ચુનાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને મળે છે આ ૫ અદભુત ફાયદાઓ, અક્સપર્ટ અનુસાર હાડકાં અને દાંતને આપે છે મજબુતી

શરીર માટે મહત્વપુર્ણ પોષક તત્વો માંથી એક છે કેલ્શિયમ. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવા પડે છે. જણાવી દઈએ કે શરીરમાં વિટામિન-એ, વિટામિન-બી, વિટામીન-ડી, પ્રોટીન વધારે પોષક તત્વનાં અવશોષણ માટે કેલ્શિયમ ઘણું જરૂરી પોષક તત્વ છે. જે મુખ્ય રૂપથી ચુના ની અંદર મળી આવે છે. તેવામાં જો કોઈ વ્યક્તિ પોતાની ડાયટમાં ચુનાનું પાણી ઉમેરે છે તો તેનાથી તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થતી. આ સિવાય ચુનાનું પાણી ઘણી બીજી સમસ્યાઓને દુર કરવામાં પણ ઉપયોગી છે. આજનો અમારો લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે ચુનાનાં પાણીના સેવનથી સ્વાસ્થ્યને કયા-કયા ફાયદા થાય છે. સાથે જ ઉપયોગ કરવાની રીત વિશે જાણીશું.

હાડકાને આપે મજબુતી

જેમ કે અમે પહેલા પણ જણાવ્યું ચુના ની અંદર ભરપુર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. તેવામાં જો વ્યક્તિ નિયમિત રૂપથી એક કે બે ચમચી ચુનાનાં પાણીનું સેવન કરે તો આવું કરવાથી ન માત્ર હાડકાંને મજબુતી મળે છે, પરંતુ હાડકાનાં દુખાવાથી પણ છુટકારો મળી જાય છે. તે હાડકા સાથે સંબંધિત ઘણી સમસ્યાઓને દુર કરવામાં ઉપયોગી છે.

પેટનાં કીડા થી આપે રાહત

જે લોકો પેટના કીડા થી પરેશાન છે કે જે બાળકોનાં પેટમાં કીડા છે. તે પોતાની ડાયટમાં ચુનાના પાણીને જોડી શકે છે. ચુનાનાં પાણીમાં અમ્લિય અસર મળી આવે છે. જે પેટનાં કીડાને દુર કરવામાં ઉપયોગી છે. તેવામાં તે વ્યક્તિએ ચુનાનાં પાણીને નારિયેળ પાણીમાં ઉમેરીને સેવન કરી શકે છે.

દાંતોને આપે મજબુતી

જે લોકો દાંતની કમજોરી થી પરેશાન છે કે જેના દાંતમાં ખુબ જ ઝણઝણાટી થાય છે, તેઓ પોતાની આ સમસ્યાને દુર કરવા માટે ચુનાના પાણીનું સેવન કરી શકે છે. જણાવી દઈએ કે ચુનાનાં પાણીનું સેવનથી ન માત્ર દાંતને મજબુતી મળે છે. પરંતુ દાંત હલવાની સમસ્યા, દાંતની કમજોરી અને દાંતની ઝણઝણાટી ત્રણેય થી છુટકારો મળી શકે છે.

ઝેરી પદાર્થોને કાઢે બહાર

શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ચુનાનું પાણી એક સારો વિકલ્પ છે. જણાવી દઈએ કે ચુનાનાં પાણીની અંદર અમ્લીય પ્રભાવ મળી આવે છે. જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ઉપયોગી છે. તેવામાં વ્યક્તિ નિયમિત રૂપથી એક કે બે ચમચી ચુનાનાં પાણીનું સેવન કરી શકે છે.

નખ અને વાળ માટે ઉપયોગી

જે લોકોનાં નખ વાંકા-ચુકા કે કમજોર છે. તેઓ ચુનાનાં પાણીથી પોતાની સમસ્યાને દુર કરી શકે છે. તે સિવાય જે લોકો વાળ અને ત્વચા સંબંધી સમસ્યાઓથી પરેશાન છે. તે પણ ચુનાનાં પાણીનું સેવન કરવાથી પોતાની આ સમસ્યાથી રાહત મેળવી શકે છે. તેવામાં આ વ્યક્તિ શેરડીનાં રસમાં ચુનાનાં પાણીને એક કે બે ચમચી મેળવો અને તેનું સેવન કરો. આવું કરવાથી નખ, વાળ અને ત્વચા ત્રણેયને ફાયદો મળે છે.

ચુનાનું પાણી બનાવવાની વિધિ

  • સૌથી પહેલા રાત્રે એક વાડકીમાં થોડો ચુનો પલાળી દો અને તેને આખી રાત પલળવા દો.
  • હવે સવારે ઊઠીને તમે જોશો કે ચુનો ઓગળીને નીચે વાટકીની સપાટી પર બેસી ગયો છે અને પાણી ઉપર આવી ગયું છે.
  • હવે વાટકીને હલાવ્યા વગર ચમચીનાં માધ્યમથી ઉપરવાળા પાણીને બહાર કાઢો.
  • હવે આ પાણીનું સેવન એક કે બે ચમચી કરો.

ચુનાનાં પાણીનો ઉપયોગ

  • ચુનાના પાણીનો ઉપયોગ શેરડીના રસ સાથે કરી શકાય છે.
  • ચુનાનાં પાણીનો ઉપયોગ નારિયેળ પાણી સાથે કરી શકાય છે.
  • ચુનાનાં પાણીનું સેવન વ્યક્તિ ડાયરેક્ટ પણ સીમિત માત્રામાં કરી શકે છે.

નોંધ : ધ્યાન આપો કે ચુનાનાં પાણીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ તેનું વધારે સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ થઈ શકે છે. જે લોકો વધારે માત્રામાં ચુનાનાં પાણીનું સેવન કરે છે, તેમના આંતરડામાં ઘાવ એટલે કે અલ્સરની સમસ્યા થઈ શકે છે. તેવામાં સૌથી પહેલા ડોકટર પાસે જાણો કે તમે કેટલી માત્રામાં પાણીનું સેવન કરી શકો છો. ત્યારબાદ તેને પોતાની ડાયટમાં ઉમેરો.