ચંકી પાંડે ની નાની દિકરી રાયસા દેખાવમાં છે જોરદાર સુંદર, બહેન અનન્યા પાંડે ને પણ આપે છે જોરદાર ટક્કર

Posted by

બોલીવુડને લઈને લોકોમાં એક અલગ પ્રકારનો ક્રેઝ જોવા મળે છે. લોકો પોતાના ફેવરિટ સ્ટાર વિશે ઘણું બધું જાણવા માંગતા હોય છે, એટલે સુધી કે સ્ટાર્સના બાળકોને લઈને પણ લોકો દરેક અપડેટ પોતાની પાસે રાખવા માંગે છે. સ્ટાર્સને લઈને પણ અલગ જ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ફેન્સની દીવાનગી જોવા મળતી હોય છે. તૈમુર અલી ખાન થી લઈને સુહાના ખાન સુધી આ બધા જ સ્ટારકિડ્સ બધાના ફેવરિટ છે.

પરંતુ અમુક સ્ટાર્સના બાળકો સોશિયલ મીડિયાથી ખુબ જ દુર રહે છે. સાથોસાથ મીડિયાની સામે પણ વધારે આવતા નથી, જેમાંથી એક છે એક્ટર ચંકી પાંડે ની નાની દીકરી રાયસા પાંડે. જોકે ચંકી પાંડેની મોટી દીકરી અનન્યા પાંડે ફિલ્મોમાં આવી ચુકી છે. પરંતુ રાયસા વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. તો ચાલો ચંકી પાંડેની નાની દીકરી રાયસા પાંડે વિશે તમને અમુક વાતો જણાવીએ.

ચંકી પાંડેની નાની દીકરી

રાયસા બોલીવુડ એક્ટર ચંકી પાંડેની નાની દીકરી છે. અનન્યા પાંડે રાયસા થી મોટી છે. બહેન અનન્યા પાંડે મીડિયામાં જેટલી એક્ટિવ રહે છે, રાયસા એટલી જ દુર રહે છે. એ જ કારણ છે કે રાયસા વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે.

મીડિયા થી રાયસા પાંડે રહે છે દુર

રાયસા ખુબ જ યંગ છે. તેના લુકની વાત કરવામાં આવે તો તે ખુબ જ સિમ્પલ પરંતુ ખુબ જ સ્ટાઇલિશ છે. તે ખુબ જ ક્યુટ દેખાય છે. રાયસા હાલમાં પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. એ જ કારણ છે કે તે સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ નથી.

રાયસા પાંડે ને રમતગમતમાં છે દિલચસ્પી

ચંકી પાંડેની નાની દીકરી રાયસા ની ખાસ વાત એ છે કે તેને રમત ગમતમાં ખુબ જ દિલચસ્પી છે. રાયસા ફુટબોલ અને થાઇ બોક્સિંગ જેવા સ્પોર્ટ્સ રમે છે. મોટાભાગે રાયસા ની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવતી રહે છે.

જીતી ચુકી છે ઘણા મેડલ

રાયસા પાંડે નાં ગળા માં જોવા મળતા મેડલ જોઈને તમે તેની આવડતનો અંદાજો લગાવી શકો છો.

વધારે મેકઅપ નો શોખ નથી

બહેન અનન્યા પાંડે ની જેમ રાયસા ને કોઈ વધારે મેકઅપ કરવાનો શોખ નથી. એ જ કારણ છે કે તેને હંમેશા ટી-શર્ટ અને લોવર માં જોવામાં આવે છે, જે તેને કુલ બનાવે છે.

બહેન અનન્યા પાંડે સાથે છે ખાસ બોન્ડિંગ

રાયસા બહેન અનન્યા પાંડે ની ખુબ જ નજીક છે. આ તસ્વીરમાં રાયસા અને અનન્ય પાંડે ની વચ્ચેની બોંડિંગ સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે બંને એકબીજાની સાથે મસ્તી કરી રહેલ છે.

ખાવાનો છે રાઈસા પાંડે ને શોખ

રાયસા પાંડેની ફિટનેસ જોવામાં આવેતો તે ખુબ જ ફીટ નજર આવે છે, પરંતુ રાયસા ને ખાવાનો શોખ ખુબ જ છે. આ તસ્વીર પરથી તમે તેનો અંદાજો લગાવી શકો છો.

ફ્રેન્ડ સાથે પોઝ આપી રહેલી રાયસા

પોતાના મિત્રો સાથે કેમેરાની સામે પોઝ આપી રહેલી રાઈસા ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *