છગનની છત્રીમાં કાણું હતું. છગનનાં છોકરાએ પુછ્યું : પપ્પા છત્રીમાં કાણું કેમ છે? છગનનો જવાબ સાંભળીને તમે ખડખડાટ હસી પડશો

Posted by

જોક્સ-૧

Advertisement

નોકરાણી : મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.

માલકિન : અરે વાહ શું વાત છે .. બાઈ… ધ્યાન રાખજે હો.

નોકરાની : હા મેમ સાહેબ, તમે પણ ધ્યાન રાખજો. સાહેબનું નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે.

જોક્સ-૨

બાળક – અંકલ ડેટોલ સાબુ છે…?

દુકાનદાર (નાકમાંથી આંગળી કાઢીને) : હા દીકરા, છે…!

બાળક : પછી હાથ ધોઈ લો અને ક્રીમરોલ આપો.

જોક્સ-૩

ટીચરે સાઈંસ લેબમાં તેમના ખિસ્સાથી સિક્કો કાઢ્યો અને એસિડમાં નાંખ્યો.

ટીચરએ પૂછયું બતાવો કે આ સિક્કો ઓગળી જશે કે નહીં?

બાળક : સર નહી ઓગળે.

ટીચર : શાબાશ, પણ તને કેવી રીતે ખબર પડી?

બાળક : જો સિક્કો ઓગળતો હોત તો તમે અમારી પાસેથી માંગ્યો હોત, તમારો પોતાનો નાંખ્યો ન હોત.

જોક્સ-૪

પપ્પૂને સુહાગરાતમાં પત્નીથી વાત કરવાનો ટૉપિક શોધી રહ્યો હતો.

કઈક સમજ નહી આવ્યુ તો પૂછ્યુ ઘરે બોલીને તો આવી છે ને કે આજે રાત્રે અહીં જ રોકાશે?

જોક્સ-૫

પત્ની : સવાર પડી જલ્દી ઉઠો, હું ભાખરી કરું છું.

પતિ : હું ક્યાં તાવડી ઉપર સુતો છું? તું ભાખરી કરને.

જોક્સ-૬

ટીચર : આજથી બધા જ છોકરા ક્લાસની બધી છોકરીઓને બહેન કહેશે.

પાછળથી એક છોકરો બોલ્યો : આ બધાના મામેરા તમારો બાપ કરશે?

જોક્સ-૭

પતિ : આલુ પરોઠા માં ક્યાંય આલુ તો છે જ નહીં.

પત્ની : ચુપચાપ ખાઈ લો. કાશ્મીરી પુલાવમાં ક્યાંય કાશ્મીર દેખાય છે?

જોક્સ-૮

છગનની છત્રીમાં કાણું હતું. છગનના છોકરાએ પૂછ્યું : પપ્પા છત્રીમાં કાણું કેમ છે?

છગન : અરે ગધેડા, વરસાદ બંધ થઈ જાય તો ખબર કેવી રીતે પડશે?

જોક્સ-૯

પતિ : આ જો, આજના છાપામાં સમાચાર છે કે પત્નીએ એના પતિને વેચી નાખ્યો.

પત્ની : હે? કેટલામાં વેચ્યો?

પતિ : એક સાયકલના બદલામાં. પણ જો જે હો તું આવું ન કરતી.

પત્ની : અરે હું કાંઈ ગાંડી છું તે આવું કરું? મને એટલી તો ખબર પડે છે કે તમારું એકટીવા તો આવે જ.

જોક્સ-૧૦

પત્ની : કોણ હતી એ?

પતિ : કોલેજની જુની ફ્રેન્ડ હતી.

પત્ની : ધીરેથી શું કહીને ગઈ એ તમને?

પતિ : કંઈ નહીં, બસ એટલું કીધું કે મારી સાથે લગ્ન કર્યા હોત તો તમને આ થેલા ના ઉપાડવા દેત.

પત્ની : વાયડીની…., અહીંયા લાવો એ થેલા.

જોક્સ-૧૧

પત્ની : તમે મને બગીચામાં ગુલાબના છોડવા રોપવામાં મદદ કરશો..?

પતિ : તને શું લાગે છે…હું કાંઈ માળી છું…???

પત્ની : આપણા બેડરૂમના  દરવાજાનું હેન્ડલ તૂટી ગયું છે, એ રિપેર કરી આપશો..??

પતિ : તને શું લાગે છે..હું કાંઈ સુથાર છું…???

સાંજે જ્યારે પતિ ઓફીસેથી ઘરે આવ્યો તો બગીચામાં  છોડવા રોપાઈ ગયા હતા અને દરવાજાનું હેન્ડલ પણ રિપેર થઈ ગયું હતું.

પતિ : આ બધા કામ કોણે કરી  આપ્યાં..???

પત્ની : આપણા પરોપકારી પાડોશી પ્યારેલાલે. આ બે કામ કરવા માટે તેમણે મને બે ચોઇસ આપી હતી…

પતિ : કઈ…?????

પત્ની : કાં તો હું તેમને પીઝા ખવડાવું અથવા એક ચુંબન આપું.

પતિ : મને ખાતરી છે, તેં એમને પીઝા જ ખવડાવ્યા હશે, ખરું ને…???

પત્ની : તમને શું લાગે છે…,  હું કાંઈ મેકડોનાલ્ડ છું…?????

Advertisement

Leave a Reply

Your email address will not be published.