ચિન્ટુ : માં અને પત્નીમાં સૌથી મોટો તફાવત શું છે? મિન્ટુ : મને ખબર નથી, તું મને કહે? પછી ચિન્ટુ એ એવો જવાબ આપ્યો કે તમારું હસવાનું રોકાશે નહીં એની ગેરેન્ટી છે

Posted by

જોક્સ-૧

Advertisement

બેંકમાંથી ૩ લાખની લોન પાસ થઈ ગઈ,

તો લોન વિભાગમાં બેંક મેનેજરે

મને પુરા ૩ લાખનો ચેક આપ્યો.

મેં કહ્યું : હું તમારો ખૂબ જ આભારી છું, અને તમારું આ ઋણ

હું જીંદગી ભર ચૂકવી શકીશ નહીં.

આ સાંભળીને મેનેજરે ચેક ખેંચી લીધો

અને પાછો લઈ લીધો.

શું મેં કંઈક ખોટું કહ્યું હતું?

જોક્સ-૨

રમેશ : બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે પણ તેના હાથમાં ફોન હતો.

સુરેશ : યાર તું તો હંમેશા ફોન પર લાગેલો રહે છે, અમને તો સમય જ નથી આપતો.

રમેશ : માફ કરજે દોસ્ત.

સુરેશ : તું જયારે ફ્રી હોય છે ત્યારે શું કરે છે?

રમેશ : ફોન ચાર્જ કરું છું.

સુરેશ : અને ફ્રી ક્યારે થાય છે?

રમેશ : જ્યારે ફોનની બેટરી પુરી થઇ જાય છે.

સુરેશ બેભાન.

જોક્સ-૩

રાજુ ગધેડા સાથે શાળાએ પહોંચ્યો.

શિક્ષક : આ ગધેડો કેમ લાવ્યો છે?

રાજુ : મેડમ, તમે જ કહો છો ને કે તમે મોટા મોટા ગધેડાને માણસ બનાવ્યા છે.

તો મેં વિચાર્યું કે આનું પણ ભલું થઇ જાય, એટલે આને લેતો આવ્યો.

જોક્સ-૪

અરીસા સામે ઉભી રહેલી પત્નીએ પોતાના પતિદેવને પુછ્યું,

શું હું જાડી દેખાઈ રહી છું?

પતિએ વિચાયું અને નકામા ઝગડાથી બચવા માટે કહ્યું :

ના જરાપણ નહિ.

પત્નીએ ખુશ થઈને રોમાન્ટિક અંદાજમાં કહ્યું :

ઠીક છે તો પછી મને પ્રેમથી ઊંચકીને ફ્રીઝ સુધી લઈ જાવ,

હું આઈસ્ક્રીમ ખાઇશ.

સ્થિતિ બેકાબુ થતા પતિએ કહ્યું :

ઉભી રહે, હું ફ્રીઝ જ અહિયાં લઈ આવું છું.

જોક્સ-૫

છગન : બોલ તો જેલને હિન્દીમાં હવાલાત કેમ કહેવાય છે?

મગન : સિમ્પલ છે યાર…

કારણ કે ત્યાં ફક્ત હવા અને લાત ખાવા મળે છે.

જોક્સ-૬

શેઠાણી (માળીને) : અહીં પરસાળમાં શું બેસી રહ્યો છે,

જરા બહાર જઈને બગીચાને પાણી પાવા લાગી જા.

માળી : પણ વરસાદ પડે છે પછી…

શેઠાણી : પલળી જવાનો ભય હોય તો

મારી આ છત્રી લઈ જા!

જોક્સ-૭

પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ?

પત્ની : હા, પણ સીન શું છે?

પતિ : તારે ધીરે-ધીરે પાણીમાં જવાનું છે.

પત્ની : અરે વાહ, ફિલ્મનું નામ શું છે?

પતિ : ગઈ ભેંસ પાણીમાં.

જોક્સ-૮

પપ્પુ પર વીજળીનો તાર પડ્યો,

તે તડપી તડપીને મરવાનો જ હતો કે અચાનક તેને યાદ આવ્યું,

પાવર તો બે દિવસથી બંધ છે.

તે ઉભો થઈને હસતા હસતા બોલ્યો,

હે ભગવાન યાદ નહિ આવતે તો આજે મરી જ જતે.

જોક્સ-૯

ડોક્ટર : તમે આવવામાં મોડું કરી દીધું.

ચિન્ટુ : શું થયું ડોક્ટર સાહેબ, કેટલો સમય બાકી છે મારી પાસે?

ડોક્ટર : તમે મારવાનાનથી,

૬ વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી, તમે ૭ વાગે આવ્યા છો.

જોક્સ-૧૦

ચિન્ટુ : માં અને પત્નીમાં સૌથી મોટો તફાવત શું છે?

મિન્ટુ : મને ખબર નથી, તું મને કહે?

ચિન્ટુ : માં બોલતા શીખવે છે અને પત્ની ચુપ રહેતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published.