શિયાળામાં સંક્રમણનો ખતરો વધારે રહે છે. એટલા માટે આ ઋતુમાં એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ, જેનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પર સકારાત્મક પ્રભાવ પડે. અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે કોઈપણ પ્રકારના સંક્રમણથી બચવા માટે રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે ડાયટમાં ક્યાં ખાદ્ય પદાર્થોને સામેલ કરવા જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થઇ શકે છે.
લેમન ગ્રાસ
લેમન ગ્રાસ માં એવા ઘણા ઔષધીય ગુણો હોય છે, જે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે, જે તમને ઘણા પ્રકારના સંક્રમણ અને બીમારીઓથી બચાવે છે. તે સિવાય તેમાં રહેલ વિટામિન અને મિનરલ્સ રોગપ્રતિરોધક ક્ષમતાને વધારવાનું કામ કરે છે. એટલા માટે કોઈપણ પ્રકારની પોતાની ડાયટમાં લેમન ગ્રાસ ને સામેલ કરવાનું સુનિશ્ચિત કરો.
હળદર
હળદર એન્ટી-વાયરલ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ જેવા પોષક ગુણો સહિત સંપૂર્ણ માનવામાં આવે છે અને શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવાની સાથે-સાથે સંક્રમણથી બચાવવામાં પણ સહાયક બને છે. તે સિવાય હળદરમાં કરક્યુમિન મળી આવે છે, જે કોઈપણ પ્રકારના સંક્રમણને તમારી પાસે ભટકવા દેતું નથી. એટલા માટે પોતાની ડાયટમાં હળદરવાળા ખાદ્યો તથા પ્રવાહી પદાર્થો જરૂરથી શામેલ કરો.
તુલસી
તુલસી એક પવિત્ર છોડ છે. જેના પાનનું સેવન કરવાથી ફક્ત શારીરિક જ નહીં પરંતુ માનસિક ક્ષમતા પણ વધે છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી તણાવ અને ચિંતા જેવી ગંભીર માનસિક સમસ્યાઓથી બચી શકાય છે. તેની સાથે તુલસી શરીરને ઝેરી તત્વોથી બચાવવાનું પણ કામ કરે છે. દરરોજ તુલસીના પાંચ પાન પીસીને એક ચમચી મધની સાથે તેમનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે.
આદુ
આદુનું સેવન કરવાથી પણ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂતી પ્રદાન કરવામાં મદદ મળે છે. કારણ કે તેમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી સાથે-સાથે ઇમ્યુનોન્યુટ્રીશન ગુણ પણ રહેલા હોય છે, જે રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદગાર સાબિત થઇ શકે છે. એટલા માટે નિયમિત રૂપથી દિવસમાં એક કપ આદુવાળી ચા અથવા આદુના ઉપયોગથી બનેલ ખાદ્ય પદાર્થોનું સેવન જરૂર કરો.