ચીને બનાવ્યો અસલી સુરજ કરતાં ૧૦ ગણો વધારે તાકાતવર “કૃત્રિમ સુરજ”, ૧૬ કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન

કહેવામાં આવે છે કે ધરતી પર જીવન માટે હવા, પાણી અને પ્રકાશની હાજરી હોવી અનિવાર્ય છે. આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર બ્રહ્માંડને પ્રાકૃતિક સુરજથી રોશની મળે છે. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ છે કે આ પ્રાકૃતિક સુરજ ક્યાં સુધી પોતાની ચમક જાળવી રાખશે? તેની ઉંમર કેટલી છે? આ બધા સવાલોના જવાબ વિજ્ઞાન આપે છે. જોકે આ બધાની વચ્ચે ચીન દ્વારા “કૃત્રિમ સુરજ” બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

ચીનનાં વૈજ્ઞાનિકોએ હાલમાં જ કૃત્રિમ સુરજ બનાવવાનો દાવો કર્યો છે. ડેલી મેલનાં રિપોર્ટ અનુસાર ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલ સુરજ અસલી સુરજની તુલનામાં ૧૦ ગણો વધારે તાકાતવર એટલે કે પ્રકાશ આપે છે. ૧૦ સેકન્ડમાં કૃત્રિમ સુરજનું તાપમાન ૧૬ કરોડ ડિગ્રી સેલ્સિયસથી નજીક પહોંચી ગયું. તેનો અર્થ એ છે કે પ્રાકૃતિક સુરજની તુલનામાં ગરમી ૧૦ ગણા વધારે રહી. ખાસ વાત એ છે કે આ તાપમાન અંદાજે ૧૦૦ સેકન્ડ સુધી જળવાઈ પણ રહ્યું.

ધરતી પર આજ સુધી કોઈ પણ દેશમાં આટલું વધારે કૃત્રિમ તાપમાન પેદા કરવામાં આવ્યું નથી. આ રિએક્ટર થી એટલી ઉર્જા પેદા કરવામાં આવી હતી કે તેને “આર્ટીફીસીયલ સુરજ” કહેવામાં આવી રહેલ છે. તેની મદદથી જ ચીનનાં પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં પોતાના રિસર્ચ કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોને આશા છે કે પ્રાયોગિક ઉન્નત સુપરકંડક્ટીવ ટોકામક થી ચીનને એક અસીમિત ઉર્જાનો સોર્સ મળી જશે. તેનાથી ઇંધણ માટે ચીનને અન્ય દેશો પર નિર્ભર રહેવું પડશે નહિ અને પ્રદૂષણનાં સ્તરમાં પણ ખુબ જ ઘટાડો આવવાની આશા રાખવામાં આવે છે.

૧૬ કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા કરીને તોડ્યો રેકોર્ડ

આ આધુનિક રિએક્ટરને પહેલી વખત પાછલા વર્ષે ૨૦૨૦માં શરૂ કરવામાં આવેલ હતું, ત્યારે આ રીએક્ટરે ૧૦૦ સેકન્ડ માટે ૧૦ કરોડ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પેદા કર્યુ હતું, પરંતુ આ વખતે ચીનનાં આ ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર દ્વારા પોતાનો જ રેકોર્ડ તોડીને ૧૬ કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા કરવામાં આવ્યું છે. શેનઝેન નાં સાઉથર્ન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં ફિઝીક્સ ડીપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર લી મિયાઓ એ ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું આગલો લક્ષ્ય એક સપ્તાહ માટે રિએક્ટરને આ તાપમાન પર ચલાવવાનું હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે આટલી વધારે ગરમી અને કૃત્રિમ રૂપથી બનાવવી પણ એક મોટી ઉપલબ્ધિ છે. હવે આ વૈજ્ઞાનિકોનું અંતિમ લક્ષ્ય આ તાપમાનને લાંબા સમય સુધી સ્થિર સ્તર પર જાળવી રાખવાનું રહેશે.

આ કારણથી રિએક્ટર બનાવવામાં આટલી દિલચસ્પી લઈ રહેલ છે ચીન

ચીનના સત્તારૃઢ કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેલીમાં કહેવામાં આવ્યું હતું કે ન્યુક્લિયર ફ્યુઝન એનર્જીનો વિકાસ ફક્ત ચીનની રણનીતિક ઉર્જા જરૂરિયાતોને ઉકેલવાની એક રીત નથી, પરંતુ સાથોસાથ ચીનની ઉર્જા અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનાં ભવિષ્યમાં વિકાસને વધારવામાં ખુબ જ મોટું મહત્વ રાખે છે. ચીની વૈજ્ઞાનિકો ૨૦૦૬થી પરમાણુ રિએક્ટરનાં નાના સંસ્કરણ વિકસિત કરવા પર કામ કરી રહ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પર કામ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકોનાં સહયોગથી ડિવાઇસનો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી રહેલ છે. ચીન સિવાય ફ્રાન્સમાં પણ દુનિયાની સૌથી મોટી પરમાણુ સંલયન અનુસંધાન પરિયોજના ચાલી રહી છે, જેને ૨૦૨૫ સુધી પુરી કરી લેવાની આશા છે. આ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનાં પુરા થયા બાદ બીજો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સાયન્સ પ્રોજેક્ટ માનવામાં આવેલ છે.

શું છે ચીનનું આ ન્યુક્લિયર રિએક્ટર

HL-2M Tokamak રિએક્ટર ચીનનું સૌથી મોટું અને સૌથી એડવાન્સ ન્યુક્લિયર ફ્યુઝન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિવાઇસ છે અને વૈજ્ઞાનિકોને આશા છે કે આ ડિવાઈસની મદદથી શક્તિશાળી ક્લીન એનર્જી સોર્સનું ખનન કરવામાં આવશે. રીએક્ટરમાં શક્તિશાળી મેગ્નેટિક ફિલ્ડ નો ઉપયોગ ગરમ પ્લાઝમાને ફ્યુઝ કરવા અને ૧૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચાડવામાં આવે છે. તે સુરજ થી ૧૦ ગણું વધારે ગરમ છે. દક્ષિણ-પશ્ચિમ નાં સિચુઆન પ્રાંતમાં સ્થિત રીએક્ટરને પાછલા વર્ષે પૂરું કરવામાં આવેલ હતું. તેમાંથી નીકળતી ગરમી અને પાવરને લીધે તેને “આર્ટીફીસીયલ સુરજ” કહેવામાં આવે છે.