જોક્સ-૧
પતિ (પત્નીને) : આ તે કંઈ રસોઈ બનાવી છે? સાવ રદ્દી!
હું એક કોળિયો પણ ખાઈ શકું તેમ નથી. હું હોટેલમાં જઈને ખાઈ લઈશ.
પત્ની : દસ પંદર મિનિટ તો થોભી જાવ.
પતિ : શું પંદર મિનિટમાં તું બીજી રસોઈ તૈયાર કરી નાખીશ?
પત્ની : ના, પંદર મિનિટમાં, હું પણ હોટેલમાં આવવા તૈયાર થઈ જાઉં.
જોક્સ-૨
એક દિવસ પતિએ તેની પત્નીને દારૂ ચખા ડ્યો.
પત્ની : છી… આ તો કેટલો કડવો છે.
પતિ : તો તને શું લાગ્યું કે હું જલસા કરું છું…. હું ઝેરનાં કડવા ઘુંટ પીઉં છું.
જોક્સ-૩
કાકા : “એલાવ! ડૉકટર સાહેબ! જલદી આવો મારી પત્નીને એપેન્ડિકસનો દુઃખાવો ખુબ જ ઉપડયો છે.
ડૉક્ટર : “કાકા, એ કેમ બને? મેં એમનું એપેન્ડિકસનું ઓપરેશન એક વાર કર્યું હોવાથી, બીજી વાર એ થાય જ નહીં!”
કાકા : “એપેન્ડિક્સ બીજી વાર નહીં થાય પરંતુ તારી કાકી તો બીજી હોય ને?”
જોક્સ-૪
જો તમારું પેટ બહાર આવી રહ્યું છે, તો ગભરાશો નહીં…
કારણ કે એર બેગ હંમેશા લક્ઝરી કારમાં જ હોય છે.
જોક્સ-૫
ડોક્ટર : જુઓ, તમારે થોડા મહિના માટે માથાને લગતી મગજમારી કરવાની નથી!
મોહન : પણ સાહેબ! માથા પર તો મારા જીવનનો આધાર છે!
ડોક્ટર : “તમે કોઈ લેખક કે વૈજ્ઞાનિક છો.
મોહન : ના સાહેબ! હું તો ફકત એક હજામ છું!
જોક્સ-૬
મોન્ટુ દારૂ પીને ગાડી ચલાવતો હતો.
અચાનક કાર થાંભલા સાથે અથડાઈ હતી
પોલીસ : બહાર નીકળ.
મોન્ટુ : માફ કરજો સર.
પોલીસ : હવે પછી દારૂ પીને ગાડી ચલાવશે?
મોન્ટુ : અરે ના સર, મેં તો પહેલાથી ઘણું દારૂ પીધું છે, હજી કેટલું પીવડાવશો.
જોક્સ-૭
મધરાતે રમેશે તેની ગર્લફ્રેન્ડ પિંકીના ઘરનો દરવાજો ખખડાવ્યો.
પિંકી : કોણ છે?
રમેશ : હું?
પિંકી : હું કોણ છું?
રમેશ : અરે મુર્ખ, તું પિંકી બીજું કોણ.
જોક્સ-૮
એકવાર એક છોકરીએ ભગવાન પાસે માંગ્યું,
હે ભગવાન એક સ્માર્ટ છોકરાને મારો બોયફ્રેન્ડ બનાવો.
ભગવાને કહ્યું : જો તે સ્માર્ટ હશે તો આ બધામાં નહીં પડે, દીકરી તું ઘરે જા અને ભણવામાં ધ્યાન આપ.
જોક્સ-૯
છગન જમીન પર માથું રાખીને અને પગ ઉપર રાખીને ઊભો હતો.
મગન : અરે આમ ઊંધો કેમ ઉભો છે?
છગન : મેં હમણાં જ માથાના દુ:ખાવાની દવા લીધી છે, તે પેટમાં ન જાય એટલા માટે ઊંધો ઉભો છું.
જોક્સ-૧૦
પહેલીવાર ઉપવાસ રાખતી છોકરીએ પૂછ્યું,
પંડિતજી, સાદા પાણીને બદલે પાણીપુરીનું પાણી પીયે તો ચાલશે?
પંડિતજીને ચક્કર આવી ગયા.
જોક્સ-૧૧
માસ્તર (ચીકુને) : તારા અંગ્રેજીમાં આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા?
ચીકુ : તે દિવસે આવ્યો ન હતો.
માસ્તર : અરે, પરીક્ષાને દિવસે તું આવ્યો ન હતો તો આ પુરવણી કોણે લખી?
ચીકુ : અરે મારી બાજુ વાળો છોકરો આવ્યો ન હતો.
જોક્સ-૧૨
પત્ની : જો હું તમને છોડીને જતી રહું તો તમે શું કરશો?
પતિ : હું પાગલ થઈ જઈશ.
પત્ની : એટલે તમે બીજી વાર લગ્ન નહિ કરો ને?
પતિ : અરે પાગલ માણસ તો કંઈ પણ કરી શકે છે.
જોક્સ-૧૩
પહેલો કેદી : પોલીસે તને કેમ પકડ્યો?
બીજો કેદી : બેંક લૂંટ્યા પછી હું ત્યાં બેસીને પૈસા ગણતો હતો ને પોલીસે પકડી લીધો.
પહેલો કેદી : ત્યાં બેસીને પૈસા ગણવાની શી જરૂર હતી?
બીજો કેદી : ત્યાં લખ્યું હતું કે કાઉન્ટર છોડતા પહેલા પૈસા ગણી લો, પછી બેંક જવાબદાર નહીં હોય.
જોક્સ-૧૪
ગોલુ એકદમ ચિંતિત બેઠો હતો.
ભોલુ : શું થયું યાર?
ગોલુ : શું કહું, આજે કોઈએ કહ્યું કે જીંદગી ચાર દિવસની હોય છે.
ભોલુ : એ તો બધાને ખબર જ છે.
ગોલુ : પણ મેં ૮૪ દિવસનું રિચાર્જ કરાવ્યું છે બાકીના ૮૦ દિવસનું શું થશે.
જોક્સ-૧૫
પિતા : દીકરી તું મને પહેલા પપ્પા કહેતી હતી અને હવે ડેડી કહે છે. આવું કેમ?
દીકરી : અરે ડેડી તમે પણ શું…
પપ્પા કહેવામાં લિપસ્ટિક બગડી જાય છે એટલે.
પિતા બેભાન.
જોક્સ-૧૬
મગન : ડોક્ટર ક્યાં છે?
કંપાઉન્ડર : એ તો ઘરે છે. તમને શું થયું એ કહો?
મગન : કુતરું કરડ્યું છે.
કંપાઉન્ડર : બહાર બોર્ડ પર લખ્યું તે વાંચ્યું નહીં,
દર્દીને જોવાનો સમય સવારે ૧ થી ૧૧ નો જ છે અને તમે એક વાગે આવ્યા છો. પછી ડોક્ટર ક્યાંથી મળે.
મગન : હા, મેં વાંચ્યું હતું, પણ કુતરાએ વાંચ્યું ન હતું.