ચીની વૈજ્ઞાનિક “બેટ વુમન” ની ચેતવણી, કોરોના વાયરસ ફક્ત એક શરૂઆત છે, હજુ તો….

Posted by

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસનાં સંક્રમણને કારણે સમગ્ર દુનિયા તેની ઝપટમાં આવી ગઈ છે. તેની વચ્ચે ચીનની “બેટ વુમન” શી જેંગલી એ સમગ્ર દુનિયાને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસ તો હજુ શરૂઆત છે, આવનારા દિવસોમાં ઘણા ખતરનાક વાયરસ હુમલો કરી શકે છે. એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોરોના વાયરસ ફક્ત બરફના એક ટીપા બરાબર છે. તેમણે કહ્યું હતું કે આ મહામારી સાથે લડવા માટે સમગ્ર વિશ્વએ એકજુટ થવું પડશે.

ચીનનાં પ્રમુખ વાયરોલોજીસ્ટ જેંગલીએ સરકારી ટીવી પર ઇન્ટરવ્યૂમાં નવા વાયરસ ફેલાવવાની તરફ ઈશારો કરતા અને ચેતવણી આપતા કહ્યું હતું કે, કોરોના વાયરસ ફક્ત એક શરૂઆત છે. તેમણે સરકારી ટીવી સીજીટીએન ને જણાવ્યું હતું કે, “જો આપણે મનુષ્યો એ આગળ કોઈપણ પ્રકારના સંક્રમણ રોગથી બચવું હોય તો, આપણે તેના માટે સૌથી પહેલા જંગલી જાનવરો દ્વારા ફેલાવવામાં આવેલ અજ્ઞાત વાયરસ વિશે જાણવું જરૂરી છે અને તેનું અધ્યયન નહીં કરવામાં આવે તો આગળ ચાલીને અન્ય કોઈ મહામારી ફેલાઈ શકે છે.”

દુનિયાભરમાં ચામાચીડિયાં મળી આવતાં કોરોનાવાયરસ પર પોતાના કામને લઈને મશહૂર થયેલ બાયોલોજિસ્ટે આ મહામારી વિરૂદ્ધ લડાઈમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સહયોગની વાત કરી હતી.ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી નાં ડેપ્યુટી ડાયરેક્ટર જેંગલીએ વૈજ્ઞાનિકોના રાજનીતિકરણને ખૂબ જ દુઃખદ બતાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે વાયરસની શોધ માટે વૈજ્ઞાનિકો અને સરકારો, બંને પારદર્શી અને સહયોગી થવાની જરૂરિયાત છે.

ટીવી ચેનલ CGTN સાથે તેમનો ઇન્ટરવ્યુ નેશનલ પીપલ્સ કોંગ્રેસ ની થઇ રહેલ વાર્ષિક બેઠક દરમિયાન થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને લઈને ચીન પર હંમેશાં હુમલો કરતા રહ્યા છે. તેઓ સતત ચીન પર આ વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. કોરોનાને કારણે ચીન અને અમેરિકાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. અમેરિકાના મુખ્ય સચિવ માઈક પોમ્પિયો એ આરોપ લગાવતા કહ્યું હતું કે કોરોના વાયરસ ચીનની કોઈ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલ છે.

જોકે ચીને આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે શી જેંગલીનું કહેવું છે કે તેમના દ્વારા કામ કરવામાં આવેલ વાયરસના આનુવંશિક લક્ષણો મનુષ્યમાં ફેલાયેલ કોરોના વાયરસ સાથે મેળ ખાતા નથી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે લખ્યું હતું કે મહામારીને પ્રયોગશાળા સાથે કોઈ લેવાદેવા નથી. શી જેંગલી પાછળા ૧૬ વર્ષોથી ચામાચીડિયા માં રહેલા વાયરસ પર કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *