છગન : મારા વાળી જરા જેટલું બહાનું મળે એટલે ઝગડવાનું ચાલુ કરી દે છે. મગન : તું નસીબ વાળો છે. છગન : આવા તે કાંઈ નસીબ હોતા હશે? પછી મગને એવો જવાબ આપ્યો કે તમે ખડખડાટ હસી પડશો

જોક્સ-૧

સંતા-બંતા પરીક્ષા ખંડ માંથી બહાર આવીને :

સંતા : તને ખબર છે આ પેપર કયું હતું?

બંતા : ગણિતનું હતું યાર..

સંતા : તેનો અર્થ તારું પેપર સારું ગયું?

બંતા : અરે નહિ યાર, બાજુ વાળી છોકરી પાસે કેલ્ક્યુલેટર જોયું હતું.

જોક્સ-૨

છોકરી : ડેડી, સ્ત્રી પતિનું અર્ધું અંગ, અર્ધાંગના કહેવાય?

પપ્પા : એવું કહેવાય છે ખરું.

છોકરી : તો પુરુષ બીજી વાર પરણે તો પૂરો થઇ જાય?

પપ્પા : એવું મનાય છે ખરું.

જોક્સ-૩

મેડમ : એક વખતની વાત હતી, અકબર બાદશાહ પોતાની પથારી ઉપર સુતા હતા કે..

(એક છોકરો તેની વચ્ચે આવી જાય છે)

બાળક : મિસ, રાહુલ મારા લંચ બોક્સને ખોલી રહ્યો છે.

મેડમ : રાહુલ, હું થપાટ મારી દઈશ, બેસી જા.

મેડમ : સારું બાળકો હું ક્યાં હતી?

બાળક : અકબરની પથારીમાં…

સન્નાટો છવાઈ ગયો.

જોક્સ-૪

હિના : અલી તને ખબર છે? પેલી મંજુ એના વરને અને કુતરાને એક જ નામે બોલાવે છે.

મીના : તો તો કન્ફ્યુઝન થતી હશે નઈ!

હિના : ના. તે કુતરાને પ્રેમથી બોલવે છે.

જોક્સ-૫

પપ્પુ : તું લગ્ન કેમ નથી કરતી?

ટીના : હું એવા માણસ સાથે લગ્ન કરવા માંગુ છું જેને જિંદગીનો અને એમાં આવતી મુશ્કેલીઓનો અનુભવ હોય.

પપ્પુ : તો કોઈ વિધુર સાથે લગ્ન કરી લે.

જોક્સ-૬

પત્ની : લોકો કહે છે કે હું જુવાન થતી જાઉં છું.

પતિ : સાચું છે. વર્ષો પહેલા તું ત્રીસની હતી, આજે વીસની છે.

(સમજાય તેને સલામ)

જોક્સ-૭

જયા : મેં ગઈ કાલે વર માટે રૂમાલ ખરીદવો કે મારા માટે બનારસી સાડી એ નક્કી કરવા ટૉસ કર્યો.

છાપ આવે તો સાડી અને કાંટો આવે તો રૂમાલ લેવો એવું નક્કી કરેલું

હેમા : તો શું આવ્યું?

જયા : છાપ આવ્યો પણ એ લાવવા માટે મારે ૫ વાર સિક્કો ટૉક કરવો પડ્યો.

જોક્સ-૮

પપ્પુ : અરે યાર, હું મારું પર્સ ટેબલ પર ભુલી ગયો.

ટપ્પુ : પણ તારી કામવાળી તો પ્રામાણિક છે. તે તારી પત્નીને પર્સ આપી દેશે.

પપ્પુ : એ વાતનો જ તો ડર છે.

જોક્સ-૯

સેલ્સમેન : સર, લાઉડ સ્પીકર ખરીદશો?

મનોજ : ના થેંક્સ, હું એકને પરણેલો છું.

(ન સમજાય તો તમે કુંવારા લાગો છો.)

જોક્સ-૧૦

હેમા : ભગવાને સ્ત્રીને પહેલા બનાવી હોત, તો પુરુષની ક્વોલિટી સારી હોત.

નેહા : તેની પાછળનું કારણ?

હેમા : કારણ કે ભગવાનને સ્ત્રીની સલાહ સૂચનનો લાભ મળતે.

જોક્સ-૧૧

પતિ : આ નાટકમાં હીરો હિરોઈનને ગજબનો પ્રેમ કરે છે, નઈ!

પત્ની : તે બંને અસલ જીવનમાં ૨૦ વર્ષથી પતિ-પત્ની છે.

પતિ : ઓહ માઈ ગોડ! આ તો ગજબનો એક્ટર છે.

જોક્સ-૧૨

છગન : તારો તારી પત્ની સાથે કદી ઝગડો થતો જ નથી?

મગન : ના.

છગન : શું વાત કરે છે?

મગન : હા. એ એના રસ્તે અને હું પણ એના રસ્તે.

જોક્સ-૧૩

દિનેશ : મારી પત્નીને સપનામાં રોજ એવું લાગે છે કે એ કોઈ કરોડપતિને પરણી છે.

રાજુ : મારાવાળીને તો એવું દિવસે લાગે છે.

જોક્સ-૧૪

રાજુ : તારો માથાનો દુઃખાવો કેવો છે?

શ્યામ : શાક માર્કેટમાં કાંદા બટેકા લેવા ગયો છે.

જોક્સ-૧૫

પત્ની : તું સ્માર્ટ હોવાનો વહેમ કાઢી નાખ.

જે દિવસે તેં મને લગ્નનો પ્રસ્તાવ મુકેલો ત્યારે તું મુર્ખ જેવો દેખાતો હતો.

પતિ : દેખાતો હતો? અરે મુર્ખ જ હતો. નહીં તો એવું પગલું ભરતે જ નહીં.

જોક્સ-૧૬

ટપ્પુ : આ બે માંથી વરરાજો કોણ છે?

પપ્પુ : પેલો ઉદાસ ચહેરા વાળો, પેલો હસતો છે એ તો કન્યાનો બાપ છે.

જોક્સ-૧૭

હિના : શું વાત છે, આજકાલ તને તારા વર સાથે સારું ફાવે છે.

મીના : હા.

હિના : આ ચમત્કાર કેવી રીતે થયો?

મીના : હું થોડા દિવસ પહેલા મુંબઈ ગઈ હતી, ત્યાં મેં મારા ૨૦ વર્ષ જુના બોયફ્રેન્ડને જોયો જેની સાથે હું લગ્ન કરવા માંગતી હતી.

એની હાલત જોયા પછી મારા વિચાર બદલાઈ ગયા.

જોક્સ-૧૮

છગન : મારા વાળી જરા જેટલું બહાનું મળે એટલે ઝગડવાનું ચાલુ કરી દે છે.

મગન : તું નસીબ વાળો છે.

છગન : આવા તે કાંઈ નસીબ હોતા હશે?

મગન : ભાઈ મારાવાળી તો સેલ્ફ સ્ટાર્ટર છે. બહાનાની પણ જરૂર નથી પડતી.