છુટાછેડાનાં બદલામાં પત્નીએ પતિ પાસે કરી એવી માંગણી કે સાંભળીને આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો

જ્યારે પણ પતિ અને પત્ની વચ્ચે મતભેદ થાય અને જો તેનો ઉકેલ વાતચીત દ્વારા આવતો નથી તો તેને ખતમ કરવા માટે બંને છૂટાછેડા લઈ લેતા હોય છે. છૂટાછેડા બાદ પતિ અને પત્નીનો સંબંધ પૂરો થઈ જાય છે અને તેઓ પહેલાની જેમ એકબીજા માટે એક અજાણ્યા વ્યક્તિ બની જતાં હોય છે. મતલબ કે હવે તેમનો એકબીજા પર કોઇપણ જાતનો હક્ક રહેતો નથી. આ બાબતમાં દેશભરમાં ફેમિલી કોર્ટમાં ઘણા છૂટાછેડાના કેસ ચાલી રહ્યા છે, જેમાં એક અનોખો કેસ સામે આવ્યો છે. જેને જાણીને દરેક વ્યક્તિ ઈ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. એટલું જ નહીં જ્યારે આ સમગ્ર મામલાની સ્ટોરી જજે સાંભળી તો તેઓ પણ હેરાન થઈ ગયા હતા. તો ચાલો જાણીએ કે આખરે આ સમગ્ર મામલો શું છે અને તેમાં ખાસ વાત શું છે.

મહારાષ્ટ્ર નાંદેડ ફેમિલી કોર્ટમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં છુટાછેડાનાં બદલામાં પત્નીએ પતિ પાસે એક એવી ચીજ માંગી લીધી હતી જેને સાંભળી લીધા બાદ આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. એટલું જ નહીં કોર્ટ દ્વારા પત્ની આ માંગણીને પૂરી કરવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. હકીકતમાં મામલામાં પતિ-પત્ની એકબીજા સાથે છૂટાછેડા લેવા માંગે છે, જેના કારણે પત્નીએ રૂપિયા પૈસા સિવાય એક એવી ચીજ પણ માંગી જેના વિશે કોઈ પણ વ્યક્તિ પોતાના સપનામાં પણ વિચારી શકતો નથી. જો કે કોર્ટના આદેશ અનુસાર આ દંપતીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ પતિ-પત્ની બંને વ્યવસાયથી ડોકટર છે.

ચૂંટણી ના બદલામાં પત્ની આ ખાસ ચીજ માંગી

ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે આવેલ એક દંપતીનો મામલો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં પત્નીએ પોતાની પતિને છૂટાછેડા આપતાં પહેલાં તેમની પાસે એક બાળકની માંગણી કરી હતી. જી હાં, પત્ની કોર્ટમાં કહ્યું હતું કે તે પોતાના પતિ પાસેથી ફરી એક વખત પ્રેગ્નેટ થવા માંગે છે. પત્નીની આ માગણી બાદ સમગ્ર કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો હતો. જણાવી દઈએ કે આ દંપતીને પહેલાથી જ એક બાળક છે, પરંતુ તેમ છતાં પણ પત્નીની ઇચ્છા છે કે તેઓ છૂટાછેડા લેતા પહેલા પોતે પ્રેગ્નેટ થવા માંગે છે, જેના કારણે તેણે કોર્ટમાં આ માગણી રાખી હતી.

IVF ટેકનિક થી પુરી થશે મહિલાની ઈચ્છા

મહિલાની માંગણીને સાંભળીને કોર્ટ દ્વારા તેને માં બનવા માટેની પરવાનગી આપી દેવામાં આવી છે. જોકે આ વખતે મહિલા IVF ટેકનોલોજી દ્વારા પ્રેગ્નેન્ટ થશે. આ એક એવી પ્રક્રિયા છે, જેમાં શારીરિક સંબંધ વગર પણ કોઈપણ મહિલા પ્રેગ્નેટ થઈ શકે છે. હકીકતમાં આ ટેકનોલોજીમાં ફક્ત પુરુષના શુક્રાણુઓની જરૂરિયાત હોય છે, પરંતુ આ ટેકનોલોજી ખૂબ જ ખર્ચાળ છે જેથી તેમાં ઘણા પૈસા ખર્ચ કરવા પડે છે. એટલા માટે કોર્ટ દ્વારા મહિલાને આદેશ આપવામાં આવ્યો હતો કે તેના માટેનો સંપૂર્ણ ખર્ચ તે પોતે જાતે ઉઠાવશે, જેના માટે તે મહિલા તૈયાર પણ થઈ ગઈ હતી.

બીજા બાળકનું જાતે પાલનપોષણ કરશે

મહિલાનું કહેવું છે કે તે પોતાના પહેલા બાળકને ભાઈ અથવા બહેનનું સુખ આપવા માંગે છે એટલા માટે તે બીજું બાળક ઇચ્છે છે. બીજા બાળકનો ખર્ચો તે પોતાના પતિ પાસેથી લેશે નહીં, પરંતુ તેનું પાલનપોષણ માટે જે ખર્ચ થશે તે પોતે ઉઠાવશે. જણાવી દઈએ કે મહિલાને અધિકાર હોય છે કે તે છૂટાછેડા લેતા પહેલા બે બાળકોની માંગણી કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને જજ દ્વારા આ નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.