કોકાકોલા પીવું યુવકને પડી ગયું ભારે, ૧૮ કલાકની અંદર તડપી-તડપીને જીવ ગુમાવી દીધો, જાણો સમગ્ર મામલો

ગરમી અને તરસ ને શાંત કરવા માટે ઘણા લોકો કોકા કોલા પીવે છે. પરંતુ ચીનમાં એક ૨૨ વર્ષનાં યુવકે દોઢ લિટર કોકા કોલા પીધી તો તેનું નિધન થઈ ગયું હતું. તપાસમાં ડોક્ટરે કહ્યું હતું કે યુવતીએ ફક્ત ૧૦ મિનિટની અંદર દોઢ લિટર કોકાકોલા લીધી હતી, તેનાથી તેના પેટમાં ગેસનો એક મોટો ફુગ્ગો બની ગયો. જેના લીધે તેનું પેટ તેને હેન્ડલ કરી શક્યું નહીં અને આ વસ્તુ તેના નિધનનું કારણ બની હતી.

ડોક્ટરે જણાવ્યું હતું કે ખુબ જ ઓછા સમયમાં વધારે પડતી કોકાકોલા પીવાથી તેના પેટમાં વધારે ગેસ બની ગયો, જેના લીધે લીવર સુકાઈ ગયું. ગેસને કારણે યુવકનું ઓક્સિજન લેવલ પણ ખુબ જ નીચે આવી ગયું હતું, જે તેના નિધન નું કારણ બન્યું હતું. મીડિયા અનુસાર મૃતકની ઓળખ થઇ શકી નથી. રિપોર્ટનું માનવામાં આવે તો કોકાકોલા પીવાની સાથે જ યુવકના પેટમાં ખુબ જ દુખાવો થવા લાગ્યો હતો. તેનું પેટ ખુબ જ ફુલી ગયું હતું. જોકે તેને ૬ કલાક બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ખુબ જ મોડું થઈ ગયું હતું. ડોક્ટરોનું કહેવું છે કે ગરમીને લીધે યુવકે દોઢ લિટર કોકાકોલા પીધી હતી.

પીડિત યુવકનાં પેટનું સીટી સ્કેન કરવા પણ જાણવા મળ્યું હતું કે કોકાકોલા પીવાથી બનેલ ગેસ આંતરડામાં જમા થઇ ગયેલ હતી. તેમાં દબાણ ઉત્પન્ન થયું, જેના કારણે તે લીવર અને શરીરને જોડવા વાળી મુખ્ય નસ પોર્ટલ શિરા માં લિક થઈ ગઈ. ક્લિનિક અને રિસર્ચ હેપેટોલોજી એન્ડ ગેસ્ટ્રોલોજી વિશેષજ્ઞ ડોક્ટર જણાવે છે કે લીવર ની નસમાં ગેસ આવી જવાને લીધે પીડિત યુવકના પેટમાં ખુબ જ નુકસાન થયું હતું. પેટમાં ભારે માત્રામાં ગેસ ઉત્પન્ન થઈ તો યુવકનાં ધબકારા પણ વધી ગયા હતા. વળી તેનું બ્લડપ્રેશર ઓછું થઈ ગયું અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી બની ગઈ હતી.

સીટી સ્કેનમાં તેના આંતરડાની દીવાલને પોર્ટલ શિરા માં ન્યુમેટોસીસ ગેસની અસામાન્ય ઉપસ્થિતિ મળી આવી હતી. આ એક પ્રકારની ઈજા હોય છે, જે લીવરને ઓછો ઓક્સિજન પહોંચવાને લીધે થાય છે. પોર્ટલ શિરા માં ગેસની હાજરીને લીધે ઓક્સિજન પહોંચી શક્યું ન હતું.

હોસ્પિટલનાં પ્રમુખ ડોક્ટરે જણાવ્યું હતું કે યુવકને હોસ્પિટલ આવતાની સાથે જ ડોક્ટરોની ટીમે તેના પાચનતંત્રમાં ભરાઈ ચુકેલી ગેસને બહાર નિકળવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેની હાર્ટ બીટ સામાન્ય કરવા અને પેટનાં અંગોને ખરાબ થવાથી બચાવવાની કોશિશ કરી રહ્યા હતા.

૧૨ કલાક બાદ બ્લડ ટેસ્ટમાં યુવકનો લીવર ખુબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. ત્યારબાદ ઈલાજનાં ૧૮ કલાકની અંદર તેનું નિધન થઈ ગયું. આ ખબરથી વિશ્વભરનાં મેડિકલ વિભાગોમાં તહલકો મચી ગયો હતો. બ્રિટિશ વિશેષજ્ઞ ડોક્ટરે તો નિધન ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દોઢ લિટર કોકાકોલા પીવાથી નિધન થયું હોવાનું કારણ જણાવો અયોગ્ય છે.

યુનિવર્સિટી કોલેજ લંડનનાં એક બાયોકેમેસ્ટ્રી પ્રોફેશન નાથન ડેવીસે જણાવ્યું હતું કે દોઢ લિટર સામાન્ય કોલ્ડ્રીંક પીવાને લીધે નિધન થવાના ચાન્સીસ ખુબ જ ઓછા હોય છે, એટલા માટે નિધનનું સાચુ કારણ જાણવા માટે જાણકારી એકઠી કરવાની આવશ્યકતા છે.