જોક્સ-૧
માસ્ટર : સાંપની પુંછડી પર પગ મુકવો – આ રૂઢિપ્રયોગનો અર્થ કહો.
વિદ્યાર્થી : પત્નીને તેના પિયર જતી અટકાવવી.
હવે માસ્ટરજીને સમજાતું નહોતું કે આ બાળકને મરઘો બનાવવો કે તેને વર્ગનો મોનિટર બનાવવો.
જોક્સ-૨
ગર્લફ્રેન્ડ : જાનુ હું તારા માટે આગ પર ચાલી શકું છું, નદીમાં કુદી શકું છું.
બોયફ્રેન્ડ : હું પણ તને ઘણો પ્રેમ કરું છું, શું તું અત્યારે મને મળવા આવી શકે છે?
ગર્લફ્રેન્ડ : ગાંડો થઈ ગયો છે કે શું?
આટલા તડકામાં હું કાળી પડી ગઈ તો.
જોક્સ-૩
પપ્પુ : આજે મેં પાણીને મુર્ખ બનાવ્યું.
ટપ્પુ : કેવી રીતે?
પપ્પુ : મેં ન્હાવા માટે પાણી ગરમ કર્યું, તેને ડોલમાં કાઢ્યું.
પાણીએ વિચાર્યું હશે કે હું તેનાથી નાહીશ, પણ હું ન્હાયો જ નહિ.
ટપ્પુ : તું એની શું વાત કરે, આજે મેં આખા પરિવારને મુર્ખ બનાવ્યો છે.
પપ્પુ : કઈ રીતે?
ટપ્પુ : હું ન્હાવા માટે બાથરૂમમાં ગયો અને થોડી વાર બેસીને ન્હાયા વગર કપડાં બદલીને જ બહાર આવી ગયો.
જોક્સ-૪
રમેશ : કાલે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો. મેં બેલ વગાડી પણ પત્નીએ દરવાજો ન ખોલ્યો.
મારે આખી બહાર ઓટલા પર રહેવું પડ્યું.
તેનો નવો સહકર્મી સુરેશ : તો પછી સવારે તેં તારી પત્નીની ખબર લીધી કે નહીં?
રમેશ : ના યાર, જ્યારે સવારે નશો ઉતર્યો ત્યારે મને યાદ આવ્યું કે મેં હજી લગ્ન જ નથી કર્યા.
અને ચાવી મારા ખિસ્સામાં જ હતી.
જોક્સ-૫
છગન : તને શું થઇ ગયું ભાઈ? પાતળો પણ થઈ ગયો છે.
મગન : હા, મારી બૈરી ડાયટ પર છે.
જોક્સ-૬
છોકરી : મારા હોઠ બહુ ખરાબ છે. તેને સુંદર બનાવવાનો કોઈ ઉપાય ખરો?
ડોક્ટર : પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે.
છોકરી : કેટલો ખર્ચ થશે?
ડોક્ટર : ૬ લાખ રૂપિયા.
છોકરી : જો પ્લાસ્ટીક હું જાતે લઇ આવું તો?
ડોક્ટર : તો ગુંદર લઈને જાતે જ ચોંટાડી દેજે, અહીં આવવાની જરૂર નથી.
જોક્સ-૭
એક ૮૮ વર્ષના વૃદ્ધને ફોન આવ્યો.
સાહેબ હું બેંક માંથી વાત કરી રહ્યો છું, તમે અમારો મ્યુચ્યુઅલ ફંડ લઇ લો, ૭ વર્ષમાં પૈસા ડબલ થઇ જશે.
વૃદ્ધે જવાબ આપ્યો : દીકરા, હું ઉંમરના એ ચરણ પર છું કે કેળા પણ કાચા નથી ખરીદતો.
જોક્સ-૮
છોકરો : તમે છોકરીઓ આટલી સુંદર શા માટે લાગો છો?
છોકરી : કારણ કે ભગવાને અમને પોતાના હાથથી બનાવેલ છે.
છોકરો : તો અમને શું ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલા છે?