કોલગેટમાં એક ચીજ ઉમેરીને અણગમતા વાળને હંમેશા માટે દુર કરી શકો છો

શરીરમાંથી વાળને હટાવવા માટે ઘણાં વિકલ્પ છે. પરંતુ હંમેશા તે વિકલ્પ વિશે વધારે લોકો વિચારે છે જે લાંબા દિવસો સુધી સરળતાથી વાળને દુર કરી શકે. સામાન્ય રીતે વેક્સિંગ અથવા થ્રેડિંગ થી વાળને હટાવે છે, પરંતુ બંનેમાં દર્દ થાય છે. સામાન્ય રીતે તો વાળને હટાવવા માટે બજારમાં ઘણા પ્રકારના હેર રિમુવલ ક્રીમ આવે છે. પરંતુ તેના ઘણા સાઇડ ઇફેક્ટ પણ છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લોકો જણાવતા હોય છે કે ટુથપેસ્ટની મદદથી પણ વાળને દુર કરી શકાય છે. શું હકીકતમાં ટુથપેસ્ટથી વાળને દુર કરી શકાય છે. જો દુર કરી શકાય છે, તો તેની રીત શું છે? કંઇક આ પ્રકારના સવાલ પણ તમારા મનમાં ઊભા થતા હશે. તો ચાલો આજે તે બાબત ઉપર ચર્ચા કરીએ.

એકલી ટુથપેસ્ટથી કોઈપણ પ્રકારના વાળને દુર કરી શકાતા નથી. જો આવું થતું હોય તો તમારી હોઠની આસપાસ નાં વાળ ઘણા સમય પહેલાં જ ગાયબ થઇ ગયા હોત. ટુથપેસ્ટની મદદથી તમે પોતાના અણગમતા વાળને દુર કરી શકો છો, પરંતુ તેના માટે તમારે તેમાં અમુક સામગ્રી ઉમેરવાની રહેશે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણીએ કે કેવી રીતે અને કઈ વસ્તુ ટુથપેસ્ટમાં ઉમેરવાથી તે હેર રિમુવલ ક્રીમ બની જાય છે.

સામગ્રી

  • ૧ ચમચી ટુથપેસ્ટ
  • ૨ ચમચી બેસન
  • ૪-૫ ચમચી દુધ

હેર રિમુવલ ક્રીમ કેવી રીતે તૈયાર કરવું

ટુથપેસ્ટથી હેર રિમુવલ ક્રીમ તૈયાર કરવું સૌથી ખાસ વાત છે. જો તેને યોગ્ય રીતે તૈયાર કરવામાં નહીં આવે તો તે કારગર સાબિત થતું નથી. સૌથી પહેલા બેસન તથા ટુથપેસ્ટ અને પરસ્પર મિક્સ કરી લો. ત્યારબાદ દુધ ઉમેરીને તેને ફરીથી મિક્સ કરો, જેનાથી તે પેસ્ટ તૈયાર થઈ જાય. જો તમને લાગે છે કે પેસ્ટ વધારે ઘાટી થઈ રહી છે, તો દુધની માત્રા વધારી શકો છો.

કેવી રીતે કરશો ઉપયોગ

સૌથી પહેલાં તો તેને પોતાની ગરદનની આસપાસ અથવા કાનની પાછળ લગાવીને ટેસ્ટ કરો કે તે તમને નુકસાન તો નથી કરી રહ્યું ને. ત્યારબાદ જે જગ્યાએથી અણગમતા વાળ દુર કરવા હોય તે જગ્યામાં પેસ્ટ લગાવીને થોડા સમય માટે છોડી દો. સુકાઈ ગયા બાદ જ તેને હટાવવાનું છે. પેસ્ટ કાઢવા માટે વાળની વિપરીત દિશામાં ઘસવું. ઘસવા માટે કોટન પેડ નો ઉપયોગ કરી શકો છો. જો એક વખત માં બધા વાળ દુર નથી થતા તો ૨-૩ વખત આ ઉપાય કરી જુઓ. વાળ સાફ કર્યા બાદ સ્કિન ને યોગ્ય રીતે સફાઇ કરો અને કોઈ મોઈશ્ચરાઈઝર જરૂરથી લગાવો.