પહેલા સાર્સ વાઇરસ અને હવે કોરોનાવાયરસ, મહામારીનું ઘર બની ચુકેલ ચીન હવે વિદેશી કંપનીઓ માટે ભારે નુકસાનનો સોદો સાબિત થઇ રહેલ છે. એવામાં તમામ કંપનીઓ પોતાનો બિઝનેસ ચિન્હથી શિફ્ટ કરીને અન્ય કોઇ જગ્યાએ જવાનું મન બનાવી રહી છે. આ યોગ્ય સમયને પારખીને નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલય (New & Renewable Energy Ministry) દ્વારા રાહ જોયા વગર વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ પાથરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મંત્રાલયને આશા છે કે મોટાભાગની કંપનીઓ પોતાનો વેપાર ચીનમાંથી સમેટીને ભારત તરફ આવી શકે છે.
નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલય (New & Renewable Energy Ministry) ના સચિવ આનંદ કુમારે કહ્યું હતું કે અમે રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. એવું વાતાવરણ બનાવવાની કોશિશ ચાલી રહી છે જેમાં રોકાણ કરનાર લોકોને બિઝનેસમાં જોખમ ખૂબ જ ઓછું હોય. અમે એવું ઇકોસિસ્ટમ બનાવવા તરફ છીએ જેમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામમાં આવનાર એસેસરીઝ અને ઉપકરણ મેડ ઇન ઇન્ડિયા હોય. આપણી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ પોતાના એક્સપર્ટ દ્વારા દુનિયાની સેવા કરી શકે.
ફેક્ટરીઓ માટે જમીન શોધવામાં તેજી
મામલા સાથે જોડાયેલ એક અન્ય અધિકારીઓનું કહેવું છે કે રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ એનર્જી પાર્ક બનાવવા માટે દેશના બધા જ રાજ્યો અને પોર્ટ ટ્રસ્ટને ચિઠ્ઠી લખીને જમીન શોધવા માટે કહેવામાં આવ્યું છે. જેથી ચીનથી ભારત આવનારી સંભવિત કંપનીઓ ઓછા સમયમાં નવા યુનિટ લગાવીને ઉત્પાદન શરૂ કરી શકે. મંત્રાલયે યુનિટ લગાવવા પર એનર્જી પાર્ક અને ઘણા પ્રકારના ઈન્સેન્ટીવ આપવાની પણ યોજના બનાવી છે.
એનર્જી પાર્કમાં તૈયાર થશે ઘણા ઉત્પાદનો
આ પાર્કમાં સોલર સેલ, મોડ્યુલ્સ, બેટરી, ઇન્વર્ટર જેવી વસ્તુઓનું ઉત્પાદન થશે. સાથો સાથ અહીંયા સોલર એનર્જીથી સંબંધિત અન્ય પ્રોડક્ટ્સ પણ તૈયાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સમયે સોલર સેલ અને મોડ્યુલને ૮૫% વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે, એટલે કે સોલર પાવર વિદેશી ઈમ્પોર્ટના ભરોસા પર જ છે. સરકારને આશા છે કે જો દેશમાં નવા સોલર પાવર મેન્યુફેક્ચરિંગ પાર્ક બને તો આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.
આવી રીતે આકર્ષવાની થઇ રહી છે તૈયારી
જણાવવામાં આવી રહ્યું છે કે દરેક સંભવ મદદ કરવામાં આવશે તેમના માટે સારું વાતાવરણ બનાવવા માટે રિન્યુએબલ એનર્જી ફેસીલીટેશન એન્ડ પ્રમોશન બોર્ડ બનાવી દીધેલ છે. આ બોર્ડ રોકાણ માટે દરેક મુદ્દાનું સમાધાન કરવાનું કામ કરશે. કંપનીઓ પાસેથી પાવર પરચેઝ એગ્રીમેન્ટ માં વધારે સુધારો કરવામાં આવી રહ્યો છે જેથી કંપનીઓ વીજળી બનાવવામાં દિલચસ્પી રાખે. નવા પ્રોજેક્ટને ફંડ કરવાવાળી કંપનીઓ જેવી કે PFC, REC IREDA એ રીપેમેન્ટ પર ૨%ની છૂટ આપવાનું ચાલુ કર્યું છે. કંપનીઓને એવો પણ ભરોસો આપવામાં આવી રહ્યો છે કે લેબર નિયમ અને પોલીસીના મામલામાં પણ સરળ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જેથી ચીનથી મોહભંગ કરવાવાળી કંપનીઓ ભારતને પોતાનું મેન્યુફેક્ચરિંગ સેન્ટર બનાવી શકે.