ચીનની એક ફાર્માસ્યુટિકલ કંપની દાવો કર્યો છે કે તેઓએ કોરોના વાયરસના વેક્સિનનું વાંદરાઓ ઉપર સફળ પરીક્ષણ કરી લીધું છે. ચીની કંપની સિનોવૈક બાયોટેકે આ વેક્સિનનું પરીક્ષણ ૮ મકાઉ વાંદરાઓ પર કર્યું છે. તેમણે કહ્યું કે પરીક્ષણ દરમિયાન વેક્સિને વાંદરાઓને કોરોના વાયરસ સંક્રમણથી સંરક્ષિત કર્યા. કંપનીના જણાવ્યા અનુસાર આ વેક્સિન કોરોના વાયરસને આંશિક થી સંપૂર્ણ રીતે ખતમ કરી દે છે. વેક્સિનનાં બે જુદા જુદા ડોઝ વાંદરાઓને આપવામાં આવ્યા હતા.
કંપનીએ કહ્યું હતું કે ૩ સપ્તાહ બાદ આ વાંદરાઓ વાયરસનાં સંપર્કમાં આવ્યા હતા, પરંતુ સંક્રમિત થયા નહીં. પછી વાયરસથી સંક્રમિત કર્યા બાદ ૪ વાંદરાઓને વેક્સિનની વધારે માત્ર આપવામાં આવી અને ૭ દિવસ પછી તેમના ફેફસામાં વાયરસનું સંક્રમણ ખૂબ જ ઓછું જોવા મળ્યું. ૧૬ એપ્રિલથી આ વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કરવામાં આવેલ છે.
કોરોનાની વેક્સિન બનાવવાની ખૂબ જ નજીક છે અમેરિકા : ટ્રમ્પ
અમેરિકા, જર્મની, બ્રિટેન અને ચીનમાં થનાર વેક્સિન ટેસ્ટ પર ધ્યાન આપ્યા બાદ વ્હાઇટ હાઉસમાં ડેલી બ્રિફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે વેક્સિન બનાવવાની ખૂબ જ નજીક છીએ. અમારી પાસે તેના પર કામ કરવા વાળા ખૂબ જ કમાલના લોકો છે અને શાનદાર દિમાગ વાળા પણ છે.”
તેમણે આગળ કહ્યું હતું કે, “દુર્ભાગ્યથી અમે ટેસ્ટીંગની ખૂબ જ નજીક નથી. કારણકે જ્યારે પરીક્ષણ શરૂ થાય છે ત્યારે તેમાં અમુક સમય લાગે છે, પરંતુ અમે તેને પૂરો કરી લઈશું.” બીબીસી એ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાઇસ પ્રેસિડન્ટ માઈક પેંસ અને વ્હાઇટ હાઉસ કોરોના વાયરસ ટાસ્કફોર્સ ના કો-ઓર્ડીનેટર ડેબોરાહ બીરક્સ પણ તેમની સાથે હાજર હતા. અમેરિકી સરકારના ટોપ ઇન્ફેક્શન ડિસીઝ એક્સપર્ટ ડૉ. એન્થોની ફૌસી એ પહેલા કહ્યું હતું કે વ્યાપક રૂપથી ઉપયોગ માટે એક વેક્સિનને તૈયાર થવામાં ૧૨ થી ૧૮ મહિનાનો સમય લાગશે.