છોકરીએ પોતાની માં ને ફોન કર્યો, છોકરી : માં મારો તેમની સાથે ઝગડો થઇ ગયો છે, હું ૩-૪ મહિના માટે ઘરે આવી રહી છું, માં એ એવો જવાબ આપ્યો કે તમને મોજ આવી જશે

Posted by

જોક્સ-૧

Advertisement

પત્નીનો નવા વર્ષનો સંકલ્પ

હું નવા વર્ષનો સંકલ્પ કરું છું કે તમે પાણી માગશો તો શરબત આપીશ,

દુધ માંગશો તો ખીર આપીશ રોટલી માંગશો તો પરોઠા આપીશ.

પતિ ફેરવી ફેરવીને કહે છે એના કરતાં સીધું જ કહી દે ને કે

તમે કહેશો એમ તો નહીં જ કરું.

જોક્સ-૨

ગુજરાતમાં ચુંટણી બે ચરણમાં યોજાશે.

પહેલા તેઓ તમારા ચરણોમાં હશે,

અને પછી તમે તેમના ચરણોમાં હશો.

જોક્સ-૩

પત્ની : મહેમાન આવી રહ્યા છે ઘરમાં દાણા સિવાય કાંઈ જ નથી.

પતિ : તે લોકો આવે તો એક વાસણ જમીન પર ફેંકી દેજે,

અને હું પુછીશ કે શું થયું? તો કહેજે શાહી પનીર ઢોળાઈ ગયું.

પછી બીજું વાસણ ફેંક જે અને કહેજે પનીર ભુરજી પણ ઢોળાઈ ગઈ.

પછી હું કહીશ, કાંઈ નહિ દાળ બચી છે એ જ લઈ આવ.

ઘરમાં મહેમાન આવ્યા પછી વાસણ પડવાનો અવાજ આવ્યો,

પતિ : શું થયું?

પત્ની : અરે નખ્ખોદ જાય… દાળ જ ઢોળાઈ ગઈ.

જોક્સ-૪

પોલીસ : તું ભીખ કેમ માંગી રહ્યો છે. આ ખરાબ કામ છે.

ભિખારી : શું તમે ભીખ માંગી છે?

પોલીસ : ના.

ભિખારી : તો પછી તમને કેવી રીતે ખબર પડી કે આ ખરાબ કામ છે.

જોક્સ-૫

છોકરીએ પોતાની માં ને ફોન કર્યો,

છોકરી : માં મારો તેમની સાથે ઝગડો થઇ ગયો છે,

હું ૩-૪ મહિના માટે ઘરે આવી રહી છું.

માં : ઝગડો તેણે કર્યો તો સજા પણ તેને જ મળવી જોઈએ.

તું ત્યાં જ રહે, હું ૫-૬ મહિના માટે આવી રહી છું.

જોક્સ-૬

મોનુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે તેના પગમાં સાંપ કરડ્યો.

મોનુ ગુસ્સામાં : લે ફરીથી કરડીલે અને જેટલી વખત કરડવું હોય એટલી વખત કરડી લે.

સાપે ફરીથી ૩-૪ વખત કરડ્યો અને થાકીને બોલ્યો, તું માણસ છે કે ભુત?

મોનુ : હું તો માણસ જ છું પણ મારો પગ નકલી છે.

જોક્સ-૭

એક બહેરો બાઈકને ધક્કો મારીને લઇ જઈ રહ્યો હતો.

સામેથી આવતા બીજા બહેરાએ કહ્યું, શું થયું ભાઈ, પેટ્રોલ ખલાસ થઈ ગયું?

પહેલો બહેરો : ના યાર, પેટ્રોલ ખલાસ થઈ ગયું.

બીજો બહેરો : અચ્છા…. હું સમજ્યો કે પેટ્રોલ ખલાસ થઈ ગયું.

આ બે ની વાતો સાંભળીને ત્યાં નજીકમાં ઉભેલા પાણીપુરીવાળાને ચક્કર આવી ગયા.

જોક્સ-૮

ચિન્ટુ દુઃખી થઈને બેઠો હતો.

પિન્ટુ : શું થયું યાર, આટલો દુઃખી અને ચિંતિત કેમ છે?

ચિન્ટુ : યાર મારા વાળ ઘણા વધારે ખરી રહ્યા છે.

પિન્ટુ : તેનું કારણ ખબર પડ્યું?

ચિન્ટુ : ચિંતાને કારણે.

પિન્ટુ : લાઈફ તો સેટ છે તારી. હવે તને કઈ વાતની ચિંતા છે?

ચિન્ટુ : વાળ ખરવાની.

જોક્સ-૯

એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું

સવાલ : કયું પ્રવાહી ગરમ કરવા પર ઘન સ્વરૂપ ધારણ કરે છે??

બકો : ચણાના લોટના ભજિયા!!!!

જોક્સ-૧૦

બાળક દાદી પાસે આવ્યો અને બોલ્યો,

દાદી એક વખત ‘ટેં’ એવું બોલીને સંભળાવો.

દાદી : ટેં.

દીકરો : ફરી એક વખત બોલોને.

દાદી : ટેં.

કેટલું સરસ બોલો છો તમે. તો પછી તમે મારી મમ્મીને આ શબ્દ બોલીને કેમ નથી સંભળાવતા?

દાદી : તારી મમ્મીને શા માટે સંભળાવું?

તે પોતાની બહેનપણીઓને કહી રહી હતી,

આની દાદી ખબર નહિ ક્યારે ટેં બોલશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.