ચીરહરણ સમયે જ્યાં સુધી દ્રૌપદીએ બોલાવ્યા નહીં ત્યાં સુધી શ્રીકૃષ્ણ શા માટે આવ્યા નહીં, આ પ્રશ્નનો જવાબ મહાભારતમાં પણ નહીં મળે

Posted by

તમે બધા લોકોએ મહાભારતની કહાની તો અવશ્ય સાંભળી હશે. મહાભારતની કહાનીમાં એવું ઘણું બધું બનેલું છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મહાભારતમાં દ્રૌપદીનું પાંચ ભાઈઓની પત્ની બનવું મુખ્ય રૂપથી જોવામાં આવે છે. મહાભારતની કહાની કૌરવો અને પાંડવોની વચ્ચે થયેલ યુદ્ધ ઉપર આધારિત છે. કૌરવોનો પોતાના પિતરાઈ ભાઈઓ માટે ગુસ્સો, લાલચ, માનસિક રૂપથી ભટકી જવું, બદલા ની ભાવના, તાકાતનું અભિમાન વગેરે મહાભારતના યુદ્ધના મુખ્ય કારણ બન્યા છે. પરંતુ આજે મેં તમને મહાભારતમાં દ્રૌપદી ચીરહરણ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

Advertisement

મહાભારતમાં પાંડવો જુગારમાં દ્રૌપદીને હારી ગયા હતા. યુધિષ્ઠિર દ્રૌપદીને દાવ ઉપર લગાવી દીધી હતી અને દુર્યોધન તરફથી મામા શકુનીએ દ્રૌપદીને જીતી લીધી હતી. જ્યારે દ્રૌપદીને દુર્યોધન તરફથી શકુનિએ જીતી લીધી હતી ત્યારે દુશાસન દ્રૌપદીના વાળ પકડીને ઘસડીને તેને સભામાં લઈને આવ્યો હતો. તે સમય દરમિયાન ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને વિદુર જેવા મહાન લોકો સભામાં બેસેલા હતા. પરંતુ બધા લોકો મોઢું નીચું લટકાવીને દ્રૌપદીનું અપમાન જોતા રહ્યા. કોઈએ પણ તેને રોકવાની કોશિશ કરી નહીં.

દ્રૌપદીને અહેસાસ ન હતો કે તેનું ચિરહરણ થવાનું છે

ભરેલ સભાની અંદર દ્રૌપદીની લાજ ઊતરી ગઈ, પરંતુ જ્યારે દ્રૌપદીને ઘસડીને સભામાં લાવવામાં આવી રહી હતી તો દ્રૌપદીને તે સમયે બિલકુલ પણ એવો અહેસાસ ન હતો કે તેનું ચિરહરણ થવાનું છે. જ્યારે દ્રૌપદી સભામાં લાવવામાં આવી ત્યારે દુશાસને ભરેલી સભામાં દ્રૌપદીની સાડી ઉતારવા માટે કહ્યું હતું, ત્યારે દ્રૌપદીને એવો આભાસ થયો હતો કે આ સંકટ ખુબ જ મોટું છે. આવી સ્થિતિમાં તેને લાગ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઈ તેની મદદ કરી શકશે નહીં. એટલા માટે દ્રૌપદીએ “હરિ હરી અભયમ કૃષ્ણ, અભયમ” નામની પોકાર કરવા લગાવી અને પોતાના મિત્ર ભગવાન શ્રીકૃષ્ણને બોલાવ્યા.

ઘણી વખત મનમાં એવો સવાલ ઉભો થાય છે કે આખરે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીના બોલાવ્યા સુધી રાહ શા માટે જોઈ? તે દ્રૌપદીની ઈજ્જત બચાવવા માટે ત્યાં તુરંત શા માટે પહોંચી ગયા નહીં? આ સંબંધમાં ભગવાન શ્રી કૃષ્ણને તેમના મિત્ર ઉદ્ધવે ઉદ્ધવ ગીતા અથવા ઉદ્ધવ ભાગવતમાં ઘણા સવાલ કરેલા છે. તો ચાલો જાણીએ શ્રી કૃષ્ણ અને તેમના મિત્ર ઉદ્ધવ માં થયેલ સંવાદ વિશે.

ભગવાન શ્રી કૃષ્ણજી ને ઉદ્ધવ કહે છે કે, “હે કૃષ્ણ, તમે તો પાંડવોના સૌથી પ્રિય અને નજીકના મિત્ર છો અને તેમણે તમારી ઉપર હંમેશા થી પુર્વ વિશ્વાસ કર્યો છે. તમે મહાન જ્ઞાની છો તમને આખી દુનિયાની ખબર હોય છે. ભવિષ્યમાં શું થવાનું હોય છે તેની જાણ પણ તમને હોય છે. તમે પાંડવોના સૌથી સાચા મિત્ર છો. પરંતુ જે કાર્ય તમે કર્યું છે શું તેના પરથી તમને એવું લાગે છે કે તમે એક સાચા મિત્રની પરિભાષા આપી છે?”

ઉદ્ધવે લગાવ્યો ભગવાન ઉપર આરોપ

તમે ધર્મરાજ યુધિષ્ઠિરને જુગાર રમવાથી રોક્યા નહીં, પરંતુ સાથોસાથ તમે નસીબને પણ યુધિષ્ઠિરના પક્ષમાં રાખ્યું નહીં. જો તમારી ઈચ્છા હોત તો યુધિષ્ઠિર જુગારમાં ક્યારેય પણ હારી ગયા ન હોત. તમે ઈચ્છતા હોત તો યુધિષ્ઠિર નો વિજય થયો હોત. ધર્મરાજ યુધિષ્ઠિર જુગારમાં પોતાનું ધન, રાજ્ય અને પોતાને પણ હારી ગયા હતા, પરંતુ તેમ છતાં પણ તમે તેમને અટકાવેલ નહીં. ત્યારબાદ તેમણે પોતાના ભાઈઓનો દાવ લગાવ્યો, તેમ છતાં પણ તમે તેમને અટકાવેલ નહીં. બધું હારી ગયા બાદ દુર્યોધને પાંડવોને નસીબદાર ગણાવ્યા અને દ્રૌપદીને દાવ ઉપર લગાવવાની સલાહ આપી. દુર્યોધને પાંડવોને કહ્યું કે જીતવા પર તે પાંડવોને હારી ગયેલું બધું પરત આપી દેશે. જેની લાલચમાં પાંડવો આવી ગયા, પરંતુ તેમ છતાં પણ તમે તેમને અટકાવ્યા નહીં.

જ્યારે પાંડવો દુર્યોધનની વાતમાં આવીને દ્રૌપદીને દાવ ઉપર લગાવવા માટે તૈયાર થઈ ગયા ત્યારે પણ તમે તેમની મદદ કરી નહીં. જો તમે ઇચ્છતા હોત તો પોતાની દિવ્ય શક્તિથી પાસાને ધર્મરાજ તરફ કરી શકતા હતા. પરંતુ તેમ છતાં પણ તમે કંઈ કર્યું નહીં. જ્યારે દ્રૌપદીને પાંડવો જુગારમાં હારી ગયા ત્યારે તેની લાજ ઉતરી રહી હતી ત્યારે તમે વસ્ત્ર આપીને દ્રૌપદીની લાજ બચાવી, પરંતુ આ દાવો તમે કઈ રીતે કરી શકો છો? ભરેલ સભાની અંદર દ્રૌપદીને એક વ્યક્તિ ઘસેડીને લાવ્યો અને બધાની સામે નિવસ્ત્ર કરેલ એક મહિલા માટે તેનાથી મોટી વાત બીજી શું હોઈ શકે? અહીંયા પર તમે શું કર્યું? તમે દ્રૌપદીની કઈ રીતે લાજ બચાવી? જ્યારે તમે મુસીબતના સમયે મદદ ન કરી તો તેનો ફાયદો શું? શું આ ધર્મ છે?

ઉદ્ધવ દ્વારા પુછવામાં આવેલા આ સવાલોને સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને ઉદ્ધવને કહ્યું કે આ સૃષ્ટિનો નિયમ છે. જે વિવેકમાન હોય છે એ જીત પ્રાપ્ત કરે છે. તે સમય દરમિયાન દુર્યોધનની પાસે વિવેક હતો, પરંતુ ધર્મરાજની પાસે વિવેક હતો નહીં. બસ એજ કારણ છે જેના લીધે ધર્મરાજે હારવું પડ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ આગળ કહે છે કે ભલે દુર્યોધનની પાસે કોઈ ધનની કમીન હતી નહીં, પરંતુ તેને પાછા રમતા આવડતું ન હતું. તેણે પોતાના મામા શકુની નો ઉપયોગ કર્યો હતો.

ધર્મરાજની પ્રાર્થના

શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે જો ધર્મરાજ ઇચ્છતા હોત તો તેઓ પણ આ પ્રકારની વિચારસરણી રાખી શક્યા હોત અને પોતાના પિતરાઈ ભાઈઓ પાસે રજુઆત કરી શકતા હોત. જો હું પાંડવો તરફથી રમ્યો હોત તો વિચાર કરો કે શકુની અને મારા બંનેમાંથી કોનો વિજય થયો હોત? સૌથી મોટી ભુલ તેમણે મને રમતમાં સામેલ ન કરીને કરી હતી. ચાલો આ વાતને પણ છોડી દો, પરંતુ તેમનાથી વધુ એક મોટી ભુલ થઈ ગઈ.

તેમણે મને એવી પ્રાર્થના કરી હતી કે હું ત્યાં સુધી સભામાં ન આવું જ્યાં સુધી તેઓ મને બોલાવે નહીં. કારણ કે તેઓ મારાથી જ છુપાઈને રમવા માંગતા હતા. તેઓ ઇચ્છતા ન હતા કે મને તે વાતની જાણ થાય કે તેઓ જુગાર રમી રહ્યા છે. તેમણે મને પોતાની પ્રાર્થનાથી બાંધી દીધો હતો. તેના લીધે હું બહાર રાહ જોઈ રહ્યો હતો. જો કોઈએ મને બોલાવ્યો હોત તો હું અવશ્ય ગયો હોત, પરંતુ બધા જુગારમાં એટલા વ્યસ્ત બની ગયા હતા કે મને ભુલી ગયા અને પોતાના નસીબ અને દુર્યોધનને દોષ આપવા લાગ્યા.

જ્યારે દ્રૌપદીને નિવસ્ત્ર કરવાની શરૂઆત થઈ, ત્યારે તેમની બુદ્ધિ જાગી

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે જ્યારે દ્રૌપદીને વાળ પકડીને ઘસડીને સભામાં દુષાસન દ્વારા લાવવામાં આવી રહી હતી ત્યારે દ્રૌપદી પોતાની શક્તિ અનુસાર તેનો સામનો કરી રહી હતી, પરંતુ તેને પણ મને બોલાવેલ નહીં. જ્યારે દ્રૌપદીને નિવસ્ત્ર કરવાની શરૂઆત થઈ ત્યારે તેમની બુદ્ધિ જાગી. ત્યારે તેમણે મને યાદ કર્યો. ત્યારે મેં પહોંચીને તેમની રક્ષા કરી. હવે તમે જણાવો કે આવી સ્થિતિમાં મારી ભુલ શું છે?

ભગવાન શ્રી કૃષ્ણએ બધી વાત પોતાના મિત્ર ઉદ્ધવને જણાવી તેના પર ઉદભવે કહ્યું કે, હે કૃષ્ણ તમે જે પણ સ્પષ્ટીકરણ આપ્યું છે તે પ્રભાવશાળી જરૂર છે પરંતુ હું આ સંપુર્ણ વાતથી સંતુષ્ટ નથી. શું હું તમને વધુ એક સવાલ પુછી શકું છું? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ઉદ્ધવને પ્રશ્ન પુછવાની અનુમતિ આપી. ત્યારે તેમણે કહ્યું કે તમારા આ બધા સ્પષ્ટીકરણથી એવો અર્થ નીકળે છે કે તમે ત્યાં સુધી જશો નહીં જ્યાં સુધી તમને બોલાવવામાં આવશે નહીં. જો તમારો કોઈ ભક્ત કોઈ મુસીબતમાં ફસાયેલો છે તો શું તમે આપમેળે જઈને તેની મદદ નહીં કરો?

શ્રી કૃષ્ણ જઈએ હસીને ઉદ્ધવને કહ્યું કે દરેક વ્યક્તિને કર્મ ફળના આધાર પર જીવનનો સંચાલન થાય છે. હું તેને ચલાવતો નથી અને હસ્તક્ષેપ પણ કરતો નથી. હું તો માત્ર એક સાક્ષી છું.

આપણે પાપ કરીએ છીએ અને પાપનું પોટલું બંધાતું રહે છે

ભગવાન શ્રીકૃષ્ણજીના આ જવાબ પર ઉદ્ધવ પુછે છે કે તેનો મતલબ તો એવો થયો કે આસપાસ ઉભા રહીને પણ તમે બધું જોતા રહેશો. જો અમે પાપ કરીએ છીએ તો તમે પાપ જોશો, જેના તમે સાક્ષી હશો. તમે એવું ઇચ્છો છો કે અમે પાપ કરતા રહીએ અને પાપનો પોટલું બંધાતું રહે, જેનું ફળ ભોગવતા રહીએ?

શ્રી કૃષ્ણજી ઉદ્ધવ ને કહે છે કે તમે શબ્દોના ઊંડા અર્થોને સમજવાની કોશિશ કરો. તમે બધું જ સમજીને તેનો અનુભવ કરવા લાગશો તો હું તમારી આસપાસ સાક્ષીના રૂપમાં દરેક સમયે રહીશ. શુ તમે તે સમયે કંઈક ખોટું અથવા ખરાબ કરી શકશો? નિશ્ચિત રૂપથી તમે કંઈ પણ ખોટું કરી શકશો નહીં. જો ધર્મરાજ એવું સમજી ગયા હોત કે દરેક સમયે હું તેમની પાસે સાક્ષીના રૂપમાં ઉપસ્થિત છું તો કંઈ થયું ન હોત. પરંતુ તેઓ અજ્ઞાન હતા અને અજ્ઞાનતામાં તેઓ જુગાર રમી રહ્યા હતા. આ વાત ઉપર ઉદ્ધવ મંત્રમુગ્ધ થઈ ગયા અને તેમણે કહ્યું કે હે પ્રભુ તમે ખુબ જ ઊંડા દર્શન આપ્યા અને ખુબ જ મહાન સત્ય જણાવ્યું.

Advertisement

Leave a Reply

Your email address will not be published.