કોરોના અસર : ચીનથી નીકળવાની તૈયારીમાં છે iPhone બનાવવા વાળી કંપની Apple, ભારત પર રહેલી છે નજર

Posted by

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે પહેલાથી જ અમેરિકાની કંપનીઓને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું. હવે કોરોના વાઇરસને કારણે તેમની આ સમસ્યા વધી ગઈ છે. આઇફોન બનાવવા વાળી કંપની એપલના મેન્યુફેક્ચરિંગ પાર્ટનર વિસ્ટ્રોન કોર્પે આ મહામારી બાદ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ નક્કી કર્યું છે કે તે પોતાની અડધી ક્ષમતાને ૧ વર્ષની અંદર ચીનથી બહાર ભારત જેવા દેશોમાં સ્થાપિત કરશે. ચીન તે દેશ છે જ્યાં સમગ્ર એશિયા માટે આઇફોન તૈયાર થાય છે. બ્લૂમબર્ગ તરફથી પાછલા દિવસોમાં આવેલ એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી.

એક દેશ પર નિર્ભર રહેવું યોગ્ય નહીં

રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ ને કારણે વિસ્ટ્રોન કૉર્પે એ વાત મહેસુસ થઇ રહી છે કે ફક્ત એક દેશ પર નિર્ભર રહેવું યોગ્ય નિર્ણય હોઈ શકે નહીં. કંપની ઉત્પાદનને ચીન માંથી બહાર કરવા તરફ એક પગલું તે સમયે જ વધારી દીધું હતું જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થયું હતું. વિસ્ટ્રોન અને એપલની તરફથી લેવામાં આવેલ નિર્ણય બાદ હવે તેમાં તેજી લાવવામાં આવી છે. વિસ્ટ્રોને ભારત પર નજર જમાવી રાખી છે. અહીંયા પર પહેલાથી જ અમુક આઇફોનનું નિર્માણ શરૂ થઇ ચૂક્યું છે.

ભારત સિવાય મેક્સિકો અને વિયેતનામ પણ

ભારત સિવાય વિયેતનામ અને મેક્સિકો પણ તેમની સામે બે વિકલ્પ ના રૂપમાં છે. આ વર્ષે તથા આવતા વર્ષ સુધીમાં કંપની આ યોજનાનાં વિસ્તાર માટે અંદાજે ૧ બિલિયન ડોલર ખર્ચ કરવાની છે. વિસ્ટ્રોન ના ચેરમેન સિમોન લીને કહ્યું, “ગ્રાહકો તરફથી આવતા મેસેજમાં અમને એ વાત માલુમ પડી છે કે આ એક નિર્ણય છે જે અમારે લેવો જ પડશે.”

ભારત પર રહેલી છે નજર

આઇફોનને એસેમ્બલ કરવાવાળી કંપની પેગાટ્રોન પણ આ વાત પર સહમત છે. કંપનીના સીઈઓ લિયો સાઈ જાંગે કહ્યું કે વિયેતનામમાં વર્ષ ૨૦૨૧ સુધી મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ થઇ જશે. તે સિવાય તેઓ નવી જગ્યાના રૂપમાં ભારતને જોઇ રહ્યા છે. એપલના સૌથી મોટા એસેમ્બલી પાર્ટનર ઇનવેનટેક, જે એરપોડ્સ માટે કંપનીની મદદ કરે છે, તેમનું કહેવું છે કે તેઓ વિયતનામમાં યુનિટ સ્થાપિત કરવા તરફ જોઈ રહ્યા છે.

બેંગલુરુ અને તામિલનાડુમાં યુનિટ

ફોક્સકોન કે જે કે એપલની સહાય કંપની છે તેનું એક યુનિટ તામિલનાડુમાં છે. એપલના કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત હેડક્વાટરમાં પણ ઓછી કિંમત વાળા SE, 6S અને 7 મોડેલને ભારત દ્વારા એસેંબલ કરવામાં આવી ચુકેલ છે. વળી, બેંગલુરુ સ્થિત વિસ્ટ્રોન કોર્પના સ્થાનિક એકમે તેમાં મદદ કરી હતી. અત્યાર સુધી ભારતમાં જે આઇફોન આવતા હતા તે ચીનમાં એસેમ્બલ થતાં હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘણી વખત એપલ જેવી કંપનીઓને ભારતમાં નિવેશ માટે કહેવામા આવેલ છે, જેથી દક્ષિણ એશિયામાં ભારતને ત્રીજા ક્રમની સૌથી મોટા આર્થિક મહાસત્તા તરીકે સ્થાપિત કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *