ચોથા માળેથી સામાન ઉતારવા માટે વ્યક્તિએ એવું મગજ દોડાવ્યું કે વિડીયોને ૧૦૦ કરોડથી વધારે લોકો જોઈ ચુક્યા છે

મકાન ની બિલ્ડીંગ ઉંચી હોય તો સામાન ચઢાવો અને ઉતારવો બંને પડકારજનક કામ છે. હકીકતમાં ખુબ જ સમય પસાર થઇ જાય છે, સાથોસાથ ખુબ જ મહેનત લાગે છે અને નુકસાન પણ થઈ શકે છે. તેમાં અમુક જુગાડુ લોકો સખત મહેનત થી બચવા માટે સ્માર્ટ ઉપાય શોધી લેતા હોય છે. આવો જ એક સ્માર્ટ જુગાડનો વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જોવામાં આવી રહ્યો છે, જેને લોકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. તેને જોયા બાદ તમે પણ કહેશો કે, “આ ભાઈ તો જુગાડ નાં ગુરુ નીકળ્યા.” કારણ કે ભાઈ એ બિલ્ડિંગના ચોથા માળેથી સામાન ઉતારવા માટે ખુબ જ મજેદાર ઉપાય શોધી કાઢ્યો છે.

સેકન્ડમાં ટેમ્પો સુધી પહોંચી જાય છે સામાન

આ વાઇરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇમારતના ચોથા માંથી એક ખુબ જ મોટું કપડું જમીન પર સ્લાઈડીંગ ઝુલાની જેમ પાથરવામાં આવે છે, જ્યાં ટેમ્પો ઊભો છે અને અમુક લોકો પણ હાજર છે. ફ્લેટમાંથી એક વ્યક્તિ સામાનને તે સ્લાઇડ થી નીચે મોકલે છે, જે પળ ભરમાં ટેમ્પો સુધી પહોંચી જાય છે અને વ્યક્તિ સામાનને ઓછા સમયમાં તેમની ઉપર ચડાવી દે છે. હકીકતમાં મહેનત કર્યા વગર બિલ્ડિંગમાંથી સામાન ઉતારવો અને ટેમ્પોમાં લોડ કરવાનો આ અદભુત જુગાડ પ્રશંસાને પાત્ર છે, પરંતુ તે કેટલો સુરક્ષિત છે તેની ઉપર અમને પણ શંકા છે.

ઘણો વખત જોવામાં આવ્યો છે આ વીડિયો


આ જોરદાર જુગાડ વીડિયો ઇંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, “કમાલ નો આઈડિયા છે”. અત્યાર સુધી ૩૦ લાખથી વધારે લાઇક અને ૧૦૦ મિલિયન વ્યુ મળી ચુક્યા છે. સાથોસાથ હજારો લોકોએ તેની ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે, જેને જોયા બાદ તમે પણ પોતાનો હસવાનું રોકી શકશો નહીં. તો વળી અમુક લોકો આ વ્યક્તિ ની પ્રશંસા પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો એવું પણ કહ્યું હતું કે, “આને કહેવાય સ્માર્ટ વર્ક.”