહીં. એવી સ્થિતિમાં અજાણ્યા લોકોને મેસેજ કરવો કે ગૃપમાં એડ કરવાંની ભુલ કરશો નહીં. ખોટી રીતે બનાવેલ કોન્ટેક્ટ લિસ્ટ (દાખલા તરીકે ખરીદવામાં આવેલ ફોન નંબર યાદી) તમને ભારે પડી શકે છે.
બ્રોડકાસ્ટ લિસ્ટનો વધારે પડતો ઉપયોગ :
ઘણાને એવી ટેવ હોય છે કે તેઓ આવાં લિસ્ટની મદદથી બ્રોડકાસ્ટ મેસેજ મોકલે છે. વોટ્સએપ અનુસાર બ્રોડકાસ્ટ લિસ્ટ પર મોકલાયેલ મેસેજ ત્યારે રિસીવ થશે જ્યારે બીજાં યુઝરનાં કોન્ટેક્ટ યાદીમાં તમારૂં નામ સેવ થયેલું હશે. આનાથી વિપરીત તમે વારંવાર એમને મેસેજ મોકલશો તો એ રિપોર્ટ કરી શકે છે. આવાં અનેક કિસ્સામાં વોટસએપ દ્વારા એવાં એકાઉન્ટ બ્લોક કરી દેવાયા હતા.
નિયમોના અનાદર બદલ : વોટસએપનો ઉપયોગ કરનાર તમામ કંપનીનાં નિયમોથી બંધાયેલ છે. એનું પાલન કરવું કાનુન અનુસાર જરૂરી છે. વોટ્સએપ પર ધાકધમકી દ્વારા, બિભત્સ, ધૃણાસ્પદ, ગેરકાયદે, આપત્તિજનક, ભેદી મેસેજ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય છે.
તો હવે ચુંટણી દરમ્યાન વોટસએપનાં તમામ ઉપભોક્તાએ આ તમામ બાબતો પર બારીકાઈથી ધ્યાન રાખીને કોઈ બીજાં તમને હાથો ન બનાવી જાય એની ચોકસાઇ રાખવી જોઈશે. બીજાને ઉતાવળમાં કોઈપણ મેસેજ ફોરવર્ડ કરવાની ભૂલ કરશો નહીં.
લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)