કોલ્ડડ્રિંક્સ પીતા જ શરીર માં શુ થાય છે જાણીને હેરાન રહી જશો

મિત્રો તમે જરૂર જનતા હશો કે કોલ્ડડ્રિંક્સ ગમે તે કંપની ની હોય કે ગમે તેવી હોય તે હાનિકારક છે. તો પણ આજકાલ કોલ્ડડ્રિંક્સ નું સેવન વધતું ગયું છે. વ્યક્તિ ના મન માં કોલ્ડડ્રિંક્સ પીવાની ઈચ્છા થઈ જ જાય છે. વધારે ગરમીમાં લોકો તરસ છીપાવવા માટે કોલ્ડડ્રિંક્સ પીવે છે.

કોલ્ડડ્રિંક્સ માં કાર્બોનેટેડ પાણી, ખાંડ, હાનિકારક એસિડ અને ખરાબ કલર હોય છે. જે શરીર માં ડાયાબીટીસ નું પ્રમાણ વધારી દે છે અને લીવર ની બીમારી ઉતપન્ન કરે છે. તેને પીધા ના 5 મિનિટ પછી થી તે પોતાની અસર શરીર માં છોડવા લાગે છે. હવે જાણીએ અન્ય નુકશાન વિશે જે કોલ્ડડ્રિંક્સ પીવાથી થાય છે.

કોલ્ડડ્રિંક્સ પીવું તે ખાંડ ખાધાની બરાબર હોય છે. એક ગ્લાસ કોલ્ડડ્રિંક્સ માં 10 ચમચી ખાંડ હોય છે. જેનાથી ગ્લુકોઝ ની માત્રા શરીર માં ખૂબ જ વધી જાય છે. તેમાં ફોસ્ફઓરિક એસિડ હોવાના કારણે આટલી બધી ખાંડ ખાધા પછી પણ ઉલટી કે ગભરામણ થતી નથી. તેથી શરીર માં સુગર ની માત્રા વધવા લાગે છે. તેથી જ લીવર આ બધા ને પચાવી નથી શકતું અને તે તેને ચરબી માં રૂપાંતર કરી નાખે છે.

  • કોલ્ડડ્રિંક્સ માં કેફીન પણ હોય છે. તેને પીધા પછી 40 મિનીટ પછી કેફીન આખા શરીર માં ફેલાય જાય છે. તેથી આંખના ડોળા વધવા લાગે છે.
  • કોલ્ડડ્રિંક્સ માં ડોપામીન નામનું તત્વ મગજ ને કોલ્ડડ્રિંક્સ પીધા ના 50 મિનિટ પછી શાંત અને ખુશી મહેસુસ કરાવે છે.
  • ફોસ્ફઓરિક એસિડ કોલ્ડડ્રિંક્સ માં હોય છે જે શરીર માં રહેલા મેગ્નેશિયમ અને કેલ્શિયમ ને નાના આંતરડાં માં મોકલવા લાગે છે જેથી એક કલાક પછી પેશાબ કરવા જવું જ પડે છે.
  • કેલ્શિયમ, ઝીંક અને મેગ્નેશિયમ ઓછું થવાના કારણે હાડકાં ઓ નબળા પડવા લાગે છે. એટલા બધા પોષક તત્ત્વો ની કમી ના કારણે કોલ્ડડ્રિંક્સ પીધા ના એક કલાક પછી શરીર થાકેલું લાગે છે.

  • કોલ્ડડ્રિંક્સ માં એક પણ ફળ નો ઉપયોગ થતો નથી. શરીર ના ફાયદો થાય તેવું કાઈપણ કોલ્ડડ્રિંક્સ માં હોતું નથી.
  • દાંતો માં કમજોરી આવવી, બ્રેસ્ટ કેન્સર, હાર્ટ એટેક, પેટનો દુઃખાવો વગેરે ગંભીર બીમારીઓ કોલ્ડડ્રિંક્સ ના વધારે પડતા સેવનથી થાય છે.
  • રિસર્ચ પ્રમાણે વધારે કોલ્ડડ્રિંક્સ પીવાથી પોષક તત્ત્વો ની કમી સર્જાઈ છે.
  • ચા, કોફી, સિગરેટ વગેરે ની જેમ જ કોલ્ડડ્રિંક્સ એક હાનિકારક પદાર્થ છે.

  • સ્વાદ માં સારી લાગતી વસ્તુઓ હેલ્થ માટે સારી નથી હોતી. વધારે ખાવા માટે હંમેશા સારી ખાવાની વસ્તુ ને જ પસન્દ કરો. પીવા માટે શરબત, જ્યુસ અને દૂધ નો જ ઉપયોગ કરો. ચા, કોફી કે કોલ્ડડ્રિંક્સને ઓછા પ્રમાણમાં પીવો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક