છોટે નવાબ તૈમુર અને જેહ ની સાથે આફ્રિકાની ટુર ઉપર નીકળ્યા સૈફ અને કરીના, પોસ્ટ કરી વેકેશનની તસ્વીરો

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના નવાબ કહેવામાં આવતા અભિનેતા સૈફ અલી ખાનની ફેમિલી અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. સૈફ અલી ખાન અવારનવાર પોતાની પત્ની કરીના અને બંને બાળકો જેહ અને તૈમુર રની સાથે નજર આવે છે. તે સિવાય સોશિયલ મીડિયા ઉપર પણ તેમનો દબદબો રહે છે. અવારનવાર તેમના પરિવાર સાથે જોડાયેલી સુંદર તસ્વીરો વાયરલ થતી રહે છે. હવે તેની વચ્ચે સૈફ અલી ખાન અને કરીના કપુર પોતાના બંને બાળકો તૈમુર અને જેહ અલી ખાન ની સાથે આફ્રિકા નાં પ્રવાસ ઉપર નીકળી પડ્યા છે. જેની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો ચાલો જોઈએ કરીના અને સૈફ અલી ખાનનાં વેકેશનની લેટેસ્ટ તસ્વીરો.

Advertisement

મહત્વપુર્ણ છે કે હાલમાં જ સૈફ અલી ખાન અને કરીના કપુરને મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા હતા. જ્યાં તે બંનેનો સ્વેગ જોવા મળ્યો હતો. હકીકતમાં તે દરમિયાન સૈફ અલી ખાન પોતાના સમગ્ર ફેમિલીની સાથે આફ્રિકાની ટુર ઉપર નીકળ્યા હતા. હવે કરીના અને સૈફ અલી ખાને પોતાના ફેન્સને પણ તેની ઝલક બતાવી છે, જેની ઉપર તેમના ફેન્સ પણ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે સૈફ અલી ખાન પોતાના મોટા દીકરા તૈમુર અલી ખાનની સાથે નજર આવી રહેલ છે. જ્યાં સૈફ અલી ખાન વ્હાઇટ કલરના શર્ટની સાથે ડાર્ક બ્લુ કલરનું પેન્ટ પહેરેલ નજર આવી રહેલા છે, તો વળી તૈમુર અલી ખાન જીપ ઉપર રેડ શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલ જોવા મળી રહેલ છે. વળી કરીના કપુર જીપની અંદર બેસેલી જોવા મળી રહી છે.

તે સિવાય તે અમુક તસ્વીરોમાં પાયલોટ ની સાથે પણ નજર આવી રહ્યા છે. જોઈ શકાય છે કે તૈમુર ખુબ જ ખુશ જોવા મળી રહે છે. તે સિવાય સૈફ અલી ખાન પોતાના બંને બાળકોની સાથે જંગલ સફારીમાં ખુબ જ એન્જોય કર્યું હતું. આ તસ્વીરોને પોસ્ટ કરીને કરીના કપુર ખાને કેપ્શન માં લખ્યું હતું કે, “અને આ પ્રકારથી એડવેન્ચર ની શરૂઆત થઈ.”

જોઈ શકાય છે કે કરીના કપુર પોતાના નાના દીકરા નો હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે. તેણે આ તસ્વીરને પોસ્ટ કરીને લખ્યું હતું કે, “મારા દીકરાની સાથે જંગલ તરફ…” તો વળી તૈમુર પોતાના પિતા સાહેબ અલી ખાનની સાથે નજર આવી રહેલ છે.

વાત કરવામાં આવે કરીના કપુરના કામ વિશે તો હાલમાં જ અભિનેત્રીએ હંસલ મહેતાની ફિલ્મનું શુટિંગ પુર્ણ કરેલ છે. આ ફિલ્મનું શુટિંગ યુકેમાં થયેલું હતું. તે સિવાય કરીના કપુરની પાસે ફિલ્મ “ધ ક્રુ” છે, જેમાં તે દલજીત ડોસાંજ, તબ્બુ અને કૃતિ સેનનની સાથે નજર આવશે.

વાત કરવામાં આવે સૈફ અલી ખાન વિશે તો તેમણે છેલ્લી વખત અભિનેતા ઋત્વિક રોશનની સાથે ફિલ્મ “વિક્રમ વેધા” માં કામ કર્યું હતું. હવે તેઓ ખુબ જ જલ્દી ફિલ્મ “આદિપુરુષ” માં નજર આવશે. ફિલ્મમાં તેઓ રાવણના કિરદારમાં જોવા મળશે. જેમાં મુખ્ય કિરદારમાં અભિનેતા પ્રભાસ હશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *